Surat : આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ શહેર ટ્રાફિક DCPને પત્ર લખ્યો

ગુજરાતના આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી દ્વારા ફરી એક વખત સુરત શહેર ટ્રાફિક પોલીસને પત્ર લખી ટકોર કરી કે શહેરમાં માક્સ સિવાય દંડ ન ઉઘરાવવામાં આવે. કારણ કે હાલમાં જે સ્થિતિ છે લોકો નાનોમોટો ધંધો કરી ગુજરાન ચલાવતા હોય છે.

Surat : આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ શહેર ટ્રાફિક DCPને પત્ર લખ્યો
Health Minister Kumar Kanani wrote a letter to the city traffic DCP
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 20, 2021 | 11:58 AM

Surat શહેરમાં દિન પ્રતિદિન વાહનોમાં વધારો થઈ રહ્યો છે. તેની સામે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ સતત વધી રહી છે. ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી કુમારભાઈ દ્વારા સુરત ટ્રાફિક પોલીસને પત્ર લખી માંગ કરી કે લોકો પાસે માસ્ક સિવાય દંડ ઉઘરાવવામાં ન આવે નાના લોકોને ખાવાના ફાંફા હોય અને આવી રીતે દંડ ઉધરાવો કેટલો વ્યાજબી છે.

ગુજરાતના આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી દ્વારા ફરી એક વખત સુરત શહેર ટ્રાફિક પોલીસને પત્ર લખી ટકોર કરી કે શહેરમાં માક્સ સિવાય દંડ ન ઉઘરાવવામાં આવે. કારણ કે હાલમાં જે સ્થિતિ છે લોકો નાનોમોટો ધંધો કરી ગુજરાન ચલાવતા હોય છે. અને ટ્રાફિક પોલીસ ટોળાશાહીમાં ઉભા રહીને લોકો-બાઇકચાલકો પાસે દંડની ઉઘરાણી કરવામાં આવે જે વ્યાજબી નથી.

પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો કે કોરોના મહામારી વચ્ચે લોકો હજુ કેટલાક લોકોને ખાવાના ફાંફા પડતા હોય છે. અને પોલીસ દ્વારા 1000 કે 500 દંડ ઉઘરાવવામાં આવે તે કેટલું વ્યાજબી છે. અગાઉ પણ સરકારને રજુઆત કરવામાં આવી હતી. જેથી સરકાર દ્વારા સુરત પોલીસને માસ્ક સિવાય નો દંડ ન ઉઘરાવવા ટકોર કરી બંધ કરવામાં આવ્યો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પણ ફરી સુરત ટ્રાફિક પોલીસ સરકાર દ્વારા કહેવામાં આવેલ વાતને સાઈડમાં મૂકીને જેમ ફાવે તેમ લોકો પાસે ખાસ કરીને જે રીતે કતારગામ-વરાછા-પુનાગામ-સરથાણા-ડભોલી-રીગરોડ વિસ્તારમાં લોકો પોતાના ઘરમાં સાડી કેં કાપડનું નાનું મોટું કામ કરતા હોય. ત્યારે સાંજના સમયે કામ પૂર્ણ થયા બાદ બાઇકમાં પોટલામાં લઈને ફેકટરી પર આવતા જતા હોય ત્યારે પોલીસ દંડ ઉઘરાવે છે.આખો દિવસ લોકો 500 કે 700 નું કામ કરતા હોય અને પોલીસ પકડે ત્યારે આખા દિવસની કમાણી દંડમાં જતી હોય છે. આ બાબતે ખાસ ધ્યાનમાં રાખી આરોગ્ય મંત્રી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે.

આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ શહેર ટ્રાફિક DCPને પત્ર લખ્યો

સુરત શહેરમાં દરરોજ લાખોનો દંડ ઉઘરાવવામાં આવતો હોય છે. ત્યારે હવે આ મંત્રીના પત્રને લઈ સુરત ટ્રાફિક પોલીસ કેટલી સક્રિય થાય તે જોવું રહ્યું લોકો પણ આ બાબતે ઘણા સમયથી માંગ કરતા આવ્યા છેકે પોલીસ ક્યારેક તો માનવતાની હદ વટાવી દે છે. સુરત ટ્રાફિક DCPની વાત કરવામાં આવે તો DCP ઉચ્ચ અધિકારીઓની પણ ક્યારેક વાત ગણકારતા નથી.

કોરોનામાં લોકડાઉન સમય પણ DCP સામે ટ્રાફિક કૌભાંડ બાબતે સવાલો ઉભા થયા હતા. છતાં પણ ઉચ્ચ અધિકારિયો દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. એક તટસ્થ તપાસ કરી નથી. ટ્રાફિકમાં DCP નીચે આવતા અધિકારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો કે DCP પોતાની મનમાની ચલાવી રહ્યાં છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">