ધન્ય છે આ મહિલાને: જાણો કેવી રીતે દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવી રહી છે સુરતની આ મહિલા

Parul Mahadik

Parul Mahadik | Edited By: Gautam Prajapati

Updated on: Jul 19, 2021 | 2:08 PM

સુરતમાં દિવ્યાંગો માટે ખાસ વિચાર કરીને તેમને રોજગારી મળી રહે અને તેઓ આત્મનિર્ભર થાય તે માટે એક સંસ્થા કાર્યરત છે. ચાલો જાણીએ આ સંસ્થા વિશે.

ધન્ય છે આ મહિલાને: જાણો કેવી રીતે દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવી રહી છે સુરતની આ મહિલા
This woman from Surat is making the divyang people self-reliant

દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે સરકારે ઘણી યોજનાઓ બહાર પાડી છે. જાહેર સ્થળો પર પણ દિવ્યાંગોને કોઈ તકલીફ ન પડે તે માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવે છે. પણ સુરતમાં દિવ્યાંગો માટે ખાસ વિચાર કરીને તેમને રોજગારી મળી રહે અને તેઓ આત્મનિર્ભર થાય તે માટે એક સંસ્થા કામ કરે છે. આ એક એવી સંસ્થા છે જે તેમના માટે આશીર્વાદ સમાન સાબિત થઇ છે. આ સંસ્થાનું નામ છે સહાયમ.

વ્યક્તિ ભલે દિવ્યાંગ હોય પણ જો ધારે તો તે ઘણું કરી શકે છે. સુરતની સહાયમ સંસ્થાએ દિવ્યાંગ વ્યક્તિઓને આ ઉક્તિ સાર્થક કરવામાં મદદ કરી છે. છેલ્લા 3 વર્ષથી આ સંસ્થા દ્વારા શહેરના દિવ્યાંગ ભાઈઓ બહેનોને રોજગારી આપવાનું કામ કરે છે. આ સંસ્થાના સ્થાપક પલ્લવીબેન શાહે પહેલાથી દિવ્યાંગો માટે કંઈક કરવાનું સપનું વિચારી રાખ્યું હતું. તેમના કહેવા પ્રમાણે શારીરિક રીતે દિવ્યાંગ હોવાના કારણે તેઓ કોઈ બીજું કામ કેમ કરે? અને એટલા માટે તેમણે આ સંસ્થા શરૂ કરવાનો વિચાર કર્યો.

આ સાથે જ તેમણે એક બીજો ઉમદા વિચાર પર્યાવરણની જાળવણીનો પણ કર્યો. શરુઆતમાં તેમને અમુલ અને રાજેશ નામના બે દિવ્યાંગ ભાઈઓ સાથે તેની શરૂઆત કરી. તેમના જુના બંગલાના પાર્કિંગમાં હસ્તકામ વડે પેપર વર્ક શરૂ કર્યું. જે ધીરે ધીરે લોકોને પસંદ પડતું ગયું. અને આ રીતે તેમને તેમનું કામ આગળ વધાર્યું. આજે તેમની સાથે 42 વ્યક્તિઓનો સ્ટાફ કામ કરે છે. સુરતમાં જ નહીં પણ અન્ય રાજ્યોમાં અને વિદેશોમાં પણ તેમની પ્રોડ્કટની ડિમાન્ડ રહે છે.

નો મશીન, નો કેમિકલ, ઇકો ફ્રેન્ડલી પેપર બેગ એ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજે તેમની આ કોઈ 75 ટકા દિવ્યાંગ છે તો કોઈ 95 ટકા દિવ્યાંગ. તો કેટલાક અનાથ વ્યક્તિઓ પણ જોડાયા છે. પણ તેમનામાં કામ કરવાની ધગશ એટલી કે એકપણ દિવસ રજા પડ્યા વગર આ સંસ્થામાં તેઓ કામ કરે છે. દિવ્યાંગોને મદદરૂપ થવાનો અને તેમને આર્થિક રીતે પગભર બનાવવાનો આ પ્રયાસ ખરેખર કાબિલ-એ-તારીફ છે.

આ પણ વાંચો: રમત સાથે ‘નોલેજ’: બાળકોમાં ટ્રાફિક સેન્સ કેળવાય તે માટે સુરત મનપાનું ગજબનું આયોજન, જાણો

આ પણ વાંચો: Surat : પુણા-કુંભારીયા રોડ પર વરસાદી પાણી ભરાયા, 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati