Surat : દેશી દીવડાઓની સામે ચાઈનીઝ લેમ્પની ચમક ઝાંખી પડી, માર્કેટમાં સ્વદેશી દીવાઓની જ ડિમાન્ડ

ગત માર્ચથી ચીનથી ભારત આવતા તમામ માલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ સ્થિતિમાં ભારતીય બજાર દરેક ક્ષેત્રે મજબૂત દેખાઈ રહ્યું છે.

Surat : દેશી દીવડાઓની સામે ચાઈનીઝ લેમ્પની ચમક ઝાંખી પડી, માર્કેટમાં સ્વદેશી દીવાઓની જ ડિમાન્ડ
Diwali Diya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 2:50 PM

દિવાળી (Diwali) પર સુરત શહેરના લાખો ઘરોમાં સ્ટાઇલિશ ચાઇનીઝ લેમ્પ્સની (Chinese Lamps) ચમક જોવા મળતી હતી. કોરોનાકાળમાં તમામ દેશવાસીઓએ આત્મનિર્ભર ભારત તરફ લગભગ તમામ ક્ષેત્રોમાં ઝડપથી પ્રગતિ કરી છે. હવે દિવાળી પર દેશના કરોડો ઘરોમાં ચમકતા માત્ર દીવાઓને જ જોઈલો, ગઈકાલ સુધી દિવાઓમાં પણ ચીની પેદાશોનો કબજો હતો જે આ વખતે જોવા નહીં મળે.

જેને કારણે ગત માર્ચથી ચીનથી ભારત આવતા તમામ માલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ સ્થિતિમાં ભારતીય બજાર દરેક ક્ષેત્રે મજબૂત દેખાઈ રહ્યું છે. દિવાળી દીવાના માર્કેટમાં પણ આ વખતે સમાન તાકાત મળી રહી છે. ચાઇનીઝ દીવાની ગેરહાજરીમાં લોકો દિવાળીના દિવસે ઘરોમાં સ્વદેશી દીપક ઝબૂકવા માટે ઉત્સુક છે અને તેનાથી માટીના દીવાઓ એક મોટું સ્થાન બની ગયું છે.

પાસોદરા ખાતે આવેલ ગો ધરા ગૌશાળાના ડાયરેકટર જીગ્નેશ વોરા કહે છે કે. અગાઉ દેશમાં ગાયના છાણમાંથી દીવા બનાવવાની અને વેચવાની પ્રક્રિયા ચાલતી નહોતી. હવે આ શરૂ થઈ ગયું છે, તે લોકોની ગાય પ્રત્યેની આસ્થા અને વિશ્વાસમાં વધારો કરશે, પણ તે આત્મનિર્ભર બનીને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવશે. દીવા વેચતા વિનોદ ભાઈ પ્રજાપતિ કહે છે કે, દિવાળી માટે ગ્રાહકો માટીથી બનેલા દીવાની અને ખાસ કરીને ગાયના છાણના દીવાની માગ કરી રહ્યા છે, આ જોતા લાગી રહ્યું છે કે આ વખતે સ્વદેશી દીવાઓનું બજાર વધશે. ગાયના છાણમાંથી બનાવેલા દીવા હજુ ઓછા જ મળે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

એકલા ગુજરાતની આર્થિક રાજધાનીની વાત કરીએ તો, સુરતમાં સોથી વધુ હોલસેલરો અને એક હજારથી વધુ દુકાનદારો છે જે દર વર્ષે દિવાળી પર સરળતાથી 10 કરોડ દીવા વેચે છે. ગત દિવાળી સુધી ચાઇનીઝ માર્કેટમાં અડધો હિસ્સો હતો, જે આ વખતે સંપૂર્ણ શૂન્ય થઈ ગયો છે.

આત્મનિર્ભર ભારતના સપનામાં, સુરતમાં પાસોદરા નજીક ગો ધારા ગૌશાળા પણ તેના પોતાના મૂડ સાથે સંકળાયેલી છે. અહીં ગોબરમાંથી ત્રણ પ્રકારના દીવા બનાવવામાં આવે છે. અહીં ગાયના છાણને પહેલા સૂકવીને પાવડર બનાવવામાં આવે છે અને ત્યારબાદ ભીમસેની કપુર, પંચગવ્ય, હવન સામગ્રી વગેરે ઉમેરીને તેને મોલ્ડમાં ભરીને ફરીથી સૂકવવામાં આવે છે અને સૂકાયા પછી, તેમને માર્કેટર્સ અને દુકાનદારોને આકર્ષક રૂપમાં પેઇન્ટ કરે છે.

ચાઇનીઝ દીવાઓનો બજારમાં પ્રવેશવાનું બંધ થતા જ મોરબી, મુંબઇ અને કોલકાતામાં દેશી માટીના દીવાઓનું બજાર જોર પકડ્યું છે અને ત્યાંથી દેશના મોટાભાગના ભાગોમાં દિવાળીના ચમકારા માટે સતત દીવડાઓનો પુરવઠો મળી રહ્યો છે. અહીં બનાવેલા માટીના દીવા ચાઇનીઝ લેમ્પ્સ કરતા ઓછા નથી, જો કે દર ચોક્કસપણે એકથી બે રૂપિયા વધારે છે. આ ત્રણ શહેરોમાં સામાન્ય માટીના દીવા ઉપરાંત ઘરોમાં ટીંગડવાના ડિઝાઇનર લેમ્પ્સ પણ દેશભરમાં ખુબ વેેેચાય છે.

આ પણ વાંચો : Surat : દિવાળીમાં ગરીબ પરિવારના ચહેરા પર ખુશી લાવવા સુરતનું આ ગ્રુપ વહેંચી રહ્યું છે “Smiling Kit”

આ પણ વાંચો : Surat : કાપડ માર્કેટના વેપારી અને કારીગરો YouTube પર શોર્ટ મુવીમાં છવાયા, હજારો લોકોએ અભિનયના કર્યા વખાણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">