Surat: સુરતમાં 97 વર્ષના વડીલે વેકસીનનો બીજો ડોઝ લઈ યુવાનોને સમજાવ્યું રસીકરણનું મહત્વ

હાલ સમગ્ર ભારતમાં વેકસીનેશનને લઈને મહાઅભિયાન ચાલી રહ્યું છે. કોરોનાના કેસો ઘટતાની સાથે સરકાર હવે વેકસીનેશન પર ભાર મૂકી રહી છે અને આ જ કારણ છે કે હવે ઓન સ્પોટ વેકસીનેશન શરૂ કરી દેવાયુ છે.

  • Publish Date - 9:24 pm, Tue, 22 June 21 Edited By: Bhavesh Bhatti
Surat: સુરતમાં 97 વર્ષના વડીલે વેકસીનનો બીજો ડોઝ લઈ યુવાનોને સમજાવ્યું રસીકરણનું મહત્વ
File Photo

હાલ સમગ્ર ભારતમાં વેકસીનેશનને (Vaccination) લઈને મહાઅભિયાન ચાલી રહ્યું છે. કોરોનાના કેસો ઘટતાની સાથે સરકાર હવે વેકસીનેશન પર ભાર મૂકી રહી છે અને આ જ કારણ છે કે હવે ઓન સ્પોટ વેકસીનેશન શરૂ કરી દેવાયુ છે.

કોરોના સામે લડવા માટે પહેલા માસ્ક એકમાત્ર હથિયાર હતું. પણ હવે વેકસીનેશન જ અસરકારક અને એકમાત્ર ઈલાજ છે. છતાં વેકસીનને લઈને અનેક શંકા કુશંકા તેમજ અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે. કેટલાક લોકો કોઈક કારણોસર વેકસિન લેવાથી ખચકાય રહ્યા છે. ત્યારે સુરતમાં આજે 97 વર્ષના એક વડીલે વેકસીનનો બીજો ડોઝ લઈને અન્ય યુવાનોને વેકસીનનું મહત્વ સમજાવ્યું છે.

અડાજણ વિસ્તારમાં રહેતા બાલુભાઈ હરિભાઈ પટેલે આજે વેકસીનનો બીજો ડોઝ લીધો હતો. તેમનું કહેવું હતું કે વેકસિન દરેક માટે જરૂરી છે. આજે દેશ જ્યારે મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે વેકસીનથી જ આપણે કોરોનાને હરાવી શકીએ છીએ.

97 વર્ષના બાલુભાઈએ આજે ઓન સ્પોટ વેકસીનનો લાભ લીધો હતો. વેકસિન લેવા આવેલા બાલુભાઈને જોઈને અન્ય લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભારત સરકાર દ્વારા વિશ્વ યોગ દિવસથી 18 વર્ષથી ઉંમરના તમામ લોકોને ફ્રીમાં કોરોના રસી (Corona Vaccine) આપવાનું શરૂ કર્યું છે. “બધાને વેક્સિન, મફત વેક્સિન” અભિયાન અંતર્ગત ગુજરાતમાં સોમવારે રેકોર્ડબ્રેક રસીકરણ થયું હતું.

વોક થ્રુ વેક્સિનેશનના (Walk Through Vaccination) પ્રથમ દિવસે જ રેકોર્ડ બ્રેક રસીકરણ થયું છે. ગુજરાતમાં સોમવારે 5 લાખ 5 હજાર 60 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજ્યમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં નોંધાયું હતું. અમદાવાદમાં એક જ દિવસમાં 57 હજાર 36 લોકોએ કોરોનાની રસી લીધી હતી. એક જ દિવસમાં રસીકરણ મામલે સુરત બીજા નંબર પર રહ્યું હતું. સુરતમાં એક જ દિવસમાં 50 હજાર 740 લોકોએ કોરોનાની રસી લીધી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati