શું તમને પણ ઓનલાઈન શોપિંગનું વળગણ છે? તો આ ખાસ વાંચી જશો તો છેતરાતા બચી જશો કેમકે ડિસ્કાઉન્ટ એટલો ફાયદો નથી હોતો

  • Publish Date - 5:16 pm, Sun, 27 September 20 Edited By: Pinak Shukla
શું તમને પણ ઓનલાઈન શોપિંગનું વળગણ છે? તો આ ખાસ વાંચી જશો તો છેતરાતા બચી જશો કેમકે ડિસ્કાઉન્ટ એટલો ફાયદો નથી હોતો

કોરોનાએ સૌને ઓનલાઈન કરી નાંખ્યા છે. આજની મહિલાઓ પણ બધી જ વસ્તુઓ ઓનલાઈન ખરીદી કરતી થઈ ગઈ છે. પણ તહેવારો નજીક છે ત્યારે ઇ કોમર્સ એટલે કે ઓનલાઈન શોપિંગ કરવાનો વિચાર કરતા હોવ તો આ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. કેટલીક આકર્ષક ઓફર્સ, ડિસ્કાઉન્ટ, કેશબેક અને ઓફર્સ આપવામાં આવે તો પણ આ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.

1). લોભામણી જાહેરાતમાં ન આવો :
જો તમે કોઈ વસ્તુને ઈન્ટરનેટ પર સર્ચ કરો છો તો સોશિયલ મીડિયા એકાઉન્ટ અને કોઈપણ વેબસાઈટ પર તે દેખાવા લાગે છે. જેને પોપઅપ એડ્સ કહેવાય છે. જો તમને આવી જાહેરાતમાં લોભામણી ઓફર્સ દેખાય અને તે વેબસાઈટ જાણીતી ન હોય તો તે જાહેરાત પર બિલકુલ ક્લિક ન કરો. આ સિસ્ટમમાં વાયરસ હોય શકે છે અથવા તે કંપની જ ફ્રોડ હોય શકે છે.

2). રિવ્યુઝ જરૂર વાંચો :
કોઈપણ સામાન ખરીદતા પહેલા કસ્ટમર રિવ્યુઝ એટલે કે ગ્રાહકોના અભિપ્રાય વાંચવા ખૂબ જરૂરી છે. વસ્તુઓ બદલવા અથવા પાછી કરવાનો વિકલ્પ પણ જુઓ.

3). http/https માં ફરક :
હંમેશા ધ્યાન રાખો કે વેબસાઈટના એડ્રેસમાં https હશે તે ફ્રોડ નહિ હશે, આવી જ વેબસાઈટમાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખો. ખાસ કરીને પેમેન્ટ કરતા પહેલા તે જરૂર જોજો.

4). કેશ ઓન ડિલિવરી :
ઓનલાઈન સામાન ખરીદવા માટે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કરો. જો ડેબિટ કાર્ડ કે યુપીઆઈથી પેમેન્ટ કરતા હોવ તો એવા ખાતાને પસંદ કરો જેમાં રકમ ઓછી હોય.

5). સામાન તરત જ ચકાસો :
સામાન આવે એટલે તરત જ ચેક કરી લો, ઓનલાઈન ખરીદીમાં કેટલીકવાર બીજો સામાન આપી દેવામાં આવે છે. જો કોઈ ખામી દેખાય તો ડિલિવરી બોયની સામે જ તપાસીને તેને પાછો આપી દો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો