તમે મોંઘાભાવની બ્યુટી પ્રોડક્ટ ખરીદો છો તે ડુપ્લીકેટ પણ હોય શકે, જુઓ VIDEO
જો તમે સુંદર દેખાવા માટે બ્રાન્ડેડ કોસ્મેટિક ચીજવસ્તુનો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો. કારણ કે સુરતમાંથી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેશન કરી સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓનું વેચાણ કરાતું હોવાનું બહાર આવ્યું છે. શહેરના બજારમાંથી આ બનાવટી કોસ્મેટિક ચીજ વસ્તુઓનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

જો તમે સુંદર દેખાવા માટે બ્રાન્ડેડ કોસ્મેટિક ચીજવસ્તુનો ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો. કારણ કે સુરતમાંથી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેશન કરી સૌંદર્ય પ્રસાધનની વસ્તુઓનું વેચાણ કરાતું હોવાનું બહાર આવ્યું છે. શહેરના બજારમાંથી આ બનાવટી કોસ્મેટિક ચીજ વસ્તુઓનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : ભારતીય સેનાએ સરહદ પર આ કામ કરીને બનાવ્યો રેકોર્ડ, ચીનના પેટમાં રેડાયું તેલ
હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ નામની કંપનીના લખાણવાળી સામગ્રીનું વેચાણ કરતા સાત જેટલા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ કંપનીની બનાવટી કોસ્મેટિક ચીજવસ્તુઓ મળી આવી હતી. કંપનીના લીગલ સેલ દ્વારા પોલીસને સાથે રાખી છાપો મારવામાં આવ્યો હતો. જેમાંથી કુલ 10.81 લાખનો બનાવટી કોસ્મેટિક જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

