Surat : મગદલ્લા ગામમાં પીવાના પાણીની સમસ્યા ત્રણ વર્ષથી ઠેરની ઠેર, કોર્પોરેટરો ફોન ઉંચકતા નથી, સ્થાનિકોનો રોષ સાતમા આસમાને

આ મુદ્દે સ્થાનિક (Local )કોર્પોરેટરોને પણ રજુઆત કરવા છતાં તેઓના પેટનું પાણી હાલતું નથી. હવે સ્થિતિ એવી થઈ ચુકી છે કે કોર્પોરેટરોને પાણીની સમસ્યા સંદર્ભે ફરિયાદ કરવા માટે ફોન કરીએ છીએ તો તેઓ ફોન પણ ઉંચકતા નથી.

Surat : મગદલ્લા ગામમાં પીવાના પાણીની સમસ્યા ત્રણ વર્ષથી ઠેરની ઠેર, કોર્પોરેટરો ફોન ઉંચકતા નથી, સ્થાનિકોનો રોષ સાતમા આસમાને
Water Problem in Magdalla Village (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 9:06 AM

શહેરના(Surat ) મગદલ્લા ખાતે છેલ્લા ચાર – ચાર દિવસથી પાણીના(Water ) અભાવે ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાઓ(Women ) ત્રાહિમામ પોકારી ઉઠી છે. વેસુ જળ વિતરણ મથકનો ઘેરાવ કરીને મહિલાઓ દ્વારા અધિકારીઓ સમક્ષ અનિયમિત પાણી પુરવઠા મુદ્દે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. હાલમાં જ 1000 મીમીની પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ થતાં મોટા ભાગના શહેરમાં પાણીની મોકાળ સર્જાવા પામી હતી. 40 કલાકની જહેમત બાદ ભંગાણ દુર કરવામાં આવ્યા બાદ હજી પણ શહેરના કેટલાક વિસ્તારમાં પાણીની બુમરાણ ઉઠવા પામતા તંત્ર દોડતું નજરે પડી રહ્યું છે. જોકે મગદલ્લાના ભવાની મહોલ્લાની મહિલાઓ દ્વારા વેસુ જળ વિતરણ મથકનો ઘેરાવ કરવાની સાથે છેલ્લા ચાર – ચાર દિવસથી પાણી ન મળતું હોવાની ફરિયાદ કરતાં મામલો એક તબક્કે ઉગ્ર બન્યો હતો.

સ્થાનિક મહિલાઓ દ્વારા આક્રોશ સાથે જણાવવામાં આવ્યું હતું કે, છાશવારે આ સંદર્ભે રજુઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા મગનું નામ મરી પાડવામાં આવતું નથી. પાણીના અભાવે મહિલાઓની હાલત કફોડી થવા પામી છે. વહેલી સવારથી ઓએનજીસી કોલોની સુધી પાણી ભરવા માટે મહિલાઓએ નાછૂટકે જવું પડતું હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. બીજી તરફ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ આ મુદ્દે કોઈ હકારાત્મક અભિગમ ન દાખવવામાં આવતાં મહિલાઓમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી છે.

મહિલાઓનો આક્રોશઃ કોર્પોરેટરો ફોન પણ ઉંચકતા નથી

વેસુ જળ વિતરણ મથકનો ઘેરાવ કરવા પહોંચેલી મહિલાઓએ સ્થાનિક કોર્પોરેટરો મુદ્દે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભવાની મહોલ્લામાં રહેતા જાગૃતિબેન પટેલે જણાવ્યું હતું કે સવારે પાંચ વાગ્યાથી પાણી માટે ઉજાગરા કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. અધિકારીઓ તો ઠીક આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરોને પણ રજુઆત કરવા છતાં તેઓના પેટનું પાણી હાલતું નથી. હવે સ્થિતિ એવી થઈ ચુકી છે કે કોર્પોરેટરોને પાણીની સમસ્યા સંદર્ભે ફરિયાદ કરવા માટે ફોન કરીએ છીએ તો તેઓ ફોન પણ ઉંચકતા નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ત્રણ વર્ષથી કાયમી સમસ્યા છતાં વહીવટી તંત્રનું મૌન

મગદલ્લા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યા હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આસપાસની સોસાયટીઓ અને સુમન આવાસમાં પણ નિયમિત પાણી પુરવઠો પહોંચતો હોવા છતાં માત્ર મગદલ્લાના ભવાની સ્ટ્રીટમાં જ છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે. આ મુદ્દે મહિલાઓ દ્વારા જણાવાયું હતું કે, અધિકારીઓ દ્વારા શરૂઆતમાં પાણીની લાઈન બદલવાની વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ કોરોના મહામારીને પગલે છેલ્લા બે વર્ષથી કોઈ કામગીરી કરવામાં આવી નથી. હવે જ્યારે આ મુદ્દે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે પણ વહીવટી તંત્ર દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવતા હોવાનો આક્રોશ મહિલાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">