વેસ્ટમાંથી બેસ્ટ, નકામી સાયકલમાંથી બનાવ્યુ આ 17 ફૂટ ઊંચું સ્કલ્પચર

Surat: શહેરના રોડ રસ્તાઓને સુંદર બનાવવા માટે વૃક્ષોના પ્લાન્ટેશનની વાત હોય કે અલગ અલગ ટ્રાફિક આઇલેન્ડના બ્યુટીફીકેશનની વાત હોય, છેલ્લા બે વર્ષથી સુરતમાં ખૂબ બદલાવ લાવવામાં આવ્યો છે.

  • Publish Date - 2:48 pm, Fri, 14 May 21 Edited By: Bipin Prajapati
વેસ્ટમાંથી બેસ્ટ, નકામી સાયકલમાંથી બનાવ્યુ આ 17 ફૂટ ઊંચું સ્કલ્પચર
surat

Surat: સુરત મહાનગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવાની સાથે શહેરના બ્યુટીફીકેશન પાછળ પણ કામ કરતી આવી છે. શહેરના રોડ રસ્તાઓને સુંદર બનાવવા માટે વૃક્ષોના પ્લાન્ટેશનની વાત હોય કે અલગ અલગ ટ્રાફિક આઇલેન્ડના બ્યુટીફીકેશનની વાત હોય, છેલ્લા બે વર્ષથી સુરતમાં ખૂબ બદલાવ લાવવામાં આવ્યો છે.

સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા આઇકોનીક ટ્રાફિક આઇલેન્ડ માટે હવે સુરત મનપા કામ કરી રહી છે. અને તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઇનના કટાઈ ગયેલા બીમ, લાઇટના કટાઈ ગયેલા થાંભલા, ગટરના સળિયા તેમજ કચરાપેટી જેવી નકામી પડી ગયેલી વસ્તુઓમાંથી અલગ અલગ સ્કલ્પચર તૈયાર કરવામાં આવી રહ્યા છે.

અત્યારસુધી આવા અનેક આઇકોનીક સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે. પણ હવે સ્માર્ટ સીટી સુરતની ઓળખ કરાવતું 17 ફૂટ ઊંચું સાઈકલનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. સાઇકલ શેરિંગ પ્રોજેકટને સુરતમાં ખૂબ બહોળો પ્રતિસાદ મળ્યો છે. ત્યારે આ સ્કલ્પચર 200 જેટલી નકામી સાઇકલમાંથી તૈયાર કરવામાં આવી રહ્યું છે.

સુરતના અલગ અલગ વિસ્તારોમાં સાઇકલ શેરિંગ પ્રોજેકટ લોકોની તંદુરસ્તી માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્યારે આ સ્કલ્પચર સુરતીઓને સાઇકલ શેરિંગ પ્રોજેક્ટનો વધૂમાં વધુ લાભ લેવા પ્રેરણા આપશે. આ સ્કલ્પચર સુરતના પારલેપોઇન્ટ, ડુમસ રોડ અથવા વેસુ જેવા પોશ વિસ્તારમાં કોઈ આઇકોનીક સ્થળે મુકાય તેવી શક્યતા છે.