Surat : રાજ્યમાં પહેલી વાર સુરત મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી અમલમાં લાવવામાં આવશે

સૂચિત પોલિસીમાં વિભાગ દ્વારા પોલિસીના અમલના પ્રથમ વર્ષમાં 100 ટકા, બીજા વર્ષે 75 ટકા અને ત્રીજા વર્ષમાં 50 ટકા તેમજ ચોથા વર્ષે પોલિસીના અમલવારીની અંતિમ તારીખ સુધી માફી આપવાની ભલામણ કરવામાં આવી છે.

Surat : રાજ્યમાં પહેલી વાર સુરત મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી અમલમાં લાવવામાં આવશે
Surat: For the first time in the state, police of electric vehicles will be implemented by Surat Municipal Corporation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 10:16 AM

Surat સુરત શહેરને પ્રદૂષણમુક્ત(Pollution Free ) પરિવહન સુવિધા સકારીત થાય તે હેતુથી અને ભારત સરકાર રાજ્ય સરકાર દ્વારા ક્લાઈમેટ ચેન્જની અસરોને નાબૂદ કરવાના ભાગરુપે હાલ ઉપયોગ હેઠળની ટ્રાન્સપોર્ટેશન સર્વિસના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરવાના આશયથી ઇન્ટરનલ કમ્બન્સન વ્હીકલ ને ઇલેક્ટ્રિક વ્હીકલમાં(Electric Vehicles ) રૂપાંતરિત કરવાના આશયથી ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી અમલમાં મુકવામાં આવી છે.

ઇલેક્ટ્રિક વાહનોને લીધે થતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવામાં ખૂબ સફળતા મળી છે. તેથી સુરત શહેરમાં પણ પ્રદૂષણમુક્ત પરિવહનની અસરકારક અને ત્વરિત અમલવારીના ભાગરૂપે અલાયદી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી સુરત સીટી ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી 2021નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

વિભાગ દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે.સ્થાયી સમિતિની મંજૂરી બાદ સામાન્ય સભામાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે. મનપા વહીવટીતંત્ર દ્વારા પરિવહન સુવિધાને પ્રોત્સાહિત કરવાના હેતુસર સુરત સીટી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021 નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અને મંજૂરી માટે સ્થાયી સમિતિ સામે મુકવામાં આવ્યો છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

જૂન 2025 સુધી શહેરના માર્ગો પર 40 હજાર ઇલેક્ટ્રિક વાહનો દોડાવવાનો મનપાનો લક્ષ્યાંક સુરત સીટી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021ના વિભાગે તૈયાર કરેલા ડ્રાફ્ટ હેઠળ સુરતમાં 2025 સુધી 40 હજાર ઈલેક્ટ્રિક વાહનો પરિવહન માટે ઉપલબ્ધ થાય તેવું આયોજન કરાયું છે. વાહનો માટે તબક્કાવાર 500 જેટલા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે. જે પૈકી 200 જેટલા ચાર્જિંગ સ્ટેશન મનપા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયતાથી સ્થાપવામાં આવશે. 150 ચાર્જિંગ સ્ટેશન પીપીપી ધોરણે સ્થાપિત કરવામાં આવશે.

પોલિસીનો અમલ શરૂ થાય તે પહેલાં વર્ષે વાહનકરમાં 100 ટકા મુક્તિ મળી શકશે. આ પોલિસીના અમલ થવા માટે વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવશે.હાલ ઇલેક્ટ્રિક વાહનોને 50 ટકા આજીવન વાહન કરમાંથી મુક્તિ આપવામાં આવે છે. જ્યારે સૂચિત પોલિસીમાં વિભાગ દ્વારા પોલિસીના અમલના પ્રથમ વર્ષમાં 100 ટકા, બીજા વર્ષે 75 ટકા અને ત્રીજા વર્ષમાં 50 ટકા તેમજ ચોથા વર્ષે પોલિસીના અમલવારીની અંતિમ તારીખ સુધી માફી આપવાની ભલામણ કરવામાં આવી છે. મનપા સંચાલિત પે એન્ડ પાર્કના સ્થળે વિનામૂલ્યે પાર્કિંગનો લાભ આપવા ભલામણ કરવામાં આવી છે.

આવનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. અને તે પછી સામાન્ય સભામાં તેના પર અંતિમ મંજૂરીની મહોર મારવામાં આવશે.

આ પણ વાંચો :પાટીલનો દાવો કેટલો સાચો? રખડતાં પશુઓના ત્રાસમાંથી સુરત મુક્ત થયાનો દાવો, જાણો ગ્રાઉન્ડ રિયાલિટી

આ પણ વાંચો : સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય, દિવાળીમાં ફરવા જતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">