Surat: કોરોનાના કારણે ધંધો ઠપ્પ થતાં જમીન દલાલ બનાવટી દારૂના વેચાણમાં પડ્યો, પોલીસે રેડ કરી રૂપિયા 36,000નો મુદ્દામાલ કબ્જે કર્યો

પોલીસે રેડ કરી દારૂની ખાલી બોટલ, દારૂ બનાવવાનો કલર, માલ્ટ અને એસેન્સ કેમિકલ, સ્ટીકર તથા પુઠાના બોકસ વગેરે મળી કુલ રૂ. 36,850ના મુદ્દામાલ સાથે જમીન દલાલની ધરપકડ કરી છે.

Surat: કોરોનાના કારણે ધંધો ઠપ્પ થતાં જમીન દલાલ બનાવટી દારૂના વેચાણમાં પડ્યો, પોલીસે રેડ કરી રૂપિયા 36,000નો મુદ્દામાલ કબ્જે કર્યો
કલ્પેશ રામચંદ્ર સામરીયાની ધરપકડ

ભારતભરમાં કોરોના (Corona Virus)ની અસર તમામ લોકોને થઈ છે, ખાસ કરીને વેપાર ધંધા પર તેની અસર જોવા મળી હતી. ત્યારે લોકોએ પોતાના વેપાર પણ બદલી નાખ્યા અથવા રોજીંદો વેપાર બંધ થતાં બીજા ગુનાના રવાડે ચડ્યા છે, તેવો એક કિસ્સો સુરતના (Surat) ઉમરા ગામમાં સામે આવ્યો ઉમરા ગામના નવા નવસાત મહોલ્લામાં ઉમરા પોલીસે માહિતીના આધારે દરોડા પાડયા હતા અને ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

 

પોલીસે રેડ કરી દારૂની ખાલી બોટલ, દારૂ બનાવવાનો કલર, માલ્ટ અને એસેન્સ કેમિકલ, સ્ટીકર તથા પુઠાના બોકસ વગેરે મળી કુલ રૂ. 36,850ના મુદ્દામાલ સાથે જમીન દલાલની ધરપકડ કરી છે. બાદમાં ઉમરા પોલીસે કલ્પેશ ઉર્ફે લાલો રામચંદ્ર સામરીયા (ઉ.વ. 38)ની ધરપકડ કરી તેની મદદથી માલ્ટ કેમિકલ અને એસેન્સ અને ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડયું હતું.

 

પોલીસે વિદેશી બનાવટની અલગ-અલગ બ્રાંડની ખાલી બોટલ અને સ્ટીકર, 10 લિટર આલ્કોહોલ, દારૂ બનાવવાનો કલર, 1 લિટર માલ્ટ કેમિકલ, 2 લિટર એસેન્સ, પ્લાસ્ટિકના 5 કેરબા, બોટલ પેક કરવા માટેના 2 નંગ હેન્ડ પ્રેસીંગ મશીન, વિદેશી દારૂની બોટલના ઢાંકણ નંગ 3,112, આલ્કોહોલની માત્રા ચેક કરવાનું મીટર, પુઠાના બોક્ષ, પ્લાસ્ટિકના 200 લિટરનું પીપ, વગેરે મુદ્દામાલ જપ્ત કર્યો.

 

 

પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરતા એક પછી એક હકીકત સામે આવી તો તે જમીન દલાલીનો વ્યવસાય કરતા હતા પણ કોરોના સમયે ઘણા સમયથી ઘરે હતા, તેથી કોઈ વેપાર કરી શક્યા ન હતા. જેથી સરળ અને ઝડપી રૂપિયા કમાવવા માટે કમલેશ ઉર્ફે લાલો સામરીયાએ છેલ્લા ઘણા સમયથી કેમિકલની મદદથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી.

 

આ પણ વાંચો: Surat : આઠ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની મુદત વધુ 5 વર્ષ લંબાવાઇ, CM રૂપાણીનો નિર્ણય

 

આ પણ વાંચો: GUJARAT : ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ, ગુજરાતની ગૌરવસિદ્ધિમાં વધુ એક સિમાચિન્હ ઉમેરાયુંઃ વિજય રૂપાણી

 

Click on your DTH Provider to Add TV9 Gujarati