સુરત જિલ્લા પોલીસ વિવિધ ગામોમાં “ગામદૂત ” બનીને જશે, લોકોના પ્રશ્નો સમજી તેનો ઉકેલ લાવશે

સુરત જિલ્લા પોલીસ વિવિધ ગામોમાં ગામદૂત  બનીને જશે, લોકોના પ્રશ્નો સમજી તેનો ઉકેલ લાવશે
Surat district police will become 'Gamdut' in various villages

હવે કોઇપણ ગામમાં પોલીસકર્મી જશે તો તેમને ખાખી કપડાવાળા અધિકારી નહિ, પરંતુ લોકો ગામદૂત તરીકે બોલાવશે. પોલીસ દૂત બનીને દરેક ગામમાં જશે અને ગામના લોકોની પીડાઓ સમજશે.

Baldev Suthar

| Edited By: Tanvi Soni

Mar 30, 2022 | 1:14 PM

સુરત જિલ્લામાં (Surat District) ક્રાઈમ રેટ (Crime rate) ઘટાડવા માટે સુરત શહેર પોલીસ બાદ જિલ્લા પોલીસ (Surat Rural Police) દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.આપણે ત્યાર સુધી નેતાઓ ગામો દત્તક (Adopt) લેતા સાંભળ્યું છે પણ જેમાં સુરત જિલ્લાના પોલીસ કર્મી એક એક ગામ દત્તક લેશે અને 15 દિવસે આ ગામના દરેક ઘરની મુલાકાત લેશે તથા રાત્રિ રોકાણ પણ કરશે. જિલ્લા પોલીસ દ્વારા આ અનોખી પહેલને સુરત પોલીસ ગામદૂત તરીકે ઓળખાશે.

સુરત શહેર પોલીસ દ્વારા સતત લોકો સુધી પહોંચવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યાં જિલ્લા પણ પણ એક પગલું આગળ ભર્યું છે. જેમાં એક પ્રોજેક્ટ વિશે જિલ્લા એસપી ઉષા રાડા જણાવે છે કે, કોઈ પણ શહેર કે રાજ્યમાં ક્રાઈમ રેટ ઘટાડવા માટે સ્થાનિક લોકો અને પોલીસ બંનેમાં સુમેળ અને મિત્રતા હોવી જરૂરી છે. સુરત જિલ્લામાં ગ્રીષ્મા હત્યા કેસ અને નાની બાળકી પર રેપ વિથ મર્ડર કેસ બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં આ ભયનો માહોલ ઓછો કરવા તથા લોકો અને પોલીસ વચ્ચેનું અંતર દૂર કરવા સાથે ક્રાઇમ રેટમાં સતત ઘટાડો નોંધાય તે માટે આ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલનું જિલ્લા પોલીસે નામ ” ગામદૂત ” આપવામાં આવ્યું છે.

આ પહેલ અંતર્ગત સુરત જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ અથવા તો તેમના નીચેના પોલીસ કર્મીએ પોતે એક એક ગામ દત્તક લેવાનું રહેશે અને ગામને દત્તક લીધા બાદ દર 15 દિવસે આ ગામની મુલાકાત માટે જવાનું રહેશે. જ્યાં ગામના સરપંચ સાથે મળી આ પોલીસ કર્મચારી મિટિંગ કરશે, સાથે ગામના દરેક ઘરના સભ્યો સાથે મુલાકાત કરશે. જેથી ગામની સમસ્યા કે પછી કોઈની મુંઝવણ હોય તો તેનો સારી રીતે પોલીસ ઉકેલ લાવી શકે.

સાથે જ પોલીસ ગામના લોકો સાથે તેમની સાથે મિત્રતા કેળવશે. ગામમાં કોઈ પણ હિલચાલ જણાય તો તાત્કાલિક તેમનો સંપર્ક કરવા માટે પણ જણાવવામાં આવે તેવું આયોજન કરાયું છે. જેથી કોઈ બનાવ કે ઘટના બનતી હોય તો તેને અટકાવી શકાય કે પછી તે બનાવને જેમ બને તેમ જલ્દી રોકી શકાય તે માટે પ્રયાસો કરવામાં આવે. સાથોસાથ ગ્રામ પંચાયત અથવા તો ગામના કોઈ પણ એક ઘરમાં પોલીસકર્મી રાત્રી રોકાણ કરે તેવું પણ આયોજન કરાયું છે.

હવે કોઇપણ ગામમાં પોલીસકર્મી જશે તો તેમને ખાખી કપડાવાળા અધિકારી નહિ, પરંતુ લોકો ગામદૂત તરીકે બોલાવશે. પોલીસ દૂત બનીને દરેક ગામમાં જશે અને ગામના લોકોની પીડાઓ સમજશે. ખાસ કરીને બહેનો અને દીકરીઓની જે ફરિયાદો  પોલીસકર્મી તરીકે તો ખરી, પરંતુ ગામના દુત બનીને સાંભળશે. બાદમાં ઉચ્ચ અધિકારીઓ આ પોલીસ કર્મીઓ સાથે મળીને અલગ અલગ ગામોની હકીકત મેળવશે. ગામની સમસ્યા કે પ્રશ્નો શું છે અને તેનો ઉકેલ લાવવા માટે કયા પ્રયાસો કરવા તેના પર ચર્ચા કરશે. સાથે જ અધિકારીઓ પણ ગામોની મુલાકાત લેશે અને સીધા લોકો સાથે મુલાકાત પણ કરશે.

આ પણ વાંચો-

Ahmedabad: ઓઢવમાં પરિવારની હત્યાના કેસમાં ફરાર વિનોદને શોધવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી, સીસીટીવી અને કોલ ડીટેઇલ પરથી તપાસ શરુ

આ પણ વાંચો-

Jamnagar: મનપા દ્વારા લાખોના ખર્ચે સાધનો, વાહનો અને ટ્રીગાર્ડની ખરીદી, અત્યારે ઉપયોગ પહેલા જ ભંગાર હાલતમાં

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati