Surat: ભારે વરસાદની આગાહીને પગલે સુરત ફાયર વિભાગ પણ અલગ ટિમો સાથે તૈયાર, કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ

સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. વરસાદને કારણે તારાજી ન સર્જાય, અને અંતિમ ઘડીએ લોકોને સ્થળાંતર કરવાની કે રેસ્ક્યુ કરવાની ફરજ ઉભી થાય તેના માટે સુરત ફાયર વિભાગ (Surat Fire Department) પણ એક્શન મોડમાં આવીને આગોતરી તૈયારી કરી રહ્યું છે.

Surat: ભારે વરસાદની આગાહીને પગલે સુરત ફાયર વિભાગ પણ અલગ ટિમો સાથે તૈયાર, કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ
સુરત ફાયર વિભાગ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 05, 2022 | 11:28 AM

Surat: સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. વરસાદને કારણે તારાજી ન સર્જાય, અને અંતિમ ઘડીએ લોકોને સ્થળાંતર કરવાની કે રેસ્ક્યુ કરવાની ફરજ ઉભી થાય તેના માટે સુરત ફાયર વિભાગ (Surat Fire Department) પણ એક્શન મોડમાં આવીને આગોતરી તૈયારી કરી રહ્યું છે. સુરત ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ફાયર વિભાગ દ્વારા અલગ અલગ ટિમો બનાવવામાં આવી છે. જે આ ચોમાસા દરમ્યાન પુર કે રાહત કામગીરી માટે કામ કરશે.

જો ભારે વરસાદની સ્થિતિમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થાય અથવા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં લોકોને સલામત સ્થળે ખસેડવાની જો પરિસ્થિતિ ઉભી થાય તો તેવા સંજોગોમાં ફાયરની આ ટિમો કામે લાગીને મદદ કરશે. કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા બચાવ અને રાહત કામગીરી માટે સાધન સરંજામની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. એક સ્પેશ્યલ રેસ્ક્યુ ઓપરેશન બોટ, વૃક્ષો કાપવા માટે કટિંગ મશીન સહિતના સાધનો તૈયાર કરી દેવામાં આવ્યા છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

દરેક ફાયર સ્ટેશનમાં ત્રણ શિફ્ટમાં ફાયર વિભાગના જવાનોને તેના માટે ખાસ તાલીમ પણ આપવામાં આવી છે, જેથી દરેક પરિસ્થિતિમાં પહોંચી વળાય. તમને જણાવી દઈએ કે આગોતરા આયોજનના ભાગરૂપે પહેલાથી જ ગઈકાલે સુરત અને નવસારી જિલ્લામાં એનડીઆરએફની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે. પણ સ્થાનિક લેવલે બચાવ અને રાહત કામગીરી માટે ફાયર વિભાગે પણ પૂરતી તૈયારી કરી લીધી છે. જોકે હાલ શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લેતા તંત્રને હાશકારો જરૂરથી થયો છે. પરંતુ આગોતરી તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવીને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર દેખાઈ રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">