Surat: 20 વર્ષ પછી યોજાનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી પર રહેશે સૌની નજર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટે ઘણા વર્ષો બાદ ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપની સંકલનમાં જાહેર કરાયેલા સત્તાવાર ઉમેદવાર ઉપરાંત ભાજપના એક કોર્પોરેટરે ભાજપ તરફથી અપક્ષનું વધારાનું ફોર્મ ભર્યું છે.

  • Publish Date - 11:24 pm, Thu, 24 June 21 Edited By: Kunjan Shukal
Surat: 20 વર્ષ પછી યોજાનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી પર રહેશે સૌની નજર
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

Surat: સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી સુરત ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. કારણ કે ભાજપના એક કોર્પોરેટરે સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હોવા છતાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જે ભાજપ માટે હવે મુશ્કેલી બની રહી છે.

 

એક ચર્ચા પ્રમાણે આપના બે સભ્યો સાથે સેટિંગના દાવા સાથે ભાજપ પ્રેરિત અપક્ષોએ ફોર્મ પર આવતા હવે આ મુદ્દો ભાજપ માટે અઘરો સાબિત થઈ રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટે ઘણા વર્ષો બાદ ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપની સંકલનમાં જાહેર કરાયેલા સત્તાવાર ઉમેદવાર ઉપરાંત ભાજપના એક કોર્પોરેટરે ભાજપ તરફથી અપક્ષનું વધારાનું ફોર્મ ભર્યું છે. એવી ચર્ચા છે કે કોર્પોરેટર અને અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે ભાજપના કોર્પોરેટરો અને મનપાના કેટલાક પદાધિકારીએ પડદા પાછળ રોલ ભજવ્યો છે.

 

તેઓ આપના સભ્યો સાથે સંપર્કમાં હોવાનો દાવો કરીને મોટા નેતાઓ સામે કરીને આ ફોર્મ ભરવામાં આવ્યું છે. આવતીકાલે ચૂંટણીને લઈને પ્રશિક્ષણ વર્ગ પણ કરવામાં આવ્યું છે. ભાજપના 93 કોર્પોરેટરોને વિવિધ જૂથમાં વહેંચીને મતદાન કેવી રીતે અને કોને કરવું તે માટેની તાલીમ પણ આપવામાં આવી છે. ભાજપી સભ્યોને ક્રમ આધારિત કેટલા મત આપવા તે જણાવવામાં આવ્યું છે. શિક્ષણ સમિતિના 10 સત્તાવાર ઉમેદવાર તથા વધારાના એક બિનસત્તાવાર ઉમેદવારને જીતાડવા પણ ભાજપ સંગઠન કામે લાગી ગયું છે.

 

એક કોર્પોરેટર મહત્તમ 8 વોટ આપી શકે છે. કોઈ ગ્રુપને બે કે ત્રણ ઉમેદવાર વચ્ચે મહત્તમ 8 મતની વહેંચણી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ બિનસત્તાવાર ઉમેદવાર રાકેશ ભીખડીયાનો ક્રમાંક
8 છે. ભાજપના અન્ય ઉમેદવારની સાથે આ 8 નંબર પર પણ જીતાડવા સૂચના અપાઈ છે. ભાજપના કોર્પોરેટરોનું સંખ્યાબળ વધારે હોવાથી તમામ સત્તાવાર છ સભ્યો સરળતાથી જીતી જશે. સમિતિની ચૂંટણીમાં જીતવા માટે 106થી વધુ મતની જરૂર છે.

 

ભાજપના 6 ઉમેદવારોનો વિજય થયા બાદ કેટલાક મત ફાજલ પડે છે. ત્યારે આ ફાજલ મત અપક્ષ ઉમેદવારને આપવા સૂચના આપવામાં આવી છે. ભાજપના કોર્પોરેટરોના તમામ ફાજલ મત અપક્ષને મળે તો પણ રાકેશ ભીખડીયાને જીતવા બીજા ચારથી પાંચ મતની જરૂર રહેશે. આ મત આપમાંથી કેવી રીતે આવશે તેના પર અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ક્રોસ વોટિંગ ન થાય તેનું ધ્યાન આપ પણ રાખી રહ્યું છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati