Surat : દિવાળી પહેલા કાપડ બજારમાં દિવાળી જેવો માહોલ, રોજની 400 ટ્રક અન્ય રાજ્યોમાં રવાના

સુરતના કાપડ બજારમાં ઓગસ્ટ સુધી સુસ્તીનો જ માહોલ જોવા મળ્યો હતો. જો કે તે પછી સપ્ટેમ્બર મહિનામાં ધીમે ધીમે વેપારીની સારી શરૂઆત થઇ જેણે હવે આવનારી દિવાળીના સિઝનને લઈને પોતાની જૂની ગતિમાં પાછી આવી ગઈ છે.

Surat : દિવાળી પહેલા કાપડ બજારમાં દિવાળી જેવો માહોલ, રોજની 400 ટ્રક અન્ય રાજ્યોમાં રવાના
Surat: Diwali-like atmosphere prevails in textile market before Diwali, 400 trucks leave for other states daily
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 8:08 AM

આમ તો આ સંખ્યા વધારે નથી, પરંતુ કોરોના(Corona ) કાળના દોઢ વર્ષમાં જે પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી સુરતનો કાપડ ઉધોગ(Textile ) પસાર થયો છે, ત્યારે સુરતના કાપડ માર્કેટમાંથી અન્ય રાજયમો જનારા આ કાપડના ટ્રકની સંખ્યા પણ સારી લાગે છે. છેલ્લા બે જ મહિનામાં બદલાયેલી વેપારની પરિસ્થિતિને કારણે સુરતના કાપડ માર્કેટમાંથી અન્ય રાજ્યોમાં પાર્સલ(Parcel ) લઇ જનારા માલ વાહક વાહનોની સંખ્યામાં અચાનક જ દસ ગણો વધારો થયો છે.

અત્યાર સુધી સુરત કાપડ માર્કેટમાં સીઝન અને ઓફ સીઝનમાં તૈયાર થનારા માળના પાર્સલ દેશના અન્ય બીજા રાજ્યોના માર્કેટમાં સરેરાશ દોઢસો થી બસો જેટલી ટ્રકો જતી હતી. પરંતુ વૈશ્વિક મહામારી કોરોના બાદ તેમાં મોટો ફેરફાર આવી ગયો હતો. ગયા વર્ષે કોરોના ના કારણે કાપડ માર્કેટ બે થી અઢી મહિના સુધી તો આમ જ બંધ રહી હતી. અને જયારે અનલોકમાં માર્કેટો ખુલી તો પણ ઓડ ઇવન પદ્ધતિથી પછી ઓગસ્ટ સુધી પણ સુસ્તીનો જ માહોલ જોવા મળ્યો હતો.

જો કે તે પછી સપ્ટેમ્બર મહિનામાં ધીમે ધીમે વેપારીની સારી શરૂઆત થઇ જેણે હવે આવનારી દિવાળીના સિઝનને લઈને પોતાની જૂની ગતિમાં પાછી આવી ગઈ છે. જે હજી પણ ચાલી રહી છે. કોરોનાના ભયના માહોલ વચ્ચે ગયા વખતે તો વેપારીઓએ પણ સતર્કતા સાથે એપ્રિલથી લઈને જૂન સુધી લગ્નસરા સીઝનની હળવી તૈયારીઓ કરી હતી..પણ કોરોનાની બીજી ભયાનક લહેર વચ્ચે વેપાર થઇ શક્યો ન હતો.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

શરૂઆતમાં ફક્ત 8 થી 10 ટ્રક જ રવાના કોરોનાની બીજી ભયાનક લહેર વચ્ચે ગયા વર્ષે લોકડાઉન પણ લાગ્યું હતું. પરંતુ આ વખતે પ્રતિબંધો પહેલા જેવા નહિ હતા. 23 દિવસ પછી લોકડાઉન 21 મે ના રોજ ખુલ્યું હતું. અને પહેલા જ દિવસે સુરતના કાપડ માર્કેટમાંથી ફક્ત 8 થી 10 ટ્રકો જ રવાના થઇ હતી. લોકડાઉન ખુલ્યા ના બે અઢી મહિના સુધી પણ ટ્રકોની સંખ્યા માં કોઈ વધારો થયો નહીં હતો. અને ઓગસ્ટ સુધી આ સંખ્યા 35 થી 40 સુધી પહોંચી હતી. તે પછી સપ્ટેમ્બર મહિનાથી આ સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હતો. ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં તો આ સંખ્યા 10 ગણી વધીને 400 સુધી પહોંચી ગઈ છે.

રોજના 75 થી 80 હજાર પાર્સલ જઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટ્સ ના જણાવ્યા પ્રમાણે દિવાળીની આ સીઝનમાં આ દિવસોમાં રોજના 400 જેટલા ટ્રક દેશના અન્ય બજારોમાં જઈ રહ્યા છે. જેમાં 180 થી 200 પાર્સલ તૈયાર કાપડના હોય છે. આ રીતે દિવાળીની સીઝનમાં રોજના 75 થી 80 હજાર તૈયાર માળના પાર્સલ રવાના થઇ રહ્યા છે. જાણકારોનું માનીએ તો આ જ પરિસ્થિતિ રહી તો એક મહિનાના સમયગાળામાં જ 25 લાખ સુધીનો તૈયાર માલ સુરતના કાપડ માર્કેટથી અન્ય રાજ્યોમાં જશે.

આ પણ વાંચો : Surat : સુરતમાં રાવણ દહનના મોટા કાર્યક્રમો પર બ્રેક, પણ નાના પાયે રાવણ દહનની તૈયારીઓ પુરજોશમાં

આ પણ વાંચો : Surat : યુનિવર્સીટી ગરબા મહોત્સવ વિવાદ : વિદ્યાર્થીઓએ પીક અવર્સમાં જ કર્યો ચક્કાજામ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">