રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસશે આફતનો વરસાદ

હવામાન વિભાગનું (IMD) માનીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ (Heavy Rain) પડશે. તો બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, ડીસા, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસશે આફતનો વરસાદ
Gujarat Rain
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 17, 2022 | 7:35 AM

રાજ્યમાં (Gujarat) ફરી એક વાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગનું (IMD) માનીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ (Heavy Rain) પડશે. તો બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, ડીસા, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આગાહી કરવામાં આવી છે.ઉપરાંત અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ફરી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 17 ઓગસ્ટ એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.અમરેલીમાંન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે.આણંદમાં (Anand) મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ દિવસ દરમિયાન મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે. ઉપરાંત મધ્યમ વરસાદ થશે.તો બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 28 રહેશે. તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 26 રહેશે.તેમજ મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

ઉતરગુજરાતમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ

ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે, તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 30 રહેશે.તો દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ મધ્યમ વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 30 રહેશે.જ્યારે દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના આ શહેરોમાં મેઘ મહેર યથાવત

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 જોવા મળશે,ઉપરાંત દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહેશે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 29 નોંધાશે, તો દિવસ દરમિયાન સારો વરસાદ થશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો સૌરાષ્ટ્રના રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 29 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ વરસાદી માહોલ રહેશે.સુરેન્દ્રનગરમાં(Surendranagar) ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 29 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરી છે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.સાથે જ હવામાન વિભાગ દ્વારા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 28 નોંધાશે.તો મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. વલસાડમાં ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 30 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati