Surat: આ શાળાના રેન્કર વિદ્યાર્થીઓએ કર્યું A1 કામ, પરિણામના દિવસે કર્યું વૃક્ષારોપણ

શાળાના પટાંગણમાં વૃક્ષો (Tree Plantation) વાવવાનો નિર્ણય એ વન ગ્રેડમાં ઉતીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓએ કર્યો છે અને આજે સ્કૂલ અને આજુબાજુના પટાંગણમાં 34 જેટલા વૃક્ષો વાવ્યા છે.

Surat: આ શાળાના રેન્કર વિદ્યાર્થીઓએ કર્યું A1 કામ, પરિણામના દિવસે કર્યું વૃક્ષારોપણ
વિદ્યાર્થીઓએ કર્યુ વૃક્ષારોપણ
Follow Us:
| Updated on: Jul 31, 2021 | 6:13 PM

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે પરિણામ જાહેર કરાયું છે. રાજ્યની શાળાઓ(Sch00l) દ્વારા વિદ્યાર્થીઓને પરિણામની પ્રિન્ટની કોપી કાઢીને આપવામાં આવી રહી છે. કોરોનાકાળ (Corona virus)માં સરકારે આપેલા માસ પ્રમોશન (Mass Promotion)ને કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. સુરતમાં પણ 187 જેટલા વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ સાથે ઉતીર્ણ (Pass) થયા છે. જેમાં સુરતની આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સનું પરિણામ આખા રાજ્યમાં સર્વશ્રેષ્ઠ આવ્યું છે. આ શાળાના 34 વિદ્યાર્થી એ વન ગ્રેડમાં આવ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, આ શાળાના પટાંગણમાં વૃક્ષો (Tree Plantation) વાવવાનો નિર્ણય એ વન ગ્રેડમાં ઉતીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓએ કર્યો છે અને આજે સ્કૂલ અને આજુબાજુના પટાંગણમાં 34 જેટલા વૃક્ષો વાવ્યા છે. વિદ્યાર્થીઓના આ વિચારને ખુબ આવકારવામાં આવી રહ્યો છે. આવું કરવા પાછળનું કારણ પણ ખુબ ઉમદા હતું.

આ શાળામાં ભણતી અને એ ગ્રેડ લાવનાર પાયલનું કહેવું છે કે હાલમાં જ કોરોના સમયમાં ઓક્સિજનની મોટી અછત સર્જાઈ હતી. ઓક્સિજનના કારણે ઘણા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. જીવનમાં ઓક્સિજનનું મહત્વ કેટલું છે એ કોરોનાએ આપણને શિખવ્યું છે. એટલે આજે પરિણામના દિવસે અમે વિચાર કર્યો કે વૃક્ષો વાવીને સમાજને એક સંદેશો આપીએ કે તેઓ પણ પર્યાવરણને બચાવવાનો અને વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લે.

અન્ય એક વિદ્યાર્થી રોહનનું કહેવું હતું કે આજે અમે તમામ 34 એ-વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું છે. એટલું જ નહીં તેનું જતન કરવાનો પણ સંકલ્પ પણ લીધો છે. કોરોનાકાળમાં ઓક્સિજનના કમીના કારણે ઘણા લોકોને હવે તેના મૂલ્યની સમજ પડી છે. જેથી આજના દિવસે અમે વૃક્ષ વાવીને આ સંકલ્પ લીધો છે અને સમાજને જાગૃત કરવાનું કામ કર્યું છે.

અમે માત્ર વૃક્ષ વાવીને જવાબદારી પુરી નથી કરવાના પણ ભવિષ્યમાં તેનું જતન પણ કરીશું, અમારા આ કાર્યથી જો દરેક કોઈ પ્રેરણા લે તો અમારો આ પ્રયાસ સાર્થક થયેલો ગણાશે. આજે પરિણામ મેળવ્યા બાદ સ્કૂલના 34 વિદ્યાર્થીઓએ શાળાના પટાંગણ અને આસપાસના કેમ્પસમાં પ્લાન્ટેશન કરીને ઉમદા કાર્ય કર્યું હતું.

આ પણ વાંચો: Surat : સુરતીઓને હવે પહેલી વખત પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે ગીરીમા અને ગૌરવ નામના સફેદ વાઘ

આ પણ વાંચો: સુરતના પુણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હોબાળો,પોલીસનો કાફલો ઘટના સ્થળે

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">