સ્વસ્થ લીવર માટે આ પાંચ મુદ્દાઓ પર રાખો ધ્યાન

લીવર આપણા શરીર માટે એક મજબૂત અંગ છે. તે આપણા શરીરના ખરાબ પદાર્થને ચાળીને બહાર કાઢે છે. સાથે જ એ શરીરમાં પ્રોટીનના નિર્માણ અને કેમિકલ્સને ડિટોક્સિફાય કરવાનું પણ કામ કરે છે. કેટલીકવાર અસંતુલિત ડાયેટના કારણે લીવર સંબંધિત ઘણી બીમારીઓ થાય છે, જેમ કે હિપેટાઇટિસ, લીવર ઇનફેંકશન અને ફેટી લિવરનું વધી જવું. Facebook પર તમામ મહત્વના […]

સ્વસ્થ લીવર માટે આ પાંચ મુદ્દાઓ પર રાખો ધ્યાન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 15, 2020 | 10:13 AM

લીવર આપણા શરીર માટે એક મજબૂત અંગ છે. તે આપણા શરીરના ખરાબ પદાર્થને ચાળીને બહાર કાઢે છે. સાથે જ એ શરીરમાં પ્રોટીનના નિર્માણ અને કેમિકલ્સને ડિટોક્સિફાય કરવાનું પણ કામ કરે છે. કેટલીકવાર અસંતુલિત ડાયેટના કારણે લીવર સંબંધિત ઘણી બીમારીઓ થાય છે, જેમ કે હિપેટાઇટિસ, લીવર ઇનફેંકશન અને ફેટી લિવરનું વધી જવું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

અમેરિકન લીવર ફાઉન્ડેશનના મત પ્રમાણે આપણે લીવરને તંદુરસ્ત રાખવા માટે વધુ પડતા મીઠું, ખારું અને ગળ્યું ખાવાથી બચવું જોઈએ.

1). ગાજરમાં રહેલ વિટામિન એ લીવરની બિમારીથી બચાવે છે. તેમાં વધારે માત્રામાં બીટા કેરોટીન પણ રહેલું છે, જેનાથી લીવર સારી રીતે કામ કરે છે.

2). આદુ લીવરના એન્ઝાઈમ્સને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે લીવરના રોગોથી બચાવે છે અને તેને મજબૂત પણ કરે છે.

3). હળદરમાં ઘણા ગુણ આવેલા છે તે શરીરમાં બાઇલ જ્યુસ પેદા કરે છે. જે કુદરતી રીતે લીવરને ડિટોકિસીફાય કરવામાં મદદ કરે છે.

4). સ્વસ્થ લીવર માટે કોફી પીવી ખૂબ જરૂરી છે. કોફી ઈંફ્લેમેશનને ઓછું કરે છે. અને એન્ટીઓક્સીડેન્ટ સ્તરને વધારે છે જેનાથી લીવર મજબૂત બને છે.

5). રોજની 5 થી 10 ગ્રીન ટીનું સેવન કરવાથી લીવર પર ખૂબ સારી અસર થાય છે. એક સંશોધન પ્રમાણે ગ્રીન ટી પીવાવાળાને લીવરની સમસ્યા ખૂબ ઓછી દેખાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">