Gujarat Election : પ્રજાના પ્રશ્નો ત્વરિત ઉકેલવા સુરતમાં સ્થાનિક નેતાઓ અને તંત્ર વચ્ચે બેઠકોનો દૌર શરુ

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા ”વંદે ગુજરાત” અંતર્ગત સંપૂર્ણ વ્યવસ્થા અને વોર્ડ પ્રમાણે મીટિંગનું સ્થાન નક્કી કરવા માટે સ્થાનિક ધારાસભ્યો,પદાધિકારીઓ અને મહાનગરપાલિકાનાં કર્મચારીઓ સાથે સંકલન બેઠક યોજાઇ હતી.

Gujarat Election : પ્રજાના પ્રશ્નો ત્વરિત ઉકેલવા સુરતમાં સ્થાનિક નેતાઓ અને તંત્ર વચ્ચે બેઠકોનો દૌર શરુ
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા બેઠકોનો દૌર
Baldev Suthar

| Edited By: Tanvi Soni

Jun 29, 2022 | 6:00 PM

આગામી વિધાનસભાની ચૂંટણીને (Assembly elections) લઇને ગુજરાતમાં (Gujarat) વિવિધ પક્ષો સક્રિય થઇ ગયા છે. મહાનગરોમાં સ્થાનિક નેતાઓ ત્યાંના સ્થાનિક તંત્ર સાથ મળીને પ્રજાના પ્રશ્નો દૂર કરવાના કામે લાગી ગયા છે. ચૂંટણી નજીક આવતાની સાથે સુરતમાં (Surat) પણ સ્થાનિક લોકોના પ્રશ્નોને લઈ તંત્ર કામે લાગ્યું છે. સુરતના પદાધિકારીઓ અને ધારાસભ્યો (MLAs) પ્રશ્નોના નિરાકરણ કરાવવાના કામે લાગ્યા છે. લોકોના પ્રશ્નો ત્વરિત ઉકેલવા માટે અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે.

પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવાની સૂચના

સુરત મહાનગરપાલિકા દ્વારા ”વંદે ગુજરાત” અંતર્ગત સંપૂર્ણ વ્યવસ્થા અને વોર્ડ પ્રમાણે મીટિંગનું સ્થાન નક્કી કરવા માટે સ્થાનિક ધારાસભ્યો,પદાધિકારીઓ અને મહાનગરપાલિકાનાં કર્મચારીઓ સાથે સંકલન બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. થોડા દિવસ પહેલા પણ સુરતમાં સૌ પ્રથમ ગુજરાતના રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમના વિધાનસભા વિસ્તારમાં આવતા તમામ કોર્પોરેટર્સ, પોલીસ કર્મચારીઓ અને પાલિકાના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. જેની અંદર સ્થાનિક લોકોના પ્રશ્નો લઈને અનેક ચર્ચા વિચારણા કરી અને નિકાલ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

બેઠકોમાં પ્રશ્નોના તાત્કાલિક નિવારણની સૂચના

સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ધારાસભ્યો હવે સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરશે અને તેમના વિસ્તારોની સમસ્યાઓને અને લોકોના પ્રશ્નોને સાંભળશે તેવુ નક્કી કરવામાં આવ્યુ છે. આ બેઠકની અંદર તમામ અધિકારીઓને પ્રશ્નોનો નિકાલ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ સમસ્યાઓનો તાત્કાલિક નિકાલ થાય તે માટે જણાવવામાં આવ્યુ છે.

મહત્વનું છે કે, આવનારી વિધાનસભાને ધ્યાનમાં રાખીને હાલમાં તમામ પાલિકા અધિકારીઓ પદાધિકારીઓ ધારાસભ્યો એક્ટિવ થયા છે અને કોઈ નાના કામમાં પણ કચાસ ન રહી જાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. જેથી તેની અસર આવનારી ચૂંટણીની અંદર પડે નહીં. સુરતમાં તમામ ધારાસભ્ય એક્ટિવ થયા છે અને મંત્રીઓ પણ પોતાના વિસ્તારોની અંદર એક પછી એક મીટિંગોનો દોર શરૂ કર્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati