Gujarati Video: સુરતની મેખલા સિલ્ક સાડી પર આસામમાં પ્રતિબંધ મુકાતા વીવર્સ ચિંતામાં મુકાયા, 500 કરોડથી વધુના માલ પર લાગી ગઈ બ્રેક
Surat: સુરતની મેખલા સિલ્ક ચાદોર સાડી પર આસામમાં પ્રતિબંધ લગાવવામાં આવતા 1000થી વધુ વિવર્સ ચિંતામા મુકાયા છે. જેના કારણે વીવર્સ અને વેપારીઓ પાસે તૈયાર કરવામાં આવેલો અંદાજીત 500 કરોડની સાડીના સ્ટોક પર બ્રેક લાગી ગઈ છે.
આસામ સરકાર દ્વારા સુરતથી જતી આસામી મેખલા સિલ્ક ચાદોર સાડીની આવૃત્તિ પર પ્રતિબંધ મૂકી દેવાતા સુરતના 15 હજાર જેટલા વર્કરોની રોજગારી સામે સવાલ ઉભો થયો છે. બંને રાજ્યમાં ભાજપની સત્તા હોવા છતાં સુરતના વેપારીઓને હવે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.
સુરતના વિવર્સ અને વેપારીઓ પાસે તૈયાર કરવામાં આવેલ અંદાજીત 500 કરોડની સાડીના સ્ટોક પર બ્રેક લાગી જતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે.જેને લઈ આજ રોજ ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશનની મળેલી બેઠકમાં આગામી બે દિવસ બાદ દિલ્લી ખાતે રજૂવાત માટેની તૈયારી દર્શાવી છે.
આસામ સરકારે સાડી પર પ્રતિબંધ મુક્તા 500 કરોડથી વધુના માલ પર બ્રેક લાગી
સુરત ફોગવાની મહત્વની બેઠક વરાછા સ્થિત ગ્લોબલ ટેકસ્ટાઈલ્સ માર્કેટ ખાતે મળી. ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિયેશનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિવર્સ અને ટ્રેડર્સ ઉપસ્થિત રહ્યા હતા. આસામ સરકાર દ્વારા સુરતથી મોકલવામાં આવતી આસામી મેખલા ચાદર સાડી પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેના કારણે શહેરના 250 જેટલા વિવર્સ અને 150 જેટલા ટ્રેડર્સનો અંદાજીત 500 કરોડથી વધુના માલ પર બ્રેક લાગી ગઈ છે. ઉપરાંત અગાઉનો મોકલવામાં આવેલ માલનું પેમેન્ટ પણ અટકી પડ્યું છે. જેને લઈ વેપારીઓની ચિંતામાં વધારો થયો છે.
વીવર્સ અગ્રણીઓએ સી.આર પાટીલ અને કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રીને કરી રજૂઆત
વિવર્સ અગ્રણી અને વેપારીઓ દ્વારા ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને કેન્દ્રીય ટેકસ્ટાઈલ્સ મંત્રીને કરેલી રજૂવાત બાદ વેપારીઓના પ્રતિનિધિ મંડળને દિલ્લી ખાતે બોલાવવામાં આવ્યા છે. જ્યાં આ અંગેની ચર્ચા કરવા સુરતમાં વેપારીઓની મહત્વની બેઠક મળી હતી. આસામ સરકારના આકસ્મિક નિર્ણય બાદ સુરતના 15 હજાર જેટલા વર્કરોની રોજગારી સામે પ્રશ્નો ઉઠ્યા છે.
તો વેપારીઓ સામે પણ મોટી મુશ્કેલીઓ ઉભી થઇ છે. જ્યાં બે દિવસ બાદ ફોગવા પ્રમુખ સહિત વેપારીઓનું એક પ્રતિનિધિ મંડળ દિલ્લી ખાતે જવાનું છે. જે બાદ સરકારને આ મામલે ત્વરિત સમસ્યાનું સમાધાન લાવવા રજૂવાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત અને આસામ માં ભાજપ સાસિત સરકાર છે,છતાં વેપારીઓએ આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
એક રાજ્ય દ્વારા અન્ય રાજ્યની પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકવાની આ પ્રથમ ઘટના છે. સાડી પર આસામમાં મૂકવામાં આવેલા પ્રતિબંધ પાછળનું કારણ પણ રસપ્રદ છે. આસામમાં પરંપરાગત મેખલા સાદર સાડી બને છે. આવામાં આસામની સાડીને વધારો આપવા માટે પ્રતિબંધ મૂકાયો છે. આસામની સાડીની કિંમત 3 હજારથી લઈ 10 હજાર સુધી છે. જ્યારે સુરતની મેખલા સાડીની કિંમત માત્ર 500થી 700 રૂપિયા જ છે. હવે સાડીનું વેચાણ નહીં થાય તો સુરતના વેપારીઓની સાથે આસામના દુકાનદારો અને સામાન્ય લોકોને પણ મુશ્કેલી પડશે.