SURAT : નવી સિવિલ હોસ્પિટલની 75 સભ્યોની નર્સિંગ ટીમ તુર્કીમાં ભૂકંપ સેવામાં જોતરાશે

suratની નવી સિવિલ હોસ્પિટલ ખાતેની મેડીકલ રીલીફ ટીમ (નર્સિંગ) તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવામાં જવા માટે સરકારને તૈયા૨ બતાવી છે. સુરતથી 75 જેટલા સભ્યોની મેડિકલ રિલીફ્ટ ટીમનું લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.

SURAT : નવી સિવિલ હોસ્પિટલની 75 સભ્યોની નર્સિંગ ટીમ તુર્કીમાં ભૂકંપ સેવામાં જોતરાશે
સુરત સિવિલની ટીમે તૂર્કીમાં ભૂકંપ સેવામાં જોડાશે
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 08, 2023 | 3:29 PM

સુરતની નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ રીલીફ ટીમ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવા કરવા જવા માટે તૈયારી બતાવી છે. નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ 75 જેટલા નર્સિંગ સ્ટાફ સાથેની ટીમ તૈયાર કરી નાખી છે. આ અંગે ટીમનું લિસ્ટ રાજ્યના આરોગ્ય મંત્રીને મોકલી આપ્યું છે.સરકાર જ્યારે પણ આદેશ આપે તે સમયે તુર્કીમાં જઈને લોકોની સેવા માટે જવા તૈયાર છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેની મેડીકલ રીલીફ ટીમ (નર્સિંગ) તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવામાં જવા માટે સરકારને તૈયા૨ બતાવી છે. તુર્કીમાં આવેલા ભૂકંપમાં હજારો લોકો મોતને સેકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે તુર્કીમાં આવી પડેલી અણધારી આફત સામે સુરતનો નર્સિંગ એસોસિએશન દ્વારા મદદ માટે ત્યાં જવાની હિંમત બતાવી છે. આ માટે સુરતથી 75 જેટલા સભ્યોની મેડિકલ રિલીફ્ટ ટીમનું લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. અને તે તમામને તુર્કીમાં જવા અંગેની સંમતિ પણ દર્શાવી આપી છે.

સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી સુરતથી મેડિકલ રીલીફ ટીમ તુર્કીમાં સેવા કરવા માટે તૈયાર હોવાની રજૂઆત કરી હતી. તેમણે 75 જેટલા મેડિકલ રીલીફ ટીમના સભ્યોના નામ સાથે પત્ર લખી તુર્કીમાં સેવા કરવા જવા માટે ની તૈયારી બતાવી આપી છે. ઈકબાલ કડીવાલય જણાવ્યું હતું કે સરકારને ગમે ત્યારે જરૂર પડે અને નિર્ણય લેવાનો થાય કે તુર્કીમાં આપણા દેશમાંથી મેડિકલ ટીમ સેવા માટે મોકલવાની છે ત્યારે અમે તે અગાઉથી જ તૈયારી બતાવી દીધી છે. માત્ર સરકારના ઈશારા ની જ રાહ છે. સરકાર જ્યારે મોકલશે ત્યારે અમારી 75 જનની ટીમ જવા માટે એકદમ તૈયાર છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સુરત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઈકબાલ કડીવાલાએ આરોગ્ય મંત્રીને પત્ર સાથે જણાવ્યું હતું કે સુરત નસિંગ એસોસિએશનની ટીમ દ્વારા ભૂતકાળમાં પ્લેગની બીમારીમાં, ભુકંપ લાતુર, ભુકંપ ભૂજ અને ભુકંપ નેપાળમાં સેવાઓ સરાહનીય કામગીરી કરી ચૂક્યા છે. તેમજ ફર્સ્ટરીલીફમાં પણ ઇમરજન્સી મેડીકલ સેવાઓ પૂરી પાડનાર ટીમ હોય ત્યારે તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સરકાર તરફથી આદેશો કરવામાં આવે તો સો મેડીકલ રીલીફ ટીમે સ્વેચ્છાએ સેવામાં જવાની તૈયારી દર્શાવી છે. આ બાબતે મેડીકલ રીલીફ ટીમ (નસિંગ)ના ર્નસિંગ એસોસિએશનના ઇકબાલ કડીવાલા, કિરણ દોમડિયા, નિલેશ લાઠીયા, ચૂક વિભોર અને પટેલ વીરેન સહિતના ૭૫ વ્યક્તિની ટીમે સેવામાં જવાની સ્વેચ્છાએ સહમતી આપી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">