Surat: વેક્સિનેશન માટે અનોખો પ્રયોગ, હવે દરેક ઝોનમાં શરૂ કરાશે મોબાઈલ વેક્સિનેશન સેન્ટર

સુરત શહેરમાં 100 ટકા વેક્સિનેશન માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત તમામ ઝોનમાં બસો ફાળવીને મોબાઈલ વેક્સિનેશન સેન્ટર દ્વારા લોકોને કોરોના વેક્સિન આપવા માટે કમિશનરે ખાસ સુચના આપી છે.

Surat: વેક્સિનેશન માટે અનોખો પ્રયોગ, હવે દરેક ઝોનમાં શરૂ કરાશે મોબાઈલ વેક્સિનેશન સેન્ટર
SMC
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 9:53 PM

ગણેશ ઉત્સવની સાથે તહેવારોની મોસમ પણ શરૂ થઈ ગઈ છે અને લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થતાં જોવા મળી રહ્યા છે. ત્યારે જીવલેણ કોરોના ફરી લોકોને પોતાના અજગરી ભરડામાં જકડી ન લે તે માટે મ્યુનિસિપલ કમિશ્નરે તાત્કાલિક તકેદારીના પગલાં લેવા અધિકારીઓને આદેશ આપ્યો છે.

સુરત શહેરમાં 100 ટકા વેક્સિનેશન માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત તમામ ઝોનમાં બસો ફાળવીને મોબાઈલ વેક્સિનેશન સેન્ટર દ્વારા લોકોને વેક્સિન આપવા માટે કમિશનરે ખાસ સુચના આપી છે, વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય, પરંતુ બીજો ડોઝ લેવાનો બાકી હોવા છતાં આળસ કરી રહેલા લોકોને શોધી શોધીને બસમાં તૈયાર કરવામાં આવેલા વેક્સિનેશન સેન્ટર દ્વારા વેક્સિન આપવાની ઝુંબેશ શરૂ કરવામાં પણ કમિશનરે આરોગ્ય અધિકારીઓ તેમજ ઝોનના અધિકારીઓને ખાસ સુચના આપી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ ઉપરાંત જે વિસ્તારમાં વેક્સિન નહીં લેનારા લોકોની સંખ્યા વધારે હોય તે વિસ્તારમાં મોબાઈલ વેક્સિન બસ ફેરવીને વેક્સિનેશન ડ્રાઈવ સફળ બનાવવા ઉપર ભાર આપવા મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ સૂચના આપી છે. આ ઉપરાંત શહેરમાં કેટલાક સ્થળોએ ગણેશ મંડપની બાજુમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે તો આ સેન્ટરોમાં કોવિડ 19ની ગાઈડલાઈનનો અમય યોગ્ય થાય છે કે નહીં તેની ચકાસણી કરવાની પણ ખાસ સુચના આપી છે.

સ્કૂલના મુખ્ય દરવાજા પર ફુલ્લી વેક્સિનેટેડ સ્ટાફનું બોર્ડ લગાવવા આદેશ

પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો શરૂ કરવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓ કોરોના વાઈરસથી સંક્રમિત બને નહીં તે માટે સરકારે ખાસ કાળજી રાખવાનો આદેશ આપ્યો છે. તમામ  શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની 100 ટકા વ્યક્તિને વેક્સિનેટેડ કરવાની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં જે સ્કૂલોમાં તમામ સ્ટાફને વેક્સિન આપી દેવામાં આવી હોય તે સ્કૂલના મુખ્ય દરવાજા ઉપર ફુલ્લી વેક્સિનેટેડ સ્ટાફનું બોર્ડ લગાવવા સંચાલકોને આદેશ આપવામાં આવ્યો છે.

ઔદ્યોગિક વિસ્તારોમાં વેક્સિન સેન્ટર શરૂ કરવા સૂચના

સુરત શહેર વિસ્તાર તેમજ ઔદ્યોગિકવિસ્તારમાં આવેલા ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને વેક્સિન અપાવવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે .આ વિસ્તારોમાં વેક્સિનેશન માટે જુદા જુદા સેન્ટરો શરૂ કરવા સંસ્થાઓ તેમજ ઉદ્યોગોના સંચાલકોને તૈયાર કરવા માટે પણ કમિશનરે અધિકારીઓને ખાસ સુચના આપી છે.

આ પણ વાંચો : Surat : ગણેશભક્તિની સાથે દેશભક્તિ : મંડપમાં છવાયો ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓનો જાદુ

આ પણ વાંચો : Surat : ચા ના દ્રાવણથી બનાવ્યું પીએમ નરેન્દ્ર મોદીનું અનોખું પેઇન્ટિંગ

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">