સુરતના અડજણમાં છત્રીથી મ્હો છુપાવીને ભેજાબાજે ATMમાંથી માત્ર પાંચ મિનીટમાં 24 લાખની કરી ચોરી
સુરતના અડજણ વિસ્તારમાં કોઈ ભેજાબાજે રેઈનકોટ પહેરીને, છત્રીથી મ્હો સંતાડીને, એસબીઆઈના એટીએમમાંથી માત્ર ગણતરીની મિનીટમાં રૂ. 24 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના બની છે. પોલીસનુ પ્રાથમિક અનુમાન છે કે, કોઈ જાણભેદુએ ચોરી કરી છે. અડાજણ પર આવેલા ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્કવેર બિલ્ડીગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા SBI બેંકના ATM આવેલા છે.જ્યાં […]
સુરતના અડજણ વિસ્તારમાં કોઈ ભેજાબાજે રેઈનકોટ પહેરીને, છત્રીથી મ્હો સંતાડીને, એસબીઆઈના એટીએમમાંથી માત્ર ગણતરીની મિનીટમાં રૂ. 24 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના બની છે. પોલીસનુ પ્રાથમિક અનુમાન છે કે, કોઈ જાણભેદુએ ચોરી કરી છે.
અડાજણ પર આવેલા ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્કવેર બિલ્ડીગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા SBI બેંકના ATM આવેલા છે.જ્યાં મશીનમાંથી તસ્કરે ચોરી કરી છે. મધરાત્રે વરસતા વરસાદમાં થયેલી ચોરીમાં તસ્કર રેઈનકોટ પહેરીને માથે છત્રી રાખીને ATM રૂમમાં પ્રવેશ કરીને, એટીએમમાં રહેલા 28,09,600માંથી 24,20,500ની ચોરી કરીને નાસી ગયો છે.. આ અંગે બેંકના મેનેજર દ્વારા અડાજણ પોલીસ ને ફરિયાદ કરવામાં આવી છે. જેના આધારે અડાજણ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે…
ગત 21 તારીખે રજા હોવા છતાં બેન્ક કર્મચારી બેંક જઈને ATMમાં રૂપિયા નાખવા માટે ગયા હતાં. બાદમાં 25મીએ સહકર્મી દ્વારા જાણ કરાઈ હતી કે અમુક ATMમાંથી રૂપિયા નીકળતા નથી. પાંચેક મશીનમાંથી રૂપિયા ન નીકળતા હોવાનું ઓનલાઈન જાણવા મળ્યું હતું. બાદમાં તપાસ કરતાં અડાજણ હજીરા રોડ પરની બેંકના ATMની તપાસ દરમિયાન 24 લાખથી વધુની મતા હિસાબમાં ઓછી દેખાતી હતી. તસ્કરે આ અંદર પ્રવેશી 5 મિનીટમાં ચોરી કરી હતી. પોતે સાથે લાવેલા કાળા થેલામાં આ રૂપિયા લઈને નાસી ગયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અડાજણ પોલીસે એટીએમ ચોરી પ્રકરણમાં તપાસ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો