Surat : નવનિર્મિત બ્રિજ પર ધારાસભ્યોએ કરી સ્કૂટર પર સવારી

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Parul Mahadik

Updated on: Oct 11, 2022 | 9:31 AM

ગુણવંતી નદી ઉપર રૂ.293 લાખના ખર્ચે નિર્માણ થયેલ મેજર લેવલ બ્રિજ નું ધારાસભ્ય મોહન ઢોડિયાના શુભ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ ધારાસભ્ય ઈશ્વર પરમાર સાથે સ્કૂટર ઉપર બેસીને બ્રિજ પસાર કર્યો હતો.

Surat : નવનિર્મિત બ્રિજ પર ધારાસભ્યોએ કરી સ્કૂટર પર સવારી
MLAs ride on scooters on the newly constructed bridge

સુરત જિલ્લાના બારડોલી(Bardoli ) તાલુકાના મઢી બેડી ફળિયા રોડ ઉપર ગણુ વતી નદી ઉપર મેજર લેવલ બ્રીજના(Bridge ) બાંધકામ અને રાજ્ય મા.મ. બારડોલીના ઉનાઈ(Unai ) બહુારી મઢી ઝખવાવ રોડ ગણુ વતી નદી પર નવા નિર્માણ થયેલા બ્રીજ ને ધારાસભ્ય મોહન ઢોડિયા, ધારાસભ્ય ઈશ્વર પરમાર, બારડોલી દ્વારા જાહેર અવર જવર માટે ખુલ્લો મુકાયો હતો. જ્યારે ઉનાઈ,બુહારી, મઢી, માંડવી, ઝંખવાવ રોડ ગણવંતી નદી ઉપર રૂ. 66 લાખ ના ખર્ચે નિર્માણ થયેલ હાઈ લેવલ બ્રીજનું લોકાર્પણ પણ ધારાસભ્ય મોહન ઢોંડીયાના શુભ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ધારાસભ્યોએ સ્કૂટર પર કરી સવારી :

આ કાર્યક્રમની સાથે સાથે અહીં એક જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બારડોલી તાલુકાના મઢી બેડી ફળિયા રોડ ગુણવંતી નદી ઉપર રૂ.293 લાખના ખર્ચે નિર્માણ થયેલ મેજર લેવલ બ્રિજ નું ધારાસભ્ય મોહન ઢોડિયાના શુભ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ ધારાસભ્ય ઈશ્વર પરમાર સાથે સ્કૂટર ઉપર બેસીને બ્રિજ પસાર કર્યો હતો.

આ ઉપરાંત બોરિયા હળપતિ વિસ્તારમાં બનવા જઈ રહેલા આવાસ બાંધકામ, રૂ. 14.59 લાખના ખર્ચે મહુવા બ્રાહ્મણ ફળિયામાં પુરરક્ષણ માટે બાંધકામ, રૂ.19.20 લાખના ખર્ચે દેદવાસણ ગામે વોટર કંઝરવેશન સ્ટ્રકચકર વર્ક, વાઘેશ્વર ગામે પુર રક્ષણ માટે રૂ. 14.60 લાખ, દેદવાસણ ગામે રૂ. 7.80 લાખના ખર્ચે, કેઢેયા ગામે રૂ.15 લાખ ના ખર્ચે લિફ્ટ ઇરીગેશન સ્કીમ, માછીસાદડા ગામે રૂ.12.20 લાખના ખર્ચે ચેકડેમ કમ કોઝવે ના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.

બ્રીજનું લોકાર્પણ થયા બાદ બને ધારાસભ્ય મોહન ઢોડિયા અને ઈશ્વર પરમાર એક જ સ્કૂટર પર બેસીને નવનિર્મિત બ્રિજ પર પસાર થયા હતા. તેમના કહેવા પ્રમાણે આ બ્રિજ બનવાથી લોકોને ઘણો ફાયદો થશે. પેટ્રોલ અને સમયની બચત થવાની સાથે આ બ્રિજ આવનાર સમયમાં વધતી વાહનોની સંખ્યા માટે પણ ઉપયોગી સાબિત થશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati