સુરત સરકારી શાળાઓના શિક્ષકોના હાલ બેહાલ, બાળકોને ભણાવવા ઉપરાંત આખરે કેમ કરવું પડે છે સ્કૂલમાં સિલાઈ કામ?

સુરત સરકારી શાળાઓના શિક્ષકોના હાલ બેહાલ, બાળકોને ભણાવવા ઉપરાંત આખરે કેમ કરવું પડે છે સ્કૂલમાં સિલાઈ કામ?

એક શિક્ષકનું નામ આવે ત્યારે તેમની છબી તમે કેવી રીતે વિચારો? એક હાથમાં પાઠ્યપુસ્તક હોય તો બીજા હાથમાં ચોક કે ડસ્ટર હોય. આ સામાન્ય ચિત્ર દરેકના મગજમાં આવે. પણ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનું દશ્ય થોડું અલગ છે.

અમે જ્યારે આવી જ એક શાળાની મુલાકાતે ગયા ત્યારે અમને આ શિક્ષિકાઓ વર્ગખંડમાં નહીં પરંતુ કાર્યાલયમાં સિલાઈ મશીન પર સિલાઈ મારતી જોવા મળી.

આમ તો તમને આ શાળા કોઈ સામાન્ય શાળાની જેમ જ લાગશે. પણ અમે જ્યારે આ શાળાના વર્ગખંડમાં પહોંચ્યા ત્યારે અમને દશ્ય થોડું અલગ જોવા મળ્યું. શાળા કાર્યાલયની બહાર વિદ્યાર્થીનીઓ લાઈનમાં ઉભી છે. તમે વિચારશો કે વિદ્યાર્થીઓ અભ્યાસ બાબતે શાળાના આચાર્ય કે શિક્ષકોને મળવા આવ્યા હશે. પણ અહીં તો આ શિક્ષિકાઓ સિલાઈ મશીન પર બેસેલી છે. વિદ્યાર્થીનીઓના માપ લઈ રહી છે અને માપ પ્રમાણે દરેક વિદ્યાર્થીનીઓને તેઓ યુનિફોર્મ સીવી આપી રહી છે.
વાસ્તવમાં સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને રંગબેરંગી યુનિફોર્મ આપવાનું નક્કી કરાયું હતું. પણ તેમાં પણ સમિતિના સંચાલકોએ લેટ લતીફી બતાવી. જેના કારણે આ વિદ્યાર્થીનીઓને યુનિફોર્મ સત્ર પૂરું થવા આવવાનું છે ત્યારે મળ્યા. બીજી બાજુ સમિતિના સંચાલકોએ યુનિફોર્મ એકસરખા માપના આપીને હાથ ઊંચા કરી દીધા. જેથી સ્વાભાવિક રીતે દરેક વિદ્યાર્થીનીઓને આ યુનિફોર્મ આવી ન રહ્યાં. માતાપિતા નોકરિયાતો હોવાથી દરેકને માપસર યુનિફોર્મ કરાવી આપે એ જરૂરી નહોતું. જેથી ડીંડોલી વિસ્તારની એક શાળા દ્વારા શાળામાં જ સિલાઇ મશીન બેસાડીને વિદ્યાર્થીનીઓને માપ લઈને યુનિફોર્મ સરખા કરી આપવાનું નક્કી કરાયું. જેથી શિક્ષકો દરજીની ભૂમિકામાં આવી ગયા. ફ્રી વિષય દરમિયાન અથવા તો શિક્ષણકાર્ય પૂરું થયા બાદ આ શિક્ષિકાઓ વિદ્યાર્થીનીઓને કાર્યાલયમાં બોલાવીને તેમના યુનિફોર્મ માપસર કરી આપવાનું કામ કરે છે.
બીજી તરફ ફક્ત શિક્ષિકાઓ જ નહીં, કેટલાક વાલીઓ પણ શાળામાં આવીને શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓના યુનિફોર્મ સરખા કરી આપે છે. આ શાળામાં કુલ 846 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે જે તમામના યુનિફોર્મ શાળાની શિક્ષિકાઓ અને અમુક વાલીઓએ માપ લઈને પહેરવા લાયક કરી આપ્યા છે.
એકતરફ વિદ્યાર્થીનીઓને માપસર અને સમયસર યુનિફોર્મ નહીં આપીને સમિતિએ મોટી ભૂલ તો કરી જ છે. તો બીજીતરફ યુનિફોર્મ આપીને શાળાઓ પોતાની જવાબદારી ભૂલી જતી હોય છે. પણ શાળાએ આવતું બાળક સુઘડ અને વ્યવસ્થિત રીતે આવે તેવા વિચાર સાથે આ શાળાની શિક્ષિકાઓએ શાળાની વિદ્યાર્થીનીઓને પોતાના જ બાળક સમજીને શિક્ષક સાથે દરજીની ભૂમિકા ભજવવામાં પણ કોઈ નાનપ નથી અનુભવી. ધન્ય છે આવા શિક્ષકોને.
[yop_poll id=1796]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati