Surat: કોર્પોરેશનની ઘોર બેદરકારી આવી સામે, કોરોનાની વૅક્સીન ન લીધી હોવા છતા સર્ટિફિકેટ ઇશ્યૂ કરાયા

સુરતમાં વૅક્સીન આપવાને લઈ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. વૅક્સિન લીધા વગર જ લોકો પાસે વૅક્સિન લીધી હોવાના સર્ટિફિકેટ આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં ત્રણ એવા કિસ્સા સામે આવી ચૂક્યા છે.

| Updated on: Mar 15, 2021 | 11:32 AM

સુરતમાં વૅક્સીન આપવાને લઈ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. વૅક્સિન લીધા વગર જ લોકો પાસે વૅક્સિન લીધી હોવાના સર્ટિફિકેટ આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં ત્રણ એવા કિસ્સા સામે આવી ચૂક્યા છે. પહેલો કેસ શનિવારે આવ્યો હતો, ત્યારબાદ રવિવારે બે વધુ કિસ્સા સામે આવ્યાં છે. જેમાં વરિષ્ઠ દંપતિએ રસી લીધી ન હોવા છતાં તેમણે રસી લઈ લીધી હોવાના સર્ટિફિકેટ આપી દેવાયા છે.

સિનિયર સિટીઝને NGO મારફતે નોંધણી કરાવી હતી. તેઓ બમરોલી હેલ્થ સેન્ટરમાં 13 માર્ચે વેક્સિન લેવા જાય તે પહેલા જ તેમને રસી લઈ લીધી હોવાના સર્ટિફિકેટ મળતા ચોંકી ગયા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે, વૅક્સિન મુકનારમાં નર્સ મનીષા ગોહિલના નામનો ઉલ્લેખ છે. પરંતુ હકીકત એ છે કે. આ નર્સ બે મહીનાથી રજા પર છે. આ ગોટાળા પછી સુરત મહાપાલિકા પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે. તે પણ સમજી નથી શકી કે આ ગરબડ ક્યાંથી થઈ રહી છે. એક પછી એક એમ ત્રણેક કિસ્સા સામે આવી જતાં આખરે પાલિકાની ટીમ તપાસ શરૂ કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">