Surat ની દિવ્યાંગ મહિલા ખેલાડીને મળવા કેમ પહોંચ્યા ગૃહ મંત્રી હર્ષ સંઘવી, જાણો સમગ્ર વિગત

ગુજરાતના (Gujarat) ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતની સુરતની મુલાકાતે હતા ત્યારે તેમણે પોતાના વ્યસ્ત સમયમાં થી દીકરી અને પ્રોફેસર નવીનને મળવા માટેનો સમય કાઢ્યો હતો અને દીકરીના ઘરે જઈ ને તેના માતા-પિતાને મળીને તેમની સાથે વાતચીત કરી હતી અને દીકરીને પ્રોત્સાહન આપ્યું હતું.

Surat ની  દિવ્યાંગ મહિલા ખેલાડીને મળવા કેમ પહોંચ્યા ગૃહ મંત્રી હર્ષ સંઘવી, જાણો સમગ્ર વિગત
Gujarat HM Harsh Sanghvi Meet Divyang Daughter
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 22, 2022 | 5:18 PM

સુરતની (Surat) એક દિવ્યાંગ મહિલા ખેલાડી  (Divyang) અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં (Khel Mahakumbh) 200 મીટરની દોડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવી હતી પ્રથમ આવી.  આ વાત આમ તો  સામાન્ય કહી શકાય પરંતુ આ ખેલ મહાકુંભ માં ભાગ લેવા માટે તેણે સુરતથી અમદાવાદ સુધીના સફરમાં જે સંઘર્ષ કર્યો તેની કહાની સાંભળવા લાયક છે અને આ કહાની સાંભળીને રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી આજે જ્યારે સુરતની મુલાકાતે હતા ત્યારે ખાસ સમય કાઢીને આ દીકરી અને તેના પિતાને મળવા તેના ઘરે પહોંચ્યા હતા.

દીકરી અમદાવાદ ખાતે દિવ્યાંગોના ખેલમહાકુંભમાં ભાગ લેવા જઈ રહી હતી

સુરતની 15 વર્ષીય દીકરી રીન્કુ દેવાશી ખેલ મહાકુંભ માં ભાગ લેવા માટે સુરત થી અમદાવાદ બસ મારફતે જઈ રહી હતી. ત્યાં રસ્તામાં તેને વોમિટિંગ જેવું થતા બસમાં બારી પાસે બેઠેલા એક પ્રોફેસરને તે બારી પાસેની સીટ આપવા માટે વિનંતી કરી હતી અને ત્યાંથી શરૂ થઈ હતી રીન્કુ ની સંઘર્ષની કહાની.પ્રોફેસરે પોતાન પરગજુ સ્વભાવના કારણે આ દીકરીને બારી પાસે બેઠાં બેસવાની સીટ આપી દીધી હતી અને ત્યારબાદ તેની સાથે વાતચીતમાં જાણવા મળ્યું હતું કે દીકરી અમદાવાદ ખાતે દિવ્યાંગો માટે યોજાયેલ ખેલમહાકુંભમાં ભાગ લેવા જઈ રહી હતી દીકરી સાથે તેના પિતા પણ બસમાં ઉપસ્થિત હતા.

સવારે છ વાગે ખેલ મહાકુંભ માટે પહોંચવાનું  હતું

જેમાં પિતાએ આ પ્રોફેસરને બસ અમદાવાદ ક્યારે પહોંચશે તે બાબતે વાતચીત શરૂ કરતા પ્રોફેસરને તેમની કહાની માં રસ પડ્યો હતો અને વધુ વાત કરતા દીકરીના પિતાએ જણાવ્યું હતું કે તેમણે સવારે છ વાગે ખેલ મહાકુંભ માટે પહોંચવાનું છે પરંતુ તેઓ જે બસમાં સફર કરી રહ્યા હતા તે બસ તો રાત્રે દોઢ વાગે અમદાવાદ પહોંચી જવાની હતી દીકરીના પિતાએ પૂછયું કે રાત્રે અમે બસ સ્ટોપ પર રોકાઈ એ તો કોઈ વાંધો નહીં આવે ને તેના જવાબમાં પ્રોફેસરે પ્રથમ તો કહી દીધું કે હા તમે બસ સ્ટોપ પર રોકાશો તો કોઈ પ્રકારની તકલીફ નહીં પડે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હર્ષ સંઘવીએ નિર્ણય કર્યો કે પ્રોફેસર નવીન તેમજ દીકરી રીન્કુ ને મળવા તેના ઘરે જશે

બસમાં દીકરી રીન્કુ ને મદદ કરનાર પ્રોફેસર નવીન અંગેની વાત જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કોઈ વ્યક્તિ વોટ્સઅપના માધ્યમથી મોકલી ત્યારે તે વાંચીને હર્ષ સંઘવી એવો નિર્ણય કર્યો કે તેઓ જાતે આ પ્રોફેસર નવીન તેમજ દીકરી રીન્કુ ને મળવા તેના ઘરે જશે બીજાને હંમેશા મદદ કરવાના પોતાના સ્વભાવને કારણે પ્રોફેસર નવી ને તે રાત્રે રીન્કુ અને તેના પિતાને બસ સ્ટોપ પર સુઈ જવાની જગ્યાએ પોતાના ઘરે લઇ ગયા હતા અને ત્યાં સુવડાવ્યા હતા અને વહેલી સવારે તેઓ પોતે આ બંનેને લઈને ખેલ મહાકુંભ માં ભાગ લેવા માટે ગયા હતા.

રીન્કુ એ 200 મીટરની દોડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો

જ્યાં રત્ન કલાકારની દીકરી રીન્કુ એ 200 મીટરની દોડમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે જેને કારણે દીકરીના પિતા પણ પ્રોફેસરના ભારી થયા હતા કે જો બસમાં અને ત્યારબાદ રાત્રી દરમિયાન પ્રોફેસરે તેમને મદદ ન કરી હોત તો ચોક્કસ તેમની દીકરી ને મળવું જોઈએ તે પ્રમાણેનું પરિણામ ન મળી શક્યું હોત.

આજે જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતની સુરતની મુલાકાતે હતા ત્યારે તેમણે પોતાના વ્યસ્ત સમયમાં થી દીકરી અને પ્રોફેસર નવીનને મળવા માટેનો સમય કાઢ્યો હતો અને દીકરીના ઘરે જઈ ને તેના માતા-પિતાને મળીને તેમની સાથે વાતચીત કરી હતી અને દીકરીને પ્રોત્સાહન આપ્યું હતું.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">