સુરત સિટી લોજિસ્ટિક કો ઓર્ડિનેશન કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે રાજ્યમાં લોજિસ્ટિક પાર્ક બનાવવાના આયોજન અન્વયે સ્ટેટ લોજિસ્ટિક કો – ઓર્ડિનેશન કમિટી એન્ડ સ્ટેટ લોજિસ્ટિક સેલની રાજ્યની તમામ મનપાઓ , અર્બન ઓથોરિટીઓ સાથે સંયુક્ત બેઠકનું આયોજન થયું હતું.
મનપા કમિશનર પાનીએ સ્ટેટ લેવલ લોજિસ્ટિક કો ઓર્ડિનેશન કમિટીની બેઠકમાં થયેલ ચર્ચા બાબતે જણાવ્યું કે , સુડાના ડી . પી . – ૨૦૩૫ માં સુરત – પલસાણા હાઇ – વે પર સચિન ઉદ્યોગનગર પાસે ભાટિયા , કાછોલી અને રાવલા વક્તાણામાં લોજિસ્ટિક પાર્ક માટે અંદાજે 8 લાખ ચો . મીટર જમીન અનામત રાખવામાં આવી છે . ૯૦ મીટરના નેશનલ હાઇ – વે ઉપરાંત દિલ્હી – મુંબઇ નેશનલ હાઇ – વે નં . 8 ની સીધી એન્ટ્રી મળી શકે તે રીતે લોજિસ્ટિક પાર્ક ડેવલપમેન્ટ પ્લાનમાં સૂચિત કરવામાં આવ્યું છે .
તદ્ઉપરાંત , મનપાના બીઆરટીએસ કોરીડોરનો ઉપયોગ રાત્રિ દરમિયાન , જ્યારે બીઆરટીએસ બસ કો કાર્યરત ન હોય ત્યારે , ફ્રેઇટ વાહનો માટે ચાર્જ લઇ ઉપયોગ ઓર્ડિનેશન કમિટીની બેઠકમાં કરવા દેવાની દિશામાં પણ વિચાર કરવામાં આવી રહ્યો છે . તદ્ઉપરાંત , ફ્રેઇટ મેનેમેન્ટ માટે અર્બન ટ્રાન્સપોર્ટ – એકેડેમિક ઇન્સ્ટિટ્યુટોને સર્વે સૂચનો માટે જોડવામાં આવશે .સુરત સિટી લોજિસ્ટિક કો – ઓર્ડિનેશન કમિટી દ્વારા સુરત શહેરને તથા આસપાસના વિસ્તારોના ડેવલપમેન્ટ તથા હાઇ – વે સાથેની કનેક્ટિવિટી , રોડ ટ્રાન્સપોર્ટેશનનું ઉપલબ્ધ માળખું વગેરેને ધ્યાને રાખી લોજિસ્ટિક પ્લાન તૈયાર કરવા માટેની સંમતિ જીઆઇડીબી સમક્ષ રજૂ કરી દીધી છે .
કો – ઓર્ડિનેશન કમિટી એન્ડ સ્ટેટ લોજિસ્ટિક સેલ સાથેની આગામી બેઠકમાં બુલેટ ટ્રેનનું સ્ટોપેજ સુરતમાં અંત્રોલી ગામ પાસે આપવા બાબતે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત સરોલી, સુરત કડોદરા રોડ સુધી મેટ્રો ટ્રેનનું પ્લાનિંગ લંબાવવાનું તથા તેને અંત્રોલી સુધી બુલેટ ટેનની કનેક્ટિવિટી માટે લંબાવી શકાશે કે કેમ તે અંગેનો મુદ્દો પણ એજન્ડામાં સામેલ કરવામાં આવશે.
આ પણ વાંચો :આ લિંક ઉપર ક્લિક કરી સરળતાથી સરકારી નોકરી મેળવવાનો મેસેજ તમને મળ્યો કે નહિ? જાણો હકીકત
આ પણ વાંચો :IND vs PAK, WWC 2022: સ્મૃતિ મંધાનાનો પાકિસ્તાન સામે રેકોર્ડ, આ કમાલ કરનાર ચોથી ભારતીય બની