SURAT : 20 મહિના બાદ ધોરણ-1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ થવાની જાહેરાતથી વાલીઓમાં આનંદ

શિક્ષણ પ્રધને કહ્યું કે રાજ્યમાં આવતીકાલથી એટલે કે 22 નવેમ્બરથી ધોરણ-1 થી 5ના વર્ગો શરૂ થશે. આ માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 3:28 PM

SURAT : આવતીકાલ 22 નવેમ્બરને સોમવારથી રાજ્યમાં ધોરણ-1થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.આ અંગે શિક્ષણમંત્રી વાઘાણીએ સુરતમાં જાહેરાત કરી હતી.વિદ્યાર્થીની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે.સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે.આમ હવે 20 મહિના બાદ ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે.જેને લઈને વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં ધોરણ-1થી 5ના ઓફલાઈન વર્ગો અંગે રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. શિક્ષણ પ્રધને કહ્યું કે રાજ્યમાં આવતીકાલથી એટલે કે 22 નવેમ્બરથી ધોરણ-1 થી 5ના વર્ગો શરૂ થશે. આ માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.

આ ગાઈડલાઈનમાં વિદ્યાર્થી અને શાળાના સ્ટાફે ફરજિયાત માસ્ક પહેરવું, વિદ્યાર્થી શાળામાં પ્રવેશે તે પહેલા હાથ સેનેટાઇઝ કરવા, વિદ્યાર્થીઓ સાથે બેસીને નાસ્તો નહીં કરી શકે, વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેન્ચ પર બેસાડવા, વિદ્યાર્થીને તાવ કે શરદી જેવું લાગે તો તે શાળાએ ન આવે, શાળાએ આવતા પહેલા વાલીઓએ આપવું પડશે સંમતિ પત્રક વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ધર્માંતરણના વિવાદમાં મોટા ખુલાસા : 1 કરોડમાં ઘર વેચી હિંદુઓને ચાલ્યા જવા લાલચ અપાઈ

આ પણ વાંચો : Ahmedabad: હવે પોલીસ સ્ટેશનમાં પણ કોર્પોરેટ સુવિધા! સ્વાગત કક્ષથી લઈને ફીડબેક સુધીની થશે ગોઠવણ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">