Surat : કોર્પોરેશન દ્વારા ખાડી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સેવા શરૂ કરાતા મોટી રાહત

ત્રણથી ચાર ફુટ પાણી (Water )ભરાયા હોવા છતાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી હાથ ધરવામાં આવતાં ઘરમાં ગોંધાઈ રહેવા માટે મજબુર બનેલા નાગરિકો ખાસ કરીને ગૃહિણીઓ ભારે રાહતની લાગણી અનુભવી હતી.

Surat : કોર્પોરેશન દ્વારા ખાડી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સેવા શરૂ કરાતા મોટી રાહત
door-to-door service in flood-affected areas(File Image )
Follow Us:
| Updated on: Aug 18, 2022 | 6:01 PM

શહેરના(Surat ) લિંબાયત ઝોનમાંથી પસાર થતી મીઠી ખાડી છેલ્લા ત્રણ દિવસથી માત્ર વહીવટી (SMC) તંત્ર જ નહીં પરંતુ નીચાણવાળા વિસ્તારના નાગરિકો(Public ) માટે પણ હેરાનગતિનો ભાગ બની રહી છે. આજે સતત ત્રીજા દિવસે પણ મીઠી ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ રહેવાને કારણે નોકરી – ધંધા માટે જનારા નાગરિકોને નાછૂટકે મનપા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલા ટ્રેક્ટરોનો સહારો લેવો પડ્યો હતો. ખાસ કરીને પરવટ ગામમાં આવેલા ઋષિ વિહાર અને માધવ બાગ સહિત આસપાસની સોસાયટીના વેપારીઓ – નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નોકરિયાતોની હાલત કફોડી :

જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મંગળવારથી જ મીઠી ખાડીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગણતરી કલાકોમાં મીઠી ખાડી ઓવર ફ્લો થઈ જવાને કારણે છેલ્લા ત્રણ દિવસથી સારોલી, કુંભારિયા, પરવટ, ડુંભાલ અને લિંબાયતના કમરૂનગર, બેઠી કોલોની સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ સ્થિતિ વચ્ચે ઘરની બહાર ત્રણથી ચાર ફુટ પાણી ભરાયા હોવા છતાં નોકરી – ધંધા માટે નીકળનાર વર્ગની હાલત સૌથી વધુ દયનીય થવા પામી છે.

કોર્પોરેશને શરૂ કરી ટ્રેકટર સેવા :

ગઈકાલે આ વિસ્તારોમાં પેડલ રિક્ષા અને લારીવાળાઓ દ્વારા ઉઘાડી લૂંટ શરૂ કરવામાં આવી હોવાનો આક્રોશ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવતાં આજે મનપા દ્વારા સવારથી જ આ વિસ્તારોમાં ટ્રેકટરો થકી લોકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવતાં લોકોએ આંશિક રાહત અનુભવી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

લોકો જન્માષ્ટમીનો તહેવાર ખાડીના પાણીમાં ઉજવવા મજબુર :

એક તરફ આખુ સુરત શહેર જન્માષ્ટમીના તહેવારની તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ શહેરના લિંબાયત ઝોનમાં આવેલ મીઠી ખાડીના પુરગ્રસ્ત વિસ્તારો આજે પણ ત્રણથી ચાર ફુટ પાણીમાં ગરકાવ રહેવાને કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગર પાલિકા દ્વારા આ વિસ્તારોમાંથી પાણીના જળસ્તરમાં ઘટાડો થાય તે માટે છેલ્લા 24 કલાકથી કરવામાં આવી રહેલા પ્રયાસો હાલ વામણાં પુરવાર થઈ રહ્યા છે ત્યારે 50 હજારથી વધુ નાગરિકો નાછૂટકે જન્માષ્ટમીનો તહેવાર ખાડી પુરના પાણીમાં ઉજવવા મજબૂર બનશે.

ડોર ટુ ડોર સેવા શરૂ કરાઈ :

આ સ્થિતિમાં ખાડી પૂરને કારણે પ્રભાવિત વિસ્તારોમાંથી પાણી ઉલેચવા માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી પણ ઓછી સાબિત છે. જો કે, આજે લિંબાયત ઝોન દ્વારા બે દિવસ બાદ પુરગ્રસ્ત વિસ્તારો અને સોસાયટીઓમાં ત્રણથી ચાર ફુટ પાણી ભરાયા હોવા છતાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી હાથ ધરવામાં આવતાં ઘરમાં ગોંધાઈ રહેવા માટે મજબુર બનેલા નાગરિકો ખાસ કરીને ગૃહિણીઓ ભારે રાહતની લાગણી અનુભવી હતી. બીજી તરફ આ વિસ્તારોમાં આજે પણ લિંબાયત ઝોન દ્વારા જરૂરિયાત મુજબ પાણીના ટેન્કરો સાથે ફુડ પેકેટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">