Surat crime : નશાના કારોબારનો પર્દાફાશ, 39.10 લાખના કોકેઇન સાથે SOGએ દંપતીની કરી ધરપકડ

સુરતમાંથી (Surat) નાર્કોટીકસની બદીને સંપૂર્ણ નાબુદ કરવા માટે “NO DRUGS IN SURAT CITY" અભિયાનને શરુ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત એસ.ઓ.જી.ના PI આર.એસ.સુવેરા તથા PSI વી.સી.જાડેજા દ્વારા SOGની ટીમ બનાવવામાં આવી છે.

Surat crime : નશાના કારોબારનો પર્દાફાશ, 39.10 લાખના કોકેઇન સાથે SOGએ દંપતીની કરી ધરપકડ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 27, 2022 | 4:59 PM

મુંબઇમાંથી ગુજરાતમાં (Gujarat) કોકેઇન (cocaine ) ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. બાતમીને આધારે સુરત (Surat)  SOGએ કોકેઇન સાથે દંપતીની ધરપકડ કરી છે. 39.10 લાખની કિમંતના 39.100 ગ્રામ કોકેઈન સાથે આરોપી ઇબ્રાહીમ હુસૈન અને તેની પત્નીની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ પોલીસે મોબાઇલ, રોકડ, ગાડી સહિત કુલ 51.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મુંબઈમાં નાઇજિરિયન પાસેથી દંપતી ડ્રગ્સ (Drugs) ખરીદી ગુજરાત લાવતું હતું અને ત્યારબાદ યુવાનોને નશાના રવાડે ચઢાવતું હતું. એટલું જ નહીં નાઇજિરિયને આપેલું ડ્રગ્સ રાંદેરમાં ઈસ્માઈલ ગુર્જરને આપવાનું હોવાનો પણ ખુલાસો થયો છે. ઇસ્માઇલ ઉપરાંત સુરતના અન્ય 3 પેડલરોને દંપતી ડ્રગ્સ સપ્લાય કરતો હોવાની આશંકા છે. જેને લઇ પોલીસે કોલ ડિટેઇલ્સને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે દંપતીની ધરપકડ

સુરતમાંથી નાર્કોટીકસની બદીને સંપૂર્ણ નાબુદ કરવા માટે “NO DRUGS IN SURAT CITY” અભિયાનને શરુ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત એસ.ઓ.જી.ના PI આર.એસ.સુવેરા તથા PSI વી.સી.જાડેજા દ્વારા SOGની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર –મુંબઈ ખાતે રહેતુ એક દંપતી મુંબઈથી અતિ કિંમતી એવા કોકેઈન ડ્રગ્સની હેરાફેરી કરે છે અને તેઓ સુરતમાં આ માલ તેના મળતા માણસોને પણ પહોંચાડે છે. SOGને બાતમી મળી હતી કે આ દંપતી કોઈને શંકા ન જાય તે માટે લકઝુરીયસ કાર લઈ કોકેઈન ડ્રગ્સના મોટો જથ્થાની ડિલીવરી કરવા માટે સુરત ખાતે આવનારા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

નિયોલ પોલીસ ચેક પોસ્ટ પાસેથી ઝડપાયા

બાતમીના આધારે SOGએ સુરત હાઈવે ઉપર આવેલા નિયોલ પોલીસ ચેક પોસ્ટ પાસેથી આ દંપતી નશાનો કારોબાર સુરતમાં ફેલાવે તે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ દંપતીનું નામ ઈબ્રાહિમ હુસૈન ઓડીયા તેમજ તન્વીર ઈબ્રાહિમ હુસૈન ઓડીયા છે. આ દંપતી પાસેથી 39.10 લાખની કિમંતના 39.100 ગ્રામ કોકેઈનના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે. આ દંપતી પાસેથી 5 મોબાઇલ ફોન, 2 લાખ 12 હજાર રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે. તેમજ એક ફોર વ્હીલર ફોર્ચ્યુનર કાર પણ કબ્જે કરવામાં આવી છે.

પોલીસને આ દંપતીની પુછપરછમાં જાણવા મળ્યુ છે કે, મુંબઈમાં નાઇજિરિયન પાસેથી આ દંપતી ડ્રગ્સ ખરીદી ગુજરાત લાવતું હતું અને ત્યારબાદ યુવાનોને નશાના રવાડે ચઢાવતું હતું. એટલું જ નહીં નાઇજિરિયને આપેલું ડ્રગ્સ રાંદેરમાં ઈસ્માઈલ ગુર્જરને આપવાનું હોવાનો પણ ખુલાસો થયો છે. ઇસ્માઇલ ઉપરાંત સુરતના અન્ય 3 પેડલરોને દંપતી ડ્રગ્સ સપ્લાય કરતો હોવાની આશંકા છે. જેને લઇ પોલીસે કોલ ડિટેઇલ્સને આધારે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે છેલ્લા એક-દોઢ વર્ષથી સુરત શહેરની અંદર નશીલા પદાર્થોની ચોરી કરતા ઇસમ સામે સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">