લગ્ને લગ્ને કુંવારી એવી લૂંટેરી દુલ્હન ઝડપાઈ, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અનેક કુંવારાઓને છેતર્યા હતા

લગ્નપ્રસંગમાં(Marriage ) ઘરની અંદર મોટા પ્રમાણમાં લોકો દાગીના ખરીદતા હોય છે. જેથી દાગીના ભેગા થતાની સાથે જ બીજા કે ત્રીજા દિવસે આ લુટેરી દુલ્હન હાથ સાફ કરી અને પોતાની ગૅંગ સાથે ફરાર થઈ જતી હોય છે.

લગ્ને લગ્ને કુંવારી એવી લૂંટેરી દુલ્હન ઝડપાઈ, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અનેક કુંવારાઓને છેતર્યા હતા
Robber Bride caught in Surat (File Image )
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 03, 2022 | 12:52 PM

ગુજરાતમાં (Gujarat ) થોડા મહિના અગાઉ એક લુટેરી દુલ્હન (Bride ) જેમ સક્રિય થઇ હતી અને તેને અલગ-અલગ શહેરોની અંદર લોકોને એજન્ટ (Agent ) મારફતે લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન કરી ઘરમાંથી કિમતી સામાન અને દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતી હતી. આ લૂંટેરી દુલ્હને મહાનગરોમાં ત્રાસ મચાવી દીધો હતો. તે દરમિયાન સુરત એસ.ઓ.જી પોલીસને ગુજરાતમાં લૂંટેરી દુલ્હનની લૂંટ કરતી ગેંગનું પગેરું મેળવવામાં સફળતા મળી છે. ગુજરાતના સૌરાષ્ટ્રના ધાંગધ્રાની મહિલા ઠગો દ્વારા ગુજરાતમાં સંખ્યાબંધ પરિવારોને લગ્ન કરાવી દીધા બાદ દુલ્હન બધો સામાન લઈને ભાગી જવાની ઘટનાના બહાર આવી હતી.

આ ઘટનાથી આઘાત પામેલા સૌરાષ્ટ્રના ઉનાના યુવાને આત્મહત્યા કરી લેતાં આ મામલો ભારે ચકચારી બન્યો હતો. જે બાબતે દક્ષિણ ગુજરાતમાં પણ અનેક લોકોને આવી રીતે ભોગ બનાવ્યા હતા. સુરત શહેરમાં રહેતા હોવાથી પોલીસે તે પૈકી એક મહિલા ઠગને પકડી પાડી છે. તેઓ દ્વારા લગ્ન કરાવવાના બેથી ચાર લાખ રૂપિયા પડાવવામાં આવતા હતા.

ગુજરાતની અંદર આ લુટેરી દુલ્હન ગેંગ ભારે શીફતપૂર્વક કામ કરતી હતી અને લોકોને ભોળવી લગ્ન કરતી હતી. લગ્નપ્રસંગમાં ઘરની અંદર મોટા પ્રમાણમાં લોકો દાગીના ખરીદતા હોય છે. જેથી દાગીના ભેગા થતાની સાથે જ બીજા કે ત્રીજા દિવસે આ લુટેરી દુલ્હન હાથ સાફ કરી અને પોતાની ગૅંગ સાથે ફરાર થઈ જતી હોય છે. આ ગેંગના સભ્યો દ્વારા જે-તે દુલ્હન બનનાર યુવતી માટે પાંચથી દસ તોલા સોનું માંગવામાં આવતું હતું. બાદ આ યુવતી બીજા જ દિવસે ભાગી જતી હતી અને તેની સાથે આખી ગેંગ પણ ગુમ થઇ જતી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આવી એક ઘટના ઉના પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી. જે ગુનામાં આત્મહત્યા કરનાર યુવાનનાં લગ્ન માટે પોણા બે લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ આ યુવાન પાસેથી પાંચ તોલા સોનું યુવતીને ચઢાવા રૂપે આપવા માટે જણાવી યુવતીનાં લગ્ન કરાવ્યાં હતાં. જે બાદમાં યુવકે આત્મહત્યા કરી લેતા તેની નોંધ લેવાઈ હતી. તે પછી પોલીસ એક્શનમાં આવીને આ ગેંગને પકડવા સક્રિય થઇ હતી. ત્યારે સુરતની એસઓજી પોલીસે આવી જ લૂંટેરી દુલ્હનને પકડી લીધી છે. જયારે આ ગેંગના બાકીના સભ્યોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">