Surat : અઠવાની સરખામણીએ વરાછાના ફૂડ ફેસ્ટિવલનો ફિયાસ્કો, સ્ટોલધારકો નવરાધૂપ

વરાછા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા આ ફુડ ફેસ્ટીવલમાં મોડે સુધી પણ લોકો આવતા નથી. છેલ્લા ત્રણ દિવસથી દર્શકોનો દુકાળ હોવાથી આરતી પણ સાત વાગ્યાના બદલે 7.45ની આસપાસ થઈ રહી છે.

Surat : અઠવાની સરખામણીએ વરાછાના ફૂડ ફેસ્ટિવલનો ફિયાસ્કો, સ્ટોલધારકો નવરાધૂપ
Food Festival in Varachha (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2022 | 9:20 AM

નવરાત્રિના (Navratri )તહેવાર દરમ્યાન સુરત મહાનગર પાલિકા(SMC) દ્વારા શહેરના બે અલગ – અલગ વિસ્તારોમાં ફુડ ફેસ્ટિવલનું(Food Festival ) આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી અઠવા ઝોન વિસ્તારના ફુડ ફેસ્ટીવલમાં એક તરફ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી રહ્યા છે તો બીજી તરફ વરાછા ખાતે ફુડ ફેસ્ટીવલમાં સ્ટોલ ધારકો મોડી રાત સુધી નવરાધૂપ નજરે પડી રહ્યા છે. ફુડ ફેસ્ટિવલની સાથે સાથે આયોજીત કરવામાં આવતાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ દર્શકોના અભાવે વરાછા ઝોન વિસ્તારમાં યોજવામાં આવેલા ફુડ ફેસ્ટીવલ નિષ્ફળ નિવડ્યો હોવાનું હવે ચર્ચાઈ રહ્યું છે.

કલાકારો પણ થયા ઉદાસીન

આગામી વિધાનસભા ચુંટણીને પગલે ભાજપ શાસકો વરાછા સહિતના પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં ઓળઘોળ થઈ રહ્યા છે. જે અંતર્ગત આ વર્ષે અઠવા ઝોનની સાથે સાથે વરાછા ઝોનમાં પણ ફુડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. અલબત્ત, નવરાત્રિના પ્રારંભ સાથે જ પહેલા બે દિવસમાં ફુડ ફેસ્ટિવલમાં સ્ટોલ ધારકોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં સ્થાનિક નાગરિકો દ્વારા ફુડ ફેસ્ટિવલ અંગે ઉત્સાહ દાખવવામાં ન આવતાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આવતાં કલાકારો પણ દર્શકોના અભાવે ઉદાસીન નજરે પડી રહ્યા છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

લોકોને આકર્ષવા નિષ્ફ્ળ

ઉલ્લેખનીય છે કે, નવરાત્રિના તહેવાર દરમ્યાન રોજ 9 દિવસ માટે સાંજે સાત વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમની જાહેરાત કરવામા આવી છે પરંતુ વરાછા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા આ ફુડ ફેસ્ટીવલમાં મોડે સુધી પણ લોકો આવતા નથી. છેલ્લા ત્રણ દિવસથી દર્શકોનો દુકાળ હોવાથી આરતી પણ સાત વાગ્યાના બદલે 7.45ની આસપાસ થઈ રહી છે. એટલું જ નહીં પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા પણ એ જ અને જોનારાઓ પણ એ જ કલાકારો હોય એવી હાલત થઈ રહી છે. એક ગ્રૂપ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યું હોય ત્યારે બાકીના બીજા ગ્રૂપ પ્રેક્ષકોમાં બેસીને એ કાર્યક્રમને નિહાળી રહ્યા હોય તેવા દ્રશ્યો છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યાં છે. ભાજપ શાસકોએ મોટા ઉપાડે વરાછામાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન તો કર્યું છે પરંતુ શરૂઆતના દિવસમાં આ ફૂડ ફેસ્ટિવલમાં લોકોને આકર્ષવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે એ દેખીતી બાબત બની રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">