Surat: ચોમાસુ શરૂ નથી થયું ત્યાં જર્જરિત બિલ્ડીંગ પડવાની ઘટના શરૂ, સદનસીબે જાનહાની ટળી

Surat : હજી તો ચોમાસુ શરૂ નથી થયું ત્યાં સુરતમાં જર્જરીત બિલ્ડિંગના પડવાની ઘટનાઓ શરૂ થઈ ચૂકી છે. સુરતના ઉધના વિસ્તારમાં અંબર કોલોની પાસે આવેલ એક જર્જરિત અને જૂની બિલ્ડીંગના પહેલા માળની ગેલેરી પડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Surat: ચોમાસુ શરૂ નથી થયું ત્યાં જર્જરિત બિલ્ડીંગ પડવાની ઘટના શરૂ, સદનસીબે જાનહાની ટળી
સુરત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 29, 2021 | 2:53 PM

Surat : હજી તો ચોમાસુ શરૂ નથી થયું ત્યાં સુરતમાં જર્જરીત બિલ્ડિંગના પડવાની ઘટનાઓ શરૂ થઈ ચૂકી છે. સુરતના ઉધના વિસ્તારમાં અંબર કોલોની (Amber colony) પાસે આવેલ એક જર્જરિત અને જૂની બિલ્ડીંગના પહેલા માળની ગેલેરી પડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જોકે આ ઘટના સવારના સમયે બની હતી અવર જવર ઓછી હોવાથી કોઇ જાનહાનિ નોંધાઈ નથી. એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

સુરતના ઉધના વિસ્તારમાં અંબર કોલોની નજીક આવેલ ચાર માળની લક્ષ્મી એપાર્ટમેન્ટની બિલ્ડીંગનો પહેલા માળની ગેલેરીનો ભાગ પડી ગયો હતો. સ્થાનિક લોકોનું માનીએ તો આ બિલ્ડીંગ ખૂબ જૂની છે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

ગેલેરીનો ભાગ પડ્યો ત્યારે સવારનો સમય હતો, જેથી લોકોની અવરજવર ઓછી હતી. ગેલેરીનો ભાગમાં વાહન પર તૂટી પડતા અનેક વાહનોને નુકસાન થયું હતું. પરંતુ સદનસીબે કોઈપણ જાનહાની નોંધાઇ ન હતી.

આ ઘટનાની કોઈ જાણકારી ફાયર વિભાગ પાસે નહોતી. પરંતુ સ્થાનિકો દ્વારા પાલિકાને જાણ કરાતા પાલિકાના અધિકારીઓ દોડી આવ્યા હતા. સુરત પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો .

ઘટનાની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખાનગી જગ્યા પર બનેલી આ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં 36 ફ્લેટ આવેલા છે. પરંતુ ગેલેરીનો ભાગ જે રીતે તૂટી પડયો તેના પરથી અધિકારીઓને આ બિલ્ડીંગ ખૂબ જ જર્જરિત થઇ ગઇ હોવાનું માલુમ પડ્યું હતું.

જેથી બિલ્ડિંગમાં રહેતા રહેવાસીઓ તાત્કાલિક અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી હતી. જો તેમની પાસે વૈકલ્પિક વ્યવસ્થા ન હોય તો તેઓને નજીકની શાળામાં સામાન મુકવા બે-ચાર દિવસની વ્યવસ્થા કરી આપવાની તૈયારી પણ બતાવવામાં આવી હતી.

નોંધનિય છે કે સુરત મહાનગરપાલિકાએ પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરની જર્જરીત મિલ્કતોનો સર્વે કર્યો છે. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 1392 જેટલી બિલ્ડીંગો જર્જરિત જોવા મળી છે. પાછલા વર્ષની સરખામણીમાં આ ઈમારતોની સંખ્યા 270 જેટલી વધી છે.

સૌથી વધારે જર્જરિત બિલ્ડીંગ 238 ઉધના અને રાંદેર ઝોનમાં છે. મહાનગરપાલિકાની પણ 116 જેટલી ઇમારતો જર્જરિત છે. તેમાંથી 52 બિલ્ડીંગને તોડવા માટે કહેવામાં આવ્યું છે. જોકે મહાનગર પાલિકાએ નોટિસ આપવા ઉપરાંત અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરી.

પાંચ દિવસ પહેલા જ સુરતના પનાસ અને રાંદેર વિસ્તારમાં પણ એક બિલ્ડીંગનો સ્લેબ પડી ગયો હતો. જેમાં પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમાં બાળકો પણ સામેલ હતા.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">