Surat : ફિટનેસ પ્રિય સુરતીઓ માટે આનંદના સમાચાર, ફરી શરૂ થશે સાઇકલ શેરિંગ યોજના

એપ્રિલ મહિનામાં સુરતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો હતો. જેના કારણે કોરોના સંક્રમણ અટકાવવા સુરત મહાનગરપાલિકાએ (Surat Municipal Corporation) સમગ્ર શહેરમાં સાયકલ શેરીંગ (Cycle Sharing) યોજના બંધ કરી દીધી હતી.

Surat : ફિટનેસ પ્રિય સુરતીઓ માટે આનંદના સમાચાર, ફરી શરૂ થશે સાઇકલ શેરિંગ યોજના
સુરત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 29, 2021 | 10:28 AM

Surat : એપ્રિલ મહિનામાં સુરતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો હતો. જેના કારણે કોરોના સંક્રમણ અટકાવવા સુરત મહાનગરપાલિકાએ (Surat Municipal Corporation) સમગ્ર શહેરમાં સાયકલ શેરીંગ (Cycle Sharing) યોજના બંધ કરી દીધી હતી. પરંતુ હવે કોરોનાના કેસો ઘટવા લાગતા પહેલી જૂનથી મહાનગરપાલિકા સાયકલ શેરીંગ યોજના ફરી શરૂ કરવા જઇ રહી છે.

સમગ્ર સુરતમાં મહાનગર પાલિકા 1160 સાયકલ શહેરીજનો માટે ઉપલબ્ધ કરાવે છે. હવે જ્યારે કોરોનાના કેસો ઘટવા લાગ્યા છે ત્યારે લોકોએ સાયકલ શેરીંગ શરૂ કરવા માટે રજૂઆતો કરી હતી. જેથી મનપાએ હવે તમામ તકેદારી સાથે જૂન મહિનાથી સાયકલ શેરીંગ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

સુરત મહાનગરપાલિકાએ પહેલા તબક્કામાં સેન્ટ્રલ ઝોન અને અઠવા ઝોનમાં સાયકલ યોજના શરૂ કરી હતી. સેન્ટ્રલ ઝોનમાં જુદા જુદા 24 સ્થળે 408 ડોક પર 274 સાયકલ મૂકવામાં આવી હતી. જ્યારે અઠવા ઝોનમાં જુદા જુદા 18 લોકેશન પર 204 ડોક પર 136 સાયકલ મૂકવામાં આવી હતી. આ બે ઝોનમાં લોકોએ સાઇકલ શેરિંગ યોજનામાં ખૂબ સારો પ્રતિસાદ બતાવ્યો હતો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

જેથી અન્ય વિસ્તારોમાં 500થી વધુ સાયકલો તબક્કાવાર મૂકીને આ યોજના આગળ વધારવામાં આવી હતી. કોરોનાની પહેલી લહેરમાં માર્ચ 2020 થી સાયકલ શેરિંગ યોજના બંધ કરવામાં આવી હતી. તબક્કાવાર અનલોક થતાં 10 મી સપ્ટેમ્બર 2020 થી સાયકલ સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ બીજો તબક્કો શરૂ થતાં પાલિકાએ એપ્રિલ 2021 સાયકલ શેરીંગ બંધ કર્યું હતું અને દરેક ઝોનમાં મૂકવામાં આવેલી સાયકલો ઉઠાવી લેવામાં આવી હતી.

છેલ્લા ત્રણ અઠવાડિયાથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે, જેથી લોકોએ ફરી એકવાર સાયકલ શેરીંગ પ્રોજેક્ટ શરૂ કરવા માગણી કરી હતી. આ યોજના અંતર્ગત 63 હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે પૈકી દરરોજ 17 હજારથી વધુ લોકો સાયકલ શેરીંગનો લાભ લે છે. 17 હજારથી વધુ એક્ટિવ સભ્યો હોવાથી સુરત મનપાએ પહેલી જૂનથી તમામ વિસ્તાર સાયકલ શેરીંગ યોજના ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">