Surat : કાપોદ્રામાં સગીરનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા

આ કેસમાં ન્યાયાધીશે (judge ) પોતાના ચુકાદામાં ટાંક્યું હતું કે આરોપી દ્વારા ભોગ બનનાર પર એક કરતાં વધુ વખત જાતીય હુમલા અને બળાત્કાર કરવામાં આવ્યો છે.

Surat : કાપોદ્રામાં સગીરનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષની સજા
Surat District Court (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 10:01 AM

શહેરના (Surat )એક વિસ્તારમાં સગીર કન્યાનું લગ્નની લાલચે અપહરણ કરી બળાત્કાર(Rape ) ગુજારનાર ઇસમને કોર્ટે પુરાવા આધારે કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખ્ત કેદ અને 20 હજારના દંડનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવી હતી કે સુરતના એક વિસ્તારમાં રહેતી સગીર દીકરી ગઇ તારીખ 31 જુલાઇ 2019 રોજ રાત્રિના સમયે ગુમ થઇ ગઈ  હતી. જેના કારણે પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી ક્યાંય પણ પત્તો નહીં લગતા કાપોદ્રા પોલીસ મથકમાં પરિવારે અજાણ્યા દ્વારા સગીરાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.

જે ફરિયાદ આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી.  અને સગીરાનું અપહરણ કરનાર આરોપી કાપોદ્રામાં આનંદ એપાર્ટમેન્ટ, સત્યનારાયણ સોસાયટી, રવિ પાર્કની બાજુમાં રહેતા તેમજ મૂળ અમરેલીના  31 વર્ષીય રતકલાકાર શિવા નારણભાઇ મકવાણાને ઝડપી પાડ્યો હતો. આરોપી શિવા મકવાણાએ સગીરાનું અપહરણ કરી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેથી પોલીસ અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી. તેમજ પોલીસ આરોપી શિવા સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતાં ઇન્સાફી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં મદદનીશ સરકારી વકીલ વિશાલ એલ. ફળદુએ ધારદાર દલીલ કરી હતી. આ કેસ સુરતના વિશેષ ન્યાયાધીશ (પોકસો કેસ)ની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ દિલીપ મહિડાએ મૌખિક અને દસ્તાવેજી પુરાવા આધારે આરોપી શિવ મકવાણાને કસૂરવાર ઠેરવ્યો હતો. અને આરોપીને 20 વર્ષની સખત કેદ અને 20 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ પીડિતાના પરિવારને ત્રણ લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો હતો.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

સગીર બાળા સાથે ઘટતી ઘટના સમગ્ર જીવનને અસરકર્તા રહે છે : કોર્ટ

આ કેસમાં ન્યાયાધીશે પોતાના ચુકાદામાં ટાંક્યું હતું કે આરોપી દ્વારા ભોગ બનનાર પર એક કરતાં વધુ વખત જાતીય હુમલા અને બળાત્કાર કરવામાં આવ્યો છે. તેના કારણે ભોગ બનનાર અને તેના પરિવારજનોને ઘણો માનસિક આઘાત લાગ્યો છે. વધુમાં કોઇ પણ સગીર વયની બાળા કે જે પોતાના સારા-નરસાનું ભાન ધરાવતી નથી તેની સાથે આવી અઘટિત ઘટના ઘટે ત્યારે ફક્ત તેટલા સમય માટે જ નહીં પરંતુ તે ઘટના તેના સમગ્ર જીવનને અસરકર્તા છે, સમાજમાં નીચા જોવાપણાનો ડર સતાવતો રહે છે. જેથી હુકમ કરવો યોગ્ય, ન્યાયી અને ઉચિત હોવાનું આ અદાલતનું માનવું છે.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">