Surat : એન્જિનિયરે ગુનાખોરીમાં દોડાવ્યું ભેજુ, દક્ષિણ ગુજરાતમાં ડ્ર્ગ્સનુ નેટવર્ક ફેલવાનારને ઓરિસ્સાથી દબોચ્યો

પોતાનું નામ(Name ) ન આવે તેવી રીતે દિલીપ પોતે અન્ય યુવકોને કહીને ગાંજો મોકલાવતો હતો. સુરતમાં તેના પોતાના જ માણસો છૂટક વેચાણ કરતા હોય તેઓની સાથે સતત અલગ અલગ ફોનથી કોન્ટેક્ટમાં રહેતો હતો

Surat :  એન્જિનિયરે ગુનાખોરીમાં દોડાવ્યું ભેજુ, દક્ષિણ ગુજરાતમાં ડ્ર્ગ્સનુ નેટવર્ક ફેલવાનારને ઓરિસ્સાથી દબોચ્યો
Surat man with a diploma engineer's degree turned out to be the biggest supplier of ganja, the police nabbed him from Orissa.
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Aug 03, 2022 | 7:24 PM

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat ) ગાંજાના સપ્લાયર તરીકે સૌથી મોટુ માથુ ગણાતા મુળ ઓરિસ્સાના (Odisha ) વતની દિલીપ ગૌડને ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch ) તેના વતનથી પકડી પાડ્યો હતો. દિલીપ ગૌડએ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાડા ત્રણ કરોડથી પણ વધુનો ગાંજો મોકલ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. દેખાવમાં સામાન્ય દેખાતા દિલીપ ગૌડએ પોલીસ પકડથી બચવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તે પોતાના વતનની નજીક હોવાની માહિતીથી પોલીસે તેને દબોચી લીધો હતો..

ગુજરાતમાં ગાંજા લાવવા માટે સૌથી મોટો રસ્તો હતો. તે ટ્રેન મારફતે સુરતમાં લાવામાં આવતો હતો અને બાદમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવતો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ક્રાઇમ બ્રાન્ચે નવેમ્બર-2021માં પુણા પોલીસ મથકના હદવિસ્તારમાંથી મોહંમદ ફઇમ રફીખ શેખને રૂા.1 કરોડની કિંમતના 1009 કિલો ગાંજા સાથે પકડી પાડ્યો હતો. પોલીસની લાંબી પુછપરછ બાદ આ મોહંમદ ફઇમએ ગાંજાનો જથ્થો ઓરીસ્સાના ગંજામમાંથી દિલીપ ગૌડા નામના યુવકે મોકલ્યો હોવાનું જણાયું હતું. જેને લઇને ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી દિલીપને વોન્ટેડ જાહેર કર્યો હતો.

આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલીપને પકડવા માટે તેના વતનમાં ધામા નાંખ્યા હતા, દિલીપ ગૌડના ફોટાના આધારે તેની ઓળખ કરવામાં આવી હતી. આ દરમિયાન દિલીપ પોતાના ઘરે આવી રહ્યો હોવાની માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પાર્થ પઢિયાર અને તેમની ટીમ દ્વારા વોચ ગોઠવીને ગામની બહારથી જ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના વતની દિલીપ ત્રીનાથ ગૌડા ની ધરપકડ કરી સુરતમાં લાવવામાં આવ્યો હતો.

ડિપ્લોમા એન્જીનીયરીંગની ધરાવે છે ડિગ્રી :

પોલીસે તેની પુછપરછ કરતા દિલીપ પોતે 27 વર્ષનો છે, અને હાલમાં પોતાના વતન નજીક જ ડિપ્લોમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. પોતાનું નામ બહાર ન આવે તેવી રીતે તે ત્રણથી ચાર વ્યક્તિઓને કામ સોંપીને ત્યાંથી ગાંજો મોકલતો હતો. અત્યાર સુધીમાં દિલીપે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાડા ત્રણ કરોડથી પણ વધુનો ગાંજો સપ્લાય કર્યો છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે દિલીપની ધરપકડ કરી તેની વધુ પુછપરછ શરૂ કરી છે.  હાલમાં દિલીપની સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં બે ગુના જ્યારે પલસાણા અને કામરેજમાં પણ દિલીપની સામે ગાંજાના ગુનો નોંધાયો હોવાનું જાણવા મળે છે.

ટેકનોલોજીથી માહિતગાર દિલીપ પોતાનુ નામ ન આવે તેવી રીતે ભાગતો ફરતો હતો

પોલીસના જણાવ્યા પ્રમાણે દિલીપ હાલમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે, છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તે ગાંજાના ધંધામાં સક્રિય થયો છે. પોતાનું નામ ન આવે તેવી રીતે દિલીપ પોતે અન્ય યુવકોને કહીને ગાંજો મોકલાવતો હતો. સુરતમાં તેના પોતાના જ માણસો છૂટક વેચાણ કરતા હોય તેઓની સાથે સતત અલગ અલગ ફોનથી કોન્ટેક્ટમાં રહેતો હતો અને ક્યાંય પણ પોતાનું નામ જાહેર કરતો ન હતો. પરંતુ પોલીસ જે લોકોને ગાંજા સાથે પકડે ત્યારે તેઓ એક જ દિલીપ ગૌડ નામ લેતા હોવાથી દિલીપ પોલીસની રડારમાં આવી ગયો હતો અને આખરે ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી પાડ્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati