સુરતમાં એક સાથે 75 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે નીકળ્યા

આ દીક્ષા લેનારાઓમાં હિંમતનગરના ભવ્યકુમાર ભાવેશભાઈ ભંડારી અને વિશ્વાકુમારી ભાવેશભાઈ ભંડારી સગા ભાઈ-બહેન છે. આ પરિવાર મૂળ હિંમતનગરનો છે તથા હાલ અમદાવાદમાં રહે છે.

સુરતમાં એક સાથે 75 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે નીકળ્યા
Jain Diksha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 9:49 PM

ગુજરાતના(Gujarat સુરત(Surat)શહેર સોમવારે એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું. વેસુ વિસ્તારમાં બનાવવામાં આવેલી આધ્યાત્મ નગરીમાં એક સાથે 75 મુમુક્ષુઓ સંસારનો ત્યાગ કરીને દીક્ષા (Diksha) ગ્રહણ કરી. દીક્ષા મહોત્સવમાં 14 કરોડપતિ, 8 આખા પરિવાર સહિત ઉચ્ચ અભ્યાસ કરનાર સંયમના માર્ગે નીકળ્યા છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં યોગતિલકસુરેશ્વરજી મહારાજના માર્ગદર્શનમાં આઠ આખા પરિવારે દીક્ષા લીધી છે.

આ દીક્ષા મહોત્સવની ચાર દિવસથી દીક્ષાની ઘડીનો આતુરતાથી રાહ જોવાઈ રહ્યો હતો. વહેલી સવારે 4.41 મિનિટે ગુરુ ભગવંતો અને મુમુક્ષુ દીક્ષા મંડપમાં પ્રવેશ્યા હતા. સંયમના માર્ગ પર આગળ વધેલા મુમુક્ષુઓને આજે નવા નામકરણ અને વિધિ પણ પૂર્ણ થઈ હતી. કેશ લોચનની વિધિ વખતે ખૂબ અવલોકી દ્રશ્યો જોવા મળ્યા હતા. હજારો લોકોએ આજના પ્રસંગે ઉપસ્થિત રહીને ઐતિહાસિક સ્થળોને જોઇ ધન્યતા અનુભવી હતી.

આ અવસરે અંતરની ખુમારી સાથે સંયમ ભાવોનો રણટંકાર કરતાં, દીક્ષાર્થીની ભાવ અભિવ્યક્તિ બાદ લાભાર્થી પરિવારો દ્વારા દીક્ષાર્થીઓના ચરણપૂજન કરવામાં આવ્યા. એમના લલાટે વિજય તિલક કરીને જેમ પીંજરનું બંધન ખૂલતાં જ પક્ષી જેમ વિલંબ વિના આકાશે ઉડી જતું હોય એમ અંતિમવાર માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

સંસારને અલવિદાય કરીને વેશ પરિવર્તન કરવા માટે ઉત્સાહપૂર્વક દોટ મૂકતાં દ્રશ્યો ભાવિકોના રોમ રોમને સ્પંદિત કરી ગયાં હતાં. સુરત શહેરની સાક્ષીએ તેને વંદન કરતાં કાળા લાંબા કેશનું પ્રસન્ન વદને મૂંડન કરાવતાં દીક્ષાર્થીઓના ત્યાગભીના દ્રશ્યો નિહાળીને હજારો ભાવિકોની આંખ અશ્રુભીની થઈ હતી.

દીક્ષા લેનારાઓમાં હિંમતનગરના ભવ્યકુમાર ભાવેશભાઈ ભંડારી અને વિશ્વાકુમારી ભાવેશભાઈ ભંડારી સગા ભાઈ-બહેન છે. આ પરિવાર મૂળ હિંમતનગરનો છે તથા હાલ અમદાવાદમાં રહે છે. ભવ્ય પિતાની અઢળક સંપતિનો એકનો એક વારસ છે. ભવ્ય ફૂટબોલ તથા કબડ્ડીનો નેશનલ પ્લેયર છે. પણ સાચું ઘરેણું તો સંયમજીવન છે તે વાત તેમને સમજાઈ ગઈ હતી. જે સંતાનોએ સંપત્તિ સિવાય કંઈ નથી જોયું તે સાચી આત્મસંપત્તિ મેળવવા નીકળી પડ્યા.

હવેથી ભવ્ય ભંડારી સાત્વિકતિલક વિજય મહારાજ સાહેબ અને વિશ્વાકુમારી સાત્વિકનંદિતા શ્રીજી મહારાજ સાહેબ નામે ઓળખાશે. જૈનાચાર્ય વિજય યોગ યોગતિલકસુરેશ્વરજીની વાણીનો પ્રભાવ એટલો હતો કે તમામ મુમુક્ષુઓ નતમસ્તક થઈને તેમના હાથે દીક્ષા લેવા માટે અધીરા થયા હતા. આખરે 75 મુમુક્ષુને દીક્ષા ગ્રહણ કરી લેતા કાર્યક્રમ સંપન્ન થયો.

આ  પણ વાંચો :  સાબર ડેરીએ અમૂલ લુઝ ઘીના ભાવમાં વધારો કર્યો, ભાવવધારો આજથી જ અમલી

આ  પણ વાંચો :  Surat : કોરોના સહાય ચુકવવામાં સુરત રાજ્યમાં મોખરે, 100 પરિવારોએ સહાય લેવાનો કર્યો ઇન્કાર

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">