Surat: ગુરુપૂર્ણિમા નિમિત્તે સુરતનું ‘તાલ’ ગૃપ નૃત્ય શીખવાડી આપશે ઓનલાઈન ગુરુ દક્ષિણા

આજે જ્યારે બધું જ ઓનલાઇન થઈ ગયું છે. ત્યારે સુરતના એક ડાન્સ ગ્રુપ દ્વારા ઓનલાઈન ગુરુપૂર્ણિમા ઉજવવાના ભાગરૂપે ઉભરતા નૃત્યકલાકારો માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Surat: ગુરુપૂર્ણિમા નિમિત્તે સુરતનું 'તાલ' ગૃપ નૃત્ય શીખવાડી આપશે ઓનલાઈન ગુરુ દક્ષિણા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 21, 2021 | 11:42 PM

24 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાની(Guru Purnima) ઉજવણી કરવામાં આવશે. આ દિવસ વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકે આપેલા ઘડતરનો આભાર માનવાનો દિવસ છે. શિષ્યના જીવનમાં ગુરુએ આપેલા શિક્ષણનું મહત્વ હંમેશા રહેલું છે. ત્યારે આ દિવસે ગુરુને પૂજવાનો અને તેમને સન્માન આપવાનો દિવસ છે. હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે અને અભ્યાસથી લઈને નોકરીના કામકાજ બધું જ ઓનલાઈન થઈ ગયું છે. ત્યારે આ ગુરુપૂર્ણિમાએ પણ ઓનલાઈન ગુરુદક્ષિણા આપવાનું નક્કી કર્યું છે સુરતના તાલ નૃત્ય ગૃપે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ઉભરતા નૃત્ય કલાકારોને શાસ્ત્રીય અને પારંપરિક નૃત્ય શીખવાનો મોકો મળશે. દેશના જાણીતા ડાન્સ ગુરુ અને માસ્ટરો દ્વારા આ કલાકારો માટે નૃત્ય (dance) શીખવા માટે ઓનલાઈન સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના સ્થાનિક તાલ ગ્રુપ દ્વારા એક અઠવાડિયા માટે આ ઓનલાઈન વર્કશોપનું(online  workshop ) આયોજન કરવામાં આવ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલચરલ રિલેશન અને ઈનરનેશ્નલ કાઉન્સિલ ઓફ ઓર્ગેનાઈઝેશન ઓફ ફોક ફેસ્ટિવલ એન્ડ આર્ટ્સના સંયુક્ત ઉપક્રમે આ ડાન્સ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઓનલાઈન વર્કશોપનું નામ ઈન્ડિયન ડાન્સ કવેસ્ટ રાખવામાં આવ્યુ છે અને ગુરુપૂર્ણિમા નિમિત્તે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજ એક કલાક માટે વિદ્યાર્થી ઓનલાઈન ડાન્સ શીખી શકશે અને તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

તાલ ગ્રુપના ફાઉન્ડર કૃતિકા શાહ જણાવે છે કે ગુરુ એટલે શિક્ષક, સાચી દિશા અને સલાહ આપનાર અને ખાસ ફિલ્ડનું જ્ઞાન ધરાવનાર. જેના માર્ગદર્શનથી આપણે તે ક્ષેત્રમાં સારી રીતે આગળ વધી શકીએ છીએ. આ ગુરુપૂર્ણિમાના દિવસે તેઓ તેમને ભારતના પારંપરિક અને શાસ્ત્રીય નૃત્ય શીખવાડનાર તમામ ગુરુઓનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ અને તેના માટે અમે આ કાર્યક્રમ રાખ્યો છે.

જેથી આ ગુરુપૂર્ણિમાના દિવસથી તેઓ ફેસબુકના માધ્યમથી @iccrgujarat  અને @taalgroup પર લાઈવ શો કરવામાં આવશે. જેના પર ડાન્સના અલગ અલગ ફોર્મસ જેમ કે ગરબા, ભરતનાટ્યમ, કથક, કુચીપુડી, ઓરિસસી અને મોહિનીઅટ્ટમ શીખી શકશે. ગુરુપૂર્ણિમાના દિવસે આ યુનિક પ્રોગ્રામ રહેશે, જેના માધ્યમથી ઉભરતા નૃત્યકારો અલગ અલગ પ્રકારના ડાન્સ ફોર્મ ઓનલાઈન જ શીખી શકશે.

 આ પણ વાંચો: ગોવાના બીચને ટક્કર મારતો બીચ શિવરાજપુરમાં બનશે, પરંતુ દારુની છુટછાટ નહીં અપાય: CM વિજય રૂપાણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">