Surat: કોરોનાની સ્થિતિને લઈ ચેમ્બર ઓફ કોર્મસ આવ્યું સામે, શનિવાર અને રવિવાર બે દિવસ સ્વયંભૂ બંધ રાખવા જનતાને અપીલ

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા છે અને રાજ્યની સ્થિતિ વણસી રહી છે. ત્યારે સુરત (Surat)માં કોરોનાની ચેઈન તોડવા માટે સુરત ચેમ્બર ઓફ કોર્મસ (Surat chamber of Commerce) આગળ આવ્યું છે.

| Updated on: Apr 16, 2021 | 7:10 PM

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા છે અને રાજ્યની સ્થિતિ વણસી રહી છે. ત્યારે સુરત (Surat)માં કોરોનાની ચેઈન તોડવા માટે સુરત ચેમ્બર ઓફ કોર્મસ (Surat chamber of Commerce) આગળ આવ્યું છે. કોરોના વાઈરસની સ્થિતિને લઈને ચેમ્બર ઓફ કોર્મસ સામે આવ્યું છે અને શનિવાર અને રવિવારે સ્વયંભૂ બંધ રાખવા જનતાને અપીલ કરી છે. શહેરમાં બે દિવસ જનહિત માટે સ્વયંભૂ બંધ માટેનું આહ્વાન કરવામાં આવ્યું છે.

સુરત શહેરમાં વધી રહેલા કોરોના વાઈરસના કેસોને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો બે દિવસ બજારો બંધ રહેશે તો કોરોનાની ચેઈન તોડી શકાશે. ડાયમંડ બ્રોકર એસોસિએશનનો આ પ્રકારનો નિર્ણય છે, એસોસિએશનના સભ્યો સ્વૈચ્છિક લોકડાઉન રાખશે. જેથી, 17 અને 18 એપ્રિલના રોજ સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવશે. ટેક્સટાઈલ માર્કેટ પણ બંધ રાખવામાં આવશે.

Gujarat High Courtનો રાજ્ય સરકારને મહત્વનો નિર્દેશ

રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ પર સુઓમોટો કરીને ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી.15 એપ્રિલે ગુરુવારે હાઈકોર્ટે કોરોનાના આંકડાઓ અંગે રાજ્ય સરકારને વેધક સવાલ પૂછ્યા હતા તો હવે આજે 16 એપ્રિલને શુક્રવારે રાજ્યમાં કોરોના સંક્રમણના આંકડાઓ અંગે હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે.

સુઓમોટો પરની બીજી વખતની સુનાવણીમાં 15 એપ્રિલને ગુરુવારે હાઈકોર્ટે (Gujarat High Court) સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા કોરોનાના આંકડાઓ અંગે વેધક સવાલો કર્યા હતા. હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે શું આ આંકડાઓ સાચા છે? હાઈકોર્ટે પણ કહ્યું કે આ આંકડાઓ સાચા નથી લાગતા.

કારણ કે રાજ્યમાં સર્જાયેલી અને વિકરાળ બનેલી કોરોનાની પરિસ્થિતિથી આ આંકડાઓ વિપરિત છે. હવે આજે 16 એપ્રિલે ત્રીજી વખતની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે કે સરકાર કોરોનાના સાચા આંકડાઓ જાહેર કરે, જેથી કરીને જનતામાં વિશ્વાસ બેસે. હાઈકોર્ટે રાજ્ય સરકારને કોરોનાના સાચા આંકડાઓ જાહેર કરવાની સાથે રિયલ ટાઈમ પોર્ટલ બનવાનો પણ આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: લોકડાઉનનો ભય ઉભો કરી પરપ્રાંતીયોને સલામત ઘરે પહોંચડવાના નામે પૈસા પડાવતા ટ્રાવેલ્સ સંચાલકની ધરપકડ કરાઈ

Follow Us:
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
g clip-path="url(#clip0_868_265)">