Surat : RTO દ્વારા આ વર્ષે 557 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા

નવા મોટર વ્હીકલ એક્ટ સપ્ટેમ્બર 2019માં લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં લાયસન્સ વગર વાહન ચલાવતા પકડાય તો 1500 રૂપિયાનો દંડ વસૂલવાની જોગવાઈ છે. વર્ષ 2020 માં 400 થી વધુ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Surat : RTO દ્વારા આ વર્ષે 557 ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા
557 licenses suspended by RTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 5:59 PM

શહેરમાં(Surat ) આ વર્ષે જાન્યુઆરીથી લઈને અત્યારસુધી નશામાં ડ્રાઇવિંગ કરવા, ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પર વાત કરવા, કાનમાં ઇયર ફોન રાખીને ગીતો સાંભળવા અને વોટ્સએપ પર ચેટિંગ કરવા બદલ 557 ડ્રાઇવરોના લાયસન્સ(Licensee)  સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાંથી 40 વાહન ચાલકો હજુ સુધી આરટીઓમાં લાઇસન્સ લેવા જ આવ્યા નથી.

નવો મોટર વ્હીકલ એક્ટ સપ્ટેમ્બર 2019માં લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં લાયસન્સ વગર વાહન ચલાવતા પકડાય તો 1500 રૂપિયાનો દંડ વસૂલવાની જોગવાઈ છે. વર્ષ 2020 માં 400 થી વધુ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુરત આરટીઓએ જણાવ્યું કે અકસ્માતો અટકાવવા માટે વાહનચાલકો પર કડકાઈ બતાવવામાં આવી રહી છે. ફોન પર વાત કરતી વખતે નશામાં ડ્રાઇવિંગ અથવા બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગને કારણે ડ્રાઇવરો અકસ્માતનો ભોગ બને છે.

આમાં તેમનો જીવ પણ જઈ શકે છે. આ પ્રકારની કડકાઈમાં ડ્રાઈવર સાવધાની સાથે વાહન ચલાવશે અને અકસ્માતનો ભોગ બનશે નહીં. સુરત ટ્રાફિક પોલીસ અને આરટીઓએ પણ લોકોની આદતો સુધારવા માટે કડક વલણ અપનાવ્યું છે. આરટીઓની આવી કડકાઈથી માર્ગ અકસ્માતમાં ઘટાડો થયો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

વરસાદની સિઝનમાં લોકો વધુ નિયમો તોડે છે RTO પાસેથી મળેલી માહિતી અનુસાર, વરસાદની સિઝનમાં ટ્રાફિકના નિયમો વધુ તોડે છે. વરસાદના કારણે વધુ લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરે છે અને વાહન લઈને રોંગ સાઈડમાં પ્રવેશ કરે છે. વરસાદમાં ઝડપી બાઇક ચલાવવાનો પ્રયાસ કરે છે અથવા ઓવરલોડ વાહનો લઈને જાય છે. તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા પકડાઈ જાય છે.. ચલણ કાપવાની સાથે ટ્રાફિક પોલીસ લાઇસન્સ લઈને આરટીઓમાં જમા કરાવે છે.

મોટાભાગના વાહન માલિકો ડરથી લાયસન્સ લેવા આવતા નથી ટ્રાફિકના ભંગ બદલ સસ્પેન્ડ કરાયેલા લાયસન્સ RTOમાં જમા કરાવવામાં આવે છે. આ વર્ષે કુલ 557 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાંથી 519 લોકોએ નોટિસનો જવાબ આપીને આરટીઓમાંથી લાઇસન્સ લીધા હતા, જ્યારે 40 લોકો હજુ સુધી લાઇસન્સ લેવા આવ્યા નથી. આરટીઓમાંથી મળેલી માહિતી મુજબ મોટા ભાગના વાહન માલિકો ગંભીર અકસ્માત કે પોલીસ કાર્યવાહીના ડરથી લાઇસન્સ પરત લેવા આવતા નથી. તેઓ કડક કાર્યવાહીથી ડરે છે.

વર્ષ 2018-19માં સૌથી વધારે 1003 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા વર્ષ 2020માં કુલ 431 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2018-19માં 1003 લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. વર્ષ 2017-18માં માત્ર 475 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ હવે રોંગ સાઈડ પર વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ નાણાકીય વર્ષમાં આંકડો વધુ વધી શકે છે.

આ વર્ષે સૌથી વધુ 109 લાયસન્સ જુલાઈમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને સૌથી ઓછા 7 લાઈસન્સ મે મહિનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જાન્યુઆરી 72 ફેબ્રુઆરી 82 માર્ચ 62 એપ્રિલ 37 મે 7 જૂન 45 જુલાઈ 109 ઓગસ્ટ 78 સપ્ટેમ્બર 12 ઓક્ટોબર 21 નવેમ્બર 32

જો પહેલીવાર પકડાય તો 3 મહિના માટે લાયસન્સ રદ કરવામાં આવે છે જો દારૂના નશામાં વાહન ચલાવતા, ઝડપે અને મોબાઈલ પર વાત કરતા પકડાય તો RTO લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરે છે. આ પછી આરટીઓ કારણ દર્શક નોટિસ મોકલે છે. વાહન ચાલક આરટીઓમાં જઈને બેદરકારીનું સાચું કારણ જણાવે છે. જો પહેલીવાર પકડાય તો લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળતા અને ફરીથી બેદરકારીપૂર્વક પકડાઈ જવાથી લાઇસન્સ કાયમ માટે રદ થઈ જાય છે.

આ પણ વાંચો : રાજ્યભરમાં આજે કાપડ માર્કેટ બંધ! GST દર વધારા મુદ્દે કાપડના વેપારીઓ નોંધાવશે વિરોધ

આ પણ વાંચો : Surat : વર્ષ 2021ની સુરતની એ ખબરો, જે આખું વર્ષ રહી ટોક ઓફ ઘી ટાઉન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">