દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એક કલાક વીજ કાપની જાહેરાતથી ખેડૂતો મુશ્કેલીમાં, સરકારને રજૂઆત કરાઇ

દક્ષિણ ગુજરાત માં 1 લાખ 50 એકર જમીનમાં વાવેતર કરેલ શેરડીના પાકમાં નુકસાનીનો માર ખેડુતોને સહન કરવો ન પડે તે માટે ખેડુત આગેવાન જયેશભાઈ પટેલે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજુઆત કરી છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા એક કલાક વીજ કાપની જાહેરાતથી ખેડૂતો મુશ્કેલીમાં, સરકારને રજૂઆત કરાઇ
Farmers in trouble after announcement of one hour power cut by Dakshin Gujarat Power Company (File Photo)

દેશમાં કોલસાની(Coal)અછતની અસર ખેડુત(Farmers)પર પડી રહી હોય તેમ લાગે છે છે. જેથી કૃષિ ક્ષેત્રને મળતી વીજળીમાં  દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL)  એ એક  કલાકનો વીજકાપ મુકતા દક્ષિણ ગુજરાતના(South Gujarat)ખેડુતોમાં નારાજગી જોવા મળી છે.1 લાખ 50 એકર જમીનમાં વાવેતર કરેલ શેરડીના પાકમાં(Sugar Cane) નુકસાનીનો માર ખેડુતોને સહન કરવો ન પડે તે માટે ખેડુત આગેવાન જયેશભાઈ પટેલે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજુઆત કરી છે.

આયાતી કોલસાની અછત અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોલસાના ભાવો વધતાં તેની અસર ખેતીની વીજળી પર પડી છે. ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરના સમયે જ કૃષિ વિષયક વીજળીમાં અઘોષિત વીજ કાપ ખેડૂતો ઉપર થોપી દેવામાં આવ્યો છે.ત્યારે કોટન ફેડરેશન ઓફ ઈન્ડિયાના ગુજરાત રિજીયનનાં ડિરેકટર જયેશ એન. પટેલએ જણાવ્યું હતુ કે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડુતોને પણ વિજળીમાં કાપ મુકી દેવાતા ખેડુતોમાં રોષ જોવા મળી રહયો છે.

ત્યારે દક્ષિણ ગુજરાતમાં મોટે પાયે શેરડીનું વાવેતર છે. ત્યારે અત્યારસુધીમાં 1 લાખ 50 હજાર એકંરના ખેતરમાં શેરડીના પાકના વાવેતરની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે હાલમાં જે રીતે પરિસ્થિતિ બની છે ખેડુતોના ખેતરોમાં વીજળીના અધિકારીઓના આડોડાઈના કારણે ખુબ જ ઓછા વોલ્ટેજથી અને એ પણ ખુબ ઓછા પ્રમાણમાં વીજળી મળી રહી છે.જેથી ખેડુતો પરેશાન બની ગયા છે. શેરડીના પાકને તાત્કાલિક પાણીની જરૂર અને પુરતા પ્રમાણ એટલે કે 8 કલાક સુધી દિવસ દરમિયાન વીજળી આપવામા આવે તેવી ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરી છે.

જોકે ઉર્જા મંત્રીએ પખવાડીયામાં વીજળીનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી છે.આયાતી કોલસાની અછતને લીધે આ સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે.શેરડીના પાકને કોઈ નુકશાન ન થાય તે પ્રકારે નિર્ણય લેવા ઉર્જ મંત્રીએ ખાતરી આપી છે.ઉલ્લેખનીય છે કે અત્યારે કૃષિ ક્ષેત્રને મળતી વીજળીમાં કાપ મૂકાયો છે. તેમજ સમય જતાં પરિસ્થિતિ ન સુધરે તો ઔદ્યોગિક એકમો પર પણ વીજ કાપ આવી શકે છે.એક તરફ સરકાર વીજળીની અછત ન હોવાનો દાવો કરી રહી છે ત્યારે બીજી તરફ સરકાર અઘોષિત પાવર કટ લાગુ કરી રહી છે.

આ પણ વાંચો : સુરતમાં લોભામણી સ્કીમના બહાને 12. 60 લાખની છેતરપીંડીની ફરિયાદ,પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો : અમદાવાદમાં ઇસ્કોન મંદિરના સાધુ સંતોએ બાંગ્લાદેશની ઘટનાને લઈને વિરોધ કર્યો, રામ ધૂન બોલાવી

Click on your DTH Provider to Add TV9 Gujarati