હૃદયદ્રાવક વિડીયો : મોત સામે લડી રહેલી માતા પાસે બેસીને બાળક રડતું રહ્યું

હૃદયદ્રાવક વિડીયો : મોત સામે લડી રહેલી માતા પાસે બેસીને બાળક રડતું રહ્યું
Heartbreaking video: Baby crying while sitting next to mother fighting death

આ વિડીયો(Video ) જોઈને કઠોર હૃદય પણ પીગળી જાય તેવું છે. જોકે માતાનું મોત કયા કારણોસર થયું તે હજી જાણવા મળ્યું નથી. એટલું જ નહીં આ વિડીયો ક્યાંનો છે તેની પણ હજી સ્પષ્ટ પુષ્ટિ થઇ શકી નથી.

Parul Mahadik

|

May 21, 2022 | 10:55 PM

સુરતના(Surat ) સોશિયલ મીડિયામાં હાલ હૃદયદ્રાવક વિડીયો(Video ) ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મરણપ્રાયઃ માતાની નજીક બેસીને એક નાનું બાળક(Child ) રડી રહ્યું છે. આ વિડીયો સુરતનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે ટીવી9 ગુજરાતી તેની કોઈ પુષ્ટિ કરતુ નથી. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જ સુરતના કાપોદ્રા વિસ્તારમાં પણ માતા પુત્રના આવી જ એક કરુણ ઘટના સામે આવી હતી. જેમાં માતાએ બાળકને ઝેર પીવડાવી દઈ કચરો ફેંકવાનું કહીને પોતે ઘરની બહાર જઈને ઝેર પી લીધું હતું. તે બાદ આ વિડીયો વાયરલ થયો છે.

જેમાં ફૂટપાથ પર એક માતા મરણપ્રાયઃ હાલતમાં પડેલી છે. જયારે તેની નજીક બેસેલું બાળક માતાને ઉઠાવવા રડી રહ્યું છે. બાળકની ઉંમર દોઢથી બે વર્ષની હોય તેવું લાગી રહ્યું છે. આ વિડીયો જોઈને કઠોર હૃદય પણ પીગળી જાય તેવું છે. જોકે માતાની હાલત કયા કારણોસર થયું તે હજી જાણવા મળ્યું નથી. એટલું જ નહીં આ વિડીયો ક્યાંનો છે તેની પણ હજી સ્પષ્ટ પુષ્ટિ થઇ શકી નથી. જોકે વિડીયો સુરતનો હોવાનું કહેવાય રહ્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati