SURAT : પત્નિનું છમકલું પડ્યું ભારે : પતિના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં કર્યા વાઇરલ, ફરિયાદ કરી તો પત્ની જ નીકળી આરોપી

વેપારીની પત્ની એટલી ચાલાક હતી કે તેણે ત્રણેય બોગસ અકાઉન્ટ્સ બીજાનાં નામે બનાવ્યાં હતાં, જેમાં રાજા નામથી અકાઉન્ટ બનાવી પતિના ફોટોગ્રાફ અને મેસેજ ખુદ પતિને મોકલ્યા હતા.

SURAT : પત્નિનું છમકલું પડ્યું ભારે : પતિના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં કર્યા વાઇરલ, ફરિયાદ કરી તો પત્ની જ નીકળી આરોપી
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 26, 2021 | 7:58 PM

SURAT CYBER CRIME : ભટાર રોડ પર રહેતા અને રિંગરોડના માર્કેટમાં કાપડનો ધંધો કરતા 30 વર્ષીય વેપારીના બીભત્સ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી આપવાના કેસમાં વેપારીની M.A.ભણેલી 29 વર્ષીય પત્ની રિંકુ ખત્રી જ આરોપી નીકળી છે. વેપારીની પત્ની રિંકુએ ગુસ્સામાં આવી બીભત્સ ફોટોગ્રાફ મૂક્યા હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું છે.

ઘટનાની વાત કરવામાં આવે તો વેપારીની પત્ની રિંકુનો પતિ જોડે ઝઘડો ચાલતો હતો, જેને કારણે પિયરમાં ચાલી ગઈ હતી. વાત છૂટાછેડા સુધી પહોંચતાં પત્નીએ ગુસ્સો કાઢવા મોબાઇલથી સોશિયલ મીડિયા પર 3 બોગસ અકાઉન્ટ બનાવી પતિના બીભત્સ ફોટોગ્રાફ સાથે મેસેજ લખી પતિને સેન્ડ કર્યા હતા. પતિ ફોટોગ્રાફ અને મેસેજ જોઇ ચોંક્યો હતો. વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી ત્યારે પત્ની સામે શંકા વ્યક્ત કરી હતી.

સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યું હતું કે વેપારી જોડે રિંકુના લગ્ન 5 વર્ષ પહેલાં થયા હતા, પણ અણબનાવને કારણે ઝઘડો થતો હતો, જેને કારણે પત્ની 3 વર્ષથી પિયરમાં રહે છે. વેપારીની પત્ની એટલી ચાલાક હતી કે તેણે ત્રણેય બોગસ અકાઉન્ટ્સ બીજાનાં નામે બનાવ્યાં હતાં, જેમાં રાજા નામથી એકાઉન્ટ બનાવી પતિના ફોટોગ્રાફ અને મેસેજ ખુદ પતિને મોકલ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

એવી જ રીતે દીક્ષિત અને હિતાંશ નામથી બોગસ અકાઉન્ટ બનાવી મેસેજ અને ફોટોગ્રાફ વેપારીને મોકલ્યા હતા. બીભત્સ ફોટોગ્રાફ વેપારીને મોકલી તેને સોશિયલ મીડિયા પર મોકલી દેવાની ધમકી પણ આપી હતી, જેથી વેપારી બદનામ થઈ જાય એ માટે વધારે ગભરાતો હતો, આથી તેણે પોલીસની મદદ લીધી હતી.આખરે પોલીસે તેની જ પત્ની રીંકુ ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પાન વાંચો : Facebook, Instagram બંધની અટકળો સહિત દરેક કુદરતી કે અકુદરતી ઘટનાઓમાં શું છે તારીખ 26મીનો સંયોગ ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">