આવતા અઠવાડિયાથી રિંગ રોડ બ્રિજ મેઇન્ટેનન્સ માટે દોઢ-બે મહિના બંધ રહેવાની શક્યતા, એક સાથે બ્રે બીજની ભેટ મળશે

આવતા અઠવાડિયાથી રિંગ રોડ બ્રિજ મેઇન્ટેનન્સ માટે દોઢ-બે મહિના બંધ રહેવાની શક્યતા, એક સાથે બ્રે બીજની ભેટ મળશે
Ringroad flyover Bridge maintenance likely to be closed for one-and-a-half months from next week(File Image )

બ્રિજ બંધ થવાથી તમામ ટ્રાફિક નીચે ડાયવર્ટ થશે તે માટે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ગત સપ્તાહે ડેમો પણ કરી દીધો હતો . નોંધનીય છે કે રિંગરોડ ફ્લાયઓવર બ્રિજને સમાંતર સહારા દરવાજા જંક્શન પર ફ્લાય ઓવર , રેલવે ઓવર બ્રિજની કામગીરી પણ ચાલી રહી છે .

TV9 GUJARATI

| Edited By: Parul Mahadik

Mar 07, 2022 | 9:49 AM

સુરત(Surat ) મનપા દ્વારા બ્રિજ બંધ કરવાની જાહેર નોટિસ માટે ટ્રાફિક(Traffic ) પોલીસને પત્ર પાઠવવામાં આવ્યો છે. બ્રિજની(Bridge ) નીચેની તમામ પેરાપેટવોલ તોડી એક્સેસ ખૂલ્લા કરવામાં આવ્યા છે. એક સાથે બે માસ બાદ બે બ્રિજ શહેરીજનો માટે ખુલ્લા કરવાનું મનપાનું આયોજન છે.

વર્ષ 1998-99 માં બનેલા ડો . બાબાસાહેબ આંબેડકર રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ પર રીપેરિંગની કામગીરી શરુ કરવાની હોવાથી મોટાભાગે આગામી અઠવાડિયાથી આ બ્રિજ રીપેરિંગની કામગીરી માટે અંદાજે દોઢ – બે મહિના સુધી બંધ રાખવામાં આવે તેવી શક્યતા છે .

મનપા દ્વારા ટ્રાફિક પોલીસ ઓથોરિટીને આ અંગે જાહેરનામું બહાર પાડવા માટે સંમતિ હેતુ પત્ર પાઠવી દેવાયો હોવાની માહિતી મળી છે . રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ દોઢ રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ નીચે તમામ પ્રકારની રીપેરિંગની કામગીરી મોટેભાગે પૂર્ણ થઇ છે.

હવે બ્રિજની અંદાજે 225 થી વધુ બેરિંગ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે . આ કામગીરી માટે મનપાએ ઇજારો આપી દીધો છે. અને અંદાજે બ્રિજ દોઢ – બે મહિના સુધી બેરિંગ બદલવાની કામગીરી માટે બ્રિજ બંધ રાખવો પડે તેમ છે . આ અંગે આગામી દિવસમાં મોટા ભાગે આવતા અઠવાડિયે જાહેર નોટિસ ઇસ્યુ કરવામાં આવશે.

બ્રિજ બંધ થવાથી તમામ ટ્રાફિક નીચે ડાયવર્ટ થશે તે માટે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ગત સપ્તાહે ડેમો પણ કરી દીધો હતો . નોંધનીય છે કે રિંગરોડ ફ્લાયઓવર બ્રિજને સમાંતર સહારા દરવાજા જંક્શન પર ફ્લાય ઓવર , રેલવે ઓવર બ્રિજની કામગીરી પણ ચાલી રહી છે .

રેલવેના હિસ્સામાં એકમાત્ર ગર્ડર મૂકવાની કામગીરી બાકી છે . રેલવે વિભાગ તરફથી આગામી એક – બે સપ્તાહમાં આ અંગેની મંજૂરી પણ મળી જાય તેવી સંભાવના છે . રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ બંધ રહે તે સમયગાળા દરમિયાન જ રેલવેની મંજૂરી મળ્યેથી આ કામગીરી પણ પૂર્ણ થશે અને રિંગરોડ ફ્લાયઓવર બ્રિજના રીપેરિંગની કામગીરી સાથે આ બ્રિજને જોડતો સહારા દરવાજા જંક્શન પર ફ્લાયઓવર – આરઓબી ની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

જોકે લોકોને પડનારી ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા બ્રિજની નીચેની તમામ પાળીઓ તોડીને તમામ એક્સેસ ખુલ્લા કરી દીધા છે . કેટલીક જગ્યાએ રોડ તૂટેલાં છે તે કારપેટ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Vadodara: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વ્હારે આવ્યો BAPSનો સ્વયંસેવક જીલ પટેલ, આ રીતે કરી રહ્યો છે વિદ્યાર્થીઓની મદદ

આ પણ વાંચોઃ Mehsana: લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 1200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય પ્રધાને મોડી રાત્રે હોસ્પિટલ દોડી જઇ સ્થિતિ જાણી

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati