Surat : કતારગામની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર નરાધમને 20 વર્ષની કેદ

મૂળ બિહારના આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે નનકી મોહમ્મદ હુસૈન શેખલગ્ન કરવાના ઇરાદે ચપ્પુ બતાવી ‘તુ મેરે સાથ નહીં આઇ તો મે તેરે કો ઓર તેરે બાપ કો માર ડાલુગા’તેવી ધમકી આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેણીનું અપહરણ કરીને લઇ ગયો હતો.

Surat : કતારગામની સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર નરાધમને 20 વર્ષની કેદ
Surat court
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 28, 2022 | 11:50 AM

સુરત (Surat) શહેરમાં બાળકીઓ પર બળાત્કારના કિસ્સાઓમાં ગુનેગારોને ઝડપથી સજા મળે અને કડક સજા કરીને એક ઉદાહરણ બેસાડવા જિલ્લા ન્યાયતંત્ર કટિબદ્ધ છે. અગાઉ પણ બાળકીઓ પર દુષ્કર્મ ના કિસ્સાઓમાં આરોપીઓને ફાંસીથી લઈને જન્મટીપ સુધીની સજા ફટકારવામાં આવી ચુકી છે. ત્રણ વર્ષ પહેલા સુરત શહેરમાં આવેલા ચોકબજાર ફુલવાડી વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરાને ચપ્પુની અણીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી અપહરણ (abducting)  કરી ગયા બાદ બળાત્કાર ગુજારનાર આરોપીને કોર્ટે (Court) 20 વર્ષની સખત કેદ અને 20 હજારનાં દંડનો હુકમ કર્યો હતો.

આ કેસની વધુ મળતી માહિતી અનુસાર ગત તા.8 સપ્ટેમ્બર, 2019 ના રાત્રીના સમયગાળા દરમિયાન ચોકબજાર ફુલવાડી વિસ્તારમાં રહેતી 13 વર્ષીય તરૂણીને ભરીમાતા રોડ પર રહેતા અને મૂળ બિહારના આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે નનકી મોહમ્મદ હુસૈન શેખલગ્ન કરવાના ઇરાદે ચપ્પુ બતાવી ‘તુ મેરે સાથ નહીં આઇ તો મે તેરે કો ઓર તેરે બાપ કો માર ડાલુગા’તેવી ધમકી આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેણીનું અપહરણ કરીને લઇ ગયો હતો.

આવું કહેતા સગીરા ખૂબ જ ડરી ગઈ હતી. અને તે પ્રતિકાર કરી શકી નહોતી. આવું કહીને આરોપી બાદમાં સગીરાને રેલવે સ્ટેશન અને ત્યાંથી વેડરોડ પંડોળ સહયોગ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટી પ્લોટ નં.107 રૂમ નં.403 ચોથા માળે લઇ જવાઇ હતી. જ્યાં તેણી સાથે દુષ્કર્મ કર્યું હતું. આ બનાવ અંગે ચોકબજાર પોલીસે આરોપી સામે અપહરણ, બળાત્કાર અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. બળાત્કારનો ભોગ બનેલી સગીરાએ કોર્ટ સમક્ષ 164 મુજબ નિવેદન નોંધાવ્યું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ કેસની આજે કોર્ટમાં સુનાવણી થતા સરકારી વકીલ વી.એલ.ફળદુ હાજર રહ્યા હતા. કોર્ટે સાંયોગિક પુરાવા, ફોરેન્સિક રીપોર્ટ, મેડીકલ રિપોર્ટના આધારે આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે નનકી મોહમદ હુસૈન શેખને પોક્સો એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવી 20 વર્ષની સજા અને 20 હજારના દંડ સાથે પીડિતાને 1 લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

નોંધનીય છે કે બાળકીઓ પર બળાત્કારના કિસ્સાઓમાં બળાત્કારીઓમાં એક ઉદાહરણ પેસે અને બીજી વાર તેઓ આવા ગુનાઓ કરતા પણ ડરે તેવા આશય સાથે સુરતમાં પોલીસ અને ન્યાયતંત્રએ કમર કસી છે. આવા કિસ્સાઓમાં ઝડપથી ફરિયાદ દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરવાથી લઈને, કેસને ફાસ્ટ ટ્રેક પર ચલાવીને તેમને ઝડપી સજા મળે તે દિશામાં પ્રયત્નો કરાઈ રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">