Fire Rescue: પાવર જતા લિફ્ટમાં ચોથા મળે મહિલા ફસાઈ, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

ફાયર અધિકારી મનોજ શુક્લએ જણાવ્યું હતું કે 36 વર્ષીય મહિલા લિફ્ટમાં નીચે જઈ રહ્યા હતા, દરમિયાન ત્રીજા માળે લિફ્ટ પાવર ન હોવાના કારણે બંધ થઈ ગઈ હતી. જેથી ચોથા માળ પર જઈ લિફ્ટનો દરવાજો મશીન વડે તોડવો પડ્યો હતો.

Fire Rescue: પાવર જતા લિફ્ટમાં ચોથા મળે મહિલા ફસાઈ, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
Fire Rescue (File Image )
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 17, 2022 | 11:50 AM

સુરતના(Surat ) પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં એક મહિલા (Woman) ફસાઈ ગઈ હતી. વહેલી સવારે મહિલા લિફ્ટ (Lift) માંથી ઉતરી રહ્યા હતા, તે  દરમિયાન એપાર્ટમેન્ટના ત્રીજા માળે લિફ્ટ બંધ થઈ ગઈ હતી. જેને લઈ મહિલા ફસાઈ જતા બૂમાબૂમ કરી હતી. ઘટનાની જાણ ફાયર ના જવાનોને કરવામાં આવી હતી. જેમના દ્વારા લિફ્ટનો દરવાજો તોડી મહિલાને હેમખેમ બહાર કાઢી હતી. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ પાંચ માળના સંસ્કૃત એપાર્ટમેન્ટમાં આજે વહેલી સવારે અચાનક જ લિફ્ટ બંધ થઈ ગઈ હતી અને તેમાં 36 વર્ષીય મહિલા ફસાઈ ગઈ હતી.

પાંચ માળના સંસ્કૃત એપાર્ટમેન્ટમાં ચોથા માળમાં રહેતા 36 વર્ષીય સોનલબેન ટેલર વહેલી સવારે 6:30ની આસપાસ કામ અર્થે લિફ્ટમાં નીચે જઈ રહ્યા હતા. દરમિયાન લિફ્ટ ત્રીજા માળે પહોંચી અને અચાનક જ પાવર ચાલ્યો જતા લિફ્ટ બંધ થઈ ગઈ હતી. જેને લઈ સોનલબેન ગભરાઈ ગયા હતા અને લિફ્ટમાં બુમા બુમ કરી હતી. સોનલબેનની બૂમાબૂમને કારણે વહેલી સવારે બિલ્ડીંગના રહીશો ભેગા થઈ ગયા હતા. સોનલબેનને બહાર કાઢવા લિફ્ટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજો ન ખુલતા ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સોનલબેનને લિફ્ટ માંથી બહાર કાઢ્યા હતા.

મશીન વડે દરવાજો તોડી મહિલાને બહાર કઢાઈ

ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ તાત્કાલિક સંસ્કૃત એપાર્ટમેન્ટ આવી પહોંચી હતી. ફાયરના જવાનો દ્વારા મહિલાને બહાર કાઢવા ભારે જેમ જ ઉઠાવી હતી. ફાયર અધિકારી મનોજ શુક્લએ જણાવ્યું હતું કે 36 વર્ષીય મહિલા લિફ્ટમાં નીચે જઈ રહ્યા હતા દરમિયાન ત્રીજા માળે લિફ્ટ પાવર ન હોવાના કારણે બંધ થઈ ગઈ હતી. જેથી ચોથા માળ પર જઈ લિફ્ટનો દરવાજો મશીન વડે તોડવો પડ્યો હતો. બાદમાં મહિલાનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મહિલા અડધો કલાક સુધી ફસાઈ રહી

મહિલા લિફ્ટમાં 30 મિનિટથી વધુ સમય ફસાઈ રહી હતી. લિફ્ટમાંથી હેમખેમ સોનલબેન બહાર નીકળતા તેમને જીવમાં જીવ આવ્યો હતો. સોનલબેને બહાર આવી જણાવ્યું હતું કે નીચે જઈ રહી હતી અને અચાનક જ લિફ્ટની લાઈટ,પંખો અને લિફ્ટ બંધ થઈ ગયા હતા. જેથી હું ગભરાઈ ગઈ હતી. મને બહાર કાઢવા બૂમો લગાવી હતી.અંદાજે 30થી વધુ મિનિટ લિફ્ટમાં ફસાઈ રહેતા સફોકેશન પણ થવા લાગ્યું હતું. જોકે ફાયર દ્વારા દરવાજો તોડી બહાર કાઢ્યા બાદ જીવમાં જીવ આવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">