Surat : ગુજરાતના ગામડામાં ‘ઓટો વેધર સિસ્ટમ’ કાર્યરત કરશે : મંત્રી મુકેશ પટેલ

એપીએમસી (APMC) કેરીનો રસ, જુદા જુદા જ્યુસ,પલ્પ, કેરીનું અથાણું, ટોમેટો કેચઅપ અને ટોમેટો જામ જેવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન 3 વર્ષથી કરી રહી છે.

Surat : ગુજરાતના ગામડામાં 'ઓટો વેધર સિસ્ટમ' કાર્યરત કરશે : મંત્રી મુકેશ પટેલ
Minister Mukesh Patel (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 10:02 AM

સુરતના (Surat ) મગોબ, પુણા કુંભારીયા સ્થિત (APMC) માં દક્ષિણ ગુજરાતના પ્રથમ ‘APMC અમૃત્તમ રિટેલ આઉટલેટ અને સુમુલ (Sumul ) પાર્લરનું ઉદઘાટન કૃષિ, ઉર્જા મંત્રી મુકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યના ખેડૂતોની પેદાશોનું પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન કરી નિકાસ દ્વારા ખેડુતોને વધુ ભાવો મળી રહે તેવા આશયથી રિટેલ આઉટલેટ શરૂ કરાયો છે.

ટામેટા, કેરી જેવી પેદાશોની ખરીદી અને પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન કરી કેરીનો રસ, અથાણા, ટામેટાનો પલ્પ, કેચઅપ જેવી પેદાશોનું વેચાણ અને નિકાસ થઈ શકશે. અહીં સુમુલ ડેરીની પણ પ્રોડક્ટ્સનું વેચાણ કરવામાં આવશે. મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે,સુરત APMC યોગ્ય વહીવટ અને મેનેજમેન્ટના કારણે કૃષિ વ્યસ્થાપનમાં રાજ્યભરમાં અગ્રેસર રહી છે. એપીએમસીએ કોરોનાના કપરાકાળ દરમિયાન સમગ્ર સુરત જિલ્લામાં પોષણક્ષમ દરે શાકભાજીની સમયસર હોમ ડિલીવરી આપવાનું ઉમદા કાર્ય કર્યું હતું. લીલા કચરામાંથી ગેસ બનાવવાનું કાર્ય પણ સુરત APMC કરી રહી છે.

કમોસમી વરસાદના કારણે થતા પાકના નુકસાનને ઘટાડવા ગામે-ગામ ‘ઓટો વેધર સિસ્ટમ’ લગાવવામાં આવશે : મંત્રી મુકેશ પટેલ

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મંત્રી મુકેશ પટેલ દ્વારા આ કાર્યક્રમમાં એક મહત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં કમોસમી વરસાદને કારણે પાકને થતા નુકશાનને ઘટાડવા માટે રાજ્યના ગામોમાં ઓટો વેધર સિસ્ટમ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સિસ્ટમમાં વરસાદના આગમનની આગોતરી જાણ થશે. જેથી ખેડૂતો માટે ખેતી વધુ સુવિધાજનક અને સરળ બનશે.

ખેડૂતોને સુરત APMC દર વર્ષે ખેડૂતો પાસેથી 600 થી 800 ટન કેરી, અન્ય ફળો અને શાકભાજી જથ્થાબંધ ખરીદે છે. એપીએમસી તેમાંથી કેરીનો રસ, જુદા જુદા જ્યુસ,પલ્પ, કેરીનું અથાણું, ટોમેટો કેચઅપ અને ટોમેટો જામ જેવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન 3 વર્ષથી કરી રહી છે. APMC દ્વારા કૃષિપાક, ફળ અને શાકભાજીની ખરીદી સાથે મૂલ્યવૃદ્ધિ થવાથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે. ગુણવત્તાસભર કેરીના રસનું વેચાણ ભારત સહિત અમેરિકા, ઈંગ્લેન્ડ, કેનેડા, યુરોપિયન દેશોમાં કરી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ, જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવીન પટેલ, APMCના હોદ્દેદારો, કમિટીના સભ્યો, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">