Surat: 36મી નેશનલ ગેમ્સ માટે શહેરમાં રમતલક્ષી માહોલ બનાવી લોકોને સહભાગી થવા તંત્રની અપીલ

નેશનલ ગેમ્સના આયોજન અંગેની જવાબદારી ઈન્ડિયન ઓલિમ્પિક એસો. દ્વારા ગુજરાત રાજ્યને સોંપવામાં આવી છે. ચાલુ વર્ષે રમાનાર નેશનલ ગેમ્સના કુલ 36 ૨મતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Surat: 36મી નેશનલ ગેમ્સ માટે શહેરમાં રમતલક્ષી માહોલ બનાવી લોકોને સહભાગી થવા તંત્રની અપીલ
Mayor Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 1:34 PM

આગામી તારીખ 20 સપ્ટેમ્બરથી 36મી નેશનલ ગેમ્સના (National Games )ભાગરૂપે સુરત ખાતે કુલ ચાર સ્પર્ધાઓનો તબક્કાવાર પ્રારંભ થઈ રહ્યો છે. સુરત(Surat) મનપા અને જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધાને સુરતમાં સફળ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શહેરમાં નેશનલ ગેમ્સ સંદર્ભે સ્પોર્ટ્સલક્ષી માહોલ ઊભો કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આગામી 18 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી કેનાલ પાસે-અણુવ્રત દ્વારથી વીઆઇપી જંક્શન સુધી ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર રીતે તેની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર હેમાલી બોઘાવાલા અને મનપા કમિશનર પાનીએ જણાવ્યું કે નેશનલ ગેમ્સના આયોજન અંગેની જવાબદારી ઇન્ડિયન ઓલિમ્પિક એસો. દ્વારા ગુજરાત રાજ્યને સોંપવામાં આવી છે. ચાલુ વર્ષે રમાનાર નેશનલ ગેમ્સના કુલ 36 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દેશના અલગ અલગ રાજ્યો-યુનિયન ટેરેટરીના ખેલાડીઓ ભાગ લેશે.

ગુજરાતના કુલ 6 શહેરોમાં નેશનલ ગેમ્સનું આયોજન ક૨વામાં આવ્યું છે. અમદાવાદ ખાતે 21, ગાંધીનગર ખાતે 11 અને સુરત ખાતે 4 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આવતાં રાષ્ટ્રીયકક્ષાના રમતવીરોને સુરતની સંસ્કૃતિથી પરિચિત કરાવવા અને શહેરમાં રમતલક્ષી માહોલ ઊભો કરવાના હેતુથી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન સતત થઇ રહ્યું છે. વિવિધ શાળા, યુનિવર્સિટી, સંસ્થાઓ, ગ્રુપોનો સહકાર તંત્રને સતત મળી રહ્યો છે. સ્પોર્ટ્સ કાર્નિવલ સ્થળે 18 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી શહેરના અત્યાર સુધીના સૌથી લાંબા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. જેમાં 200થી વધુ ખાણી-પીણીના સ્ટોલ રહેશે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

20 સપ્ટેમ્બરના રોજ નેશનલ ગેમ્સના થીમ આધારિત રાજ્યમાં રમાનાર તમામ 36 ગેમ્સના સીમબોલ સાથે શાળાના વિદ્યાર્થીઓ તથા સ્થાનિક સ્પોર્ટ્સ એસોસિએશનોને જોડીને પ્લાટૂન રેલીનું આયોજન કરવામાં આવશે તથા 12 ઓક્ટોબરના રોજ સુરત ઈન્ડોર સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સની સમાપન વિધિનો કાર્યક્રમ યોજાશે. તમામ સ્પર્ધામાં વિજેતા થયેલ ખેલાડીઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">