Happy Birthday તાપી માતા : સુરતની જીવાદોરી સમાન તાપી માતાનો આજે જન્મદિવસ

સુરતની (Surat) તાપી નદીમાં મળતી નાની મોટી નદીઓમાં મુખ્યત્વે ગોરના, પૂર્ણા, વલઝારા, બોરી, હાલોર અને અરનર નદીઓનો સમાવેશ થાય છે. તાપીમાં કુલ મળીને ૪૫ જેટલી નદીઓ મળે છે. આ તમામ નદીઓ ડુંગરાળ પ્રદેશોમાંથી વહન કરી તાપી નદીમાં ભળી જાય છે.

Happy Birthday  તાપી માતા : સુરતની જીવાદોરી સમાન તાપી માતાનો આજે જન્મદિવસ
Tapi River Surat
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 06, 2022 | 4:59 PM

“તાપી તાપી મહાતાપી તાપી પાપનિવારણી” એવું કહેવાય છે કે તાપીના(Tapi) સ્મરણ માત્રથી તમામ પાપ ધોવાઈ જાય છે. તાપી નદી ફક્ત સુરત(Surat)શહેર માટે જ નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતની પણ જીવાદોરી છે. અષાઢ સુદ સાતમ ના દિવસે તાપીની જન્મજયંતિ(Tapi Birthday) ઉજવવામાં છે. સુરતમાં આજના દિવસે તાપી કિનારે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં અશ્વનીકુમાર કુરુક્ષેત્ર ભૂમિથી 800 મીટરની ચૂંદડી પણ તાપી નદીને અર્પણ કરવામાં આવે છે.તાપી પ્રાચીન પૌરાણિક સંસ્કૃત નામ છે. મધ્ય ભારતની મુખ્ય નદીઓ પૈકીની તાપી નદી એક છે. તાપી નદી 724 કિ.મી. લાંબી છે. તાપીનું ધાર્મિક અને સામાજિક રીતે અલૌકિક મહત્વ છે. તાપી નદી સૂર્યદેવની પુત્રી છે.

સૂર્યદેવના સંતાનો માતા રૌંદલ, અશ્વિની અને કુમાર પણ છે. કર્ણ પણ સૂર્યદેવના પુત્ર છે. માતા રન્નાદેને નવદુર્ગા માતાજી માં એક સ્થાન મળેલું છે. માતા રાંદલનું પ્રગટ ધામ દડવા છે જ્યાં માતાજીના લોટા તેડવામાં આવે છે. સુરતના એક રાજાને ત્યાં માતાજી રન્નાદે એટલે રાંદલએ દર્શન આપ્યા હતા. અને એ જગ્યા આજે રાંદેરના નામથી ઓળખાય છે. જયારે પાંચ પાંડવના ઓવારાની બાજુમાં સૂર્યદેવના પુત્રો અશ્વિની અને કુમારે સ્થાન લીધું છે.તાપીને સૂર્યપુત્રી પણ કહેવામાં આવે છે. સૂર્યપુત્રી નદી એટલે કે તાપીની પૌરાણિક કથા રોચક છે. સૂર્યએ તેમના પત્ની છાયા ની પુત્રી તરીકે તાપીની ઓળખ આપી છે.

તાપી નદીમાં મળતી નાની મોટી નદીઓમાં મુખ્યત્વે ગોરના, પૂર્ણા, વલઝારા, બોરી, હાલોર અને અરનર નદીઓનો સમાવેશ થાય છે. તાપીમાં કુલ મળીને 45  જેટલી નદીઓ મળે છે. આ તમામ નદીઓ ડુંગરાળ પ્રદેશોમાંથી વહન કરી તાપી નદીમાં ભળી જાય છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

તાપી ઉપર 25 થી વધુ બ્રિજ છે

તાપી જિલ્લામાં કાકરાપાર અને સુરત શહેરમાં વિયર-કમ કોઝવે જેવા બે કોઝવે બાંધવામાં આવેલા છે. બે ડેમ સહિત તાપી નદી પર રસ્તાને સાંકળતા 25 થી વધુ બ્રિજ અને એક ડઝન જેટલા રેલવે-બ્રીજ બાંધવામાં આવેલા છે.

સુરતના તાપી કિનારેથી મુસ્લિમો હજયાત્રાએ જતા

આજથી 500 વર્ષ પહેલા સુરતના કિનારેથી છ થી સાત દાયકા પહેલાના મક્કાઈપુલથી જહાજોની રવાનગી મુસ્લિમોના પવિત્ર શહેર મક્કા-મદીના ખાતે કરવામાં આવતી હતી. અહીંથી મુસ્લિમો હજ પઢવા પણ જતા હતા. તાપી નદીનો પટ તે વખતે વિશાળ હતો. શહેરીકરણના વ્યાપ અને પ્રદૂષણને કારણે તાપી કિનારેથી જહાજોની રવાનગી બંધ કરી દેવાઈ હતી અને મુસ્લિમોનો અહીંથી હજ પઢવા જવાની પ્રક્રિયા પણ બંધ થઈ ગઈ. સુરતની તાપી નદીના નામ પરથી થાઈલેન્ડમાં 1915ના ઓગસ્ટ મહિનામાં ત્યાંની નદીનું નામ તાપી રાખવામાં આવ્યું હતું. થાઈલેન્ડમાં સુરત (થાની) નામનું શહેર પણ તાપી નદીના કિનારે જ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">