Surat : કોરોનાના દૈનિક કેસમાં ફરી વધારો, નવા 99 પોઝિટિવ દર્દી નોંધાયા, એકિટવ કેસની સંખ્યા 600 નજીક પહોંચી

કોર્પોરેશનના (SMC) આરોગ્ય વિભાગના (Health department) જણાવ્યા પ્રમાણે હાલ લોકો માસ્ક પહેરવા બાબતે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની બાબતે બેદરકારી બતાવી રહ્યા છે. આ જ કારણ છે કે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

Surat : કોરોનાના દૈનિક કેસમાં ફરી વધારો, નવા 99 પોઝિટિવ દર્દી નોંધાયા, એકિટવ કેસની સંખ્યા 600 નજીક પહોંચી
Surat Corona Update (Symbolic Image)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 30, 2022 | 9:23 AM

સુરતમાં કોરોનાના (Corona) કેસોમાં વધારો યથાવત રહ્યો છે. શહેર (Surat) જિલ્લા મળીને વધુ 99 જેટલા કેસો નોંધાયા છે. જેમાં વધુ 6 વિધાર્થી, પ્રોફેસર, બે શિક્ષિક, એડવોકેટ અને સ્ટાફ નર્સ સંક્રમિત થયા છે. કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થતાં આરોગ્ય વિભાગે (Health Department) ટેસ્ટિંગ અને ટ્રેકિંગની કામગીરી સઘન બનાવી છે. દરેક ઝોનમાં બે ધન્વંતરી રથ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.

સૌથી વધુ અઠવા ઝોનમાં કોરોનાના કેસ

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર શહેર જિલ્લામાં કોરોનાના વધુ 99 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંખ્યા 1,63,016 ઉપર પહોંચી છે. જ્યારે વધુ 45 લોકોએ કોરોનાને માત આપી છે. હાલ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધી 482 ઉપર પહોંચી છે. છેલ્લા નવા નોંધાયેલા દૈનિક કેસમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 16, લીંબાયતમાં 13, રાંદેરમાં 12, વરાછા-એ અને કતારગામ ઝોનમાં 11-11, વરછા-બીમાં 7, સેન્ટ્રલ ઝોનમાં 6 અને સૌથી ઓછા ઉધના-એ ઝોનમાં 3 કેસ નોંધાયા છે.

ડિસ્ચાર્જની સંખ્યા 42,333 ઉપર પહોંચી

સુરત શહેરમાં નોંધાયેલા નવા કેસની સાથે જિલ્લામાં પણ કોરોનાના કેસના વધારા સાથે વધુ 20 નવા કેસ નોંધાયા હતા આ સાથે કુલ કેસની સંખ્યા 43,007 ઉપર પહોંચી છે. જ્યારે વધુ 12 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. આ સાથે ડિસ્ચાર્જની સંખ્યા 42,333 ઉપર પહોંચી છે. હાલ 115 એક્ટિવ કેસ છે. જિલ્લામાં નોંધાયેલા વધુ 20 કેસમાં બારડોલી, ઓલપાડ અને પલસાણામાં ચાર-ચાર, અને ચોર્યાસી, કામરેજ, મહુવા અને માંગરોળમાં બે-બે કેસનો સમાવેશ થાય છે.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

કુલ કેસની સંખ્યા 2,06,023થી વધુ

સુરત શહેર અને જિલ્લામાં મંગળવાર કરતાં બુધવારે 23 નવા દર્દીઓના વધારા સાથે વધુ નવા કેસનો ચોપડે ઉમેરો થયો છે. આ સાથે કુલ કેસની સંખ્યા 2,06,023 ઉપર આંબી ગઈ છે. વધુ 57 લોકોએ કોરોનાને હરાવ્યો હતો, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 600ને નજીક એટલે કે 597 થઇ છે. નવા નોંધાયેલા દર્દીઓમાં વધુ છ વિદ્યાર્થી, પ્રોફેસર, બે શિક્ષિક, એડવોકેટ અને સ્ટાફ નર્સ કોરોના સંક્રમિત થયા છે. જેમાં વધુ બે પરિવારો પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

લોકોને માસ્ક પહેરવા કરાઇ અપીલ

કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ લોકો માસ્ક પહેરવા બાબતે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની બાબતે બેદરકારી બતાવી રહ્યા છે. આ જ કારણ છે કે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોરોનાના કેસો ફરી વધી રહ્યા હોય લોકો સાવચેતી રાખે. અમે ટેસ્ટિંગ વધાર્યું છે. અને જરૂર પડ્યે તો રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર પણ ટીમ ગોઠવીને ચેકીંગ હાથ ધરીશું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">